Australia Scholarship: ઓસ્ટ્રેલિયામાં ભણવાનું પૂરું કરો સપનું, ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત

Arati Parmar
3 Min Read

Australia Scholarship: ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવું છે, પરંતુ મોંઘી ફીના કારણે ચિંતા વધી છે? હવે તમારે અહીં ભણવાને લઈને ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આવેલી સ્વાઈનબર્ન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ એક સ્કોલરશિપની જાહેરાત કરી છે, જેના માટે ભારતીય વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે. આ સ્કોલરશિપ 2026-2027 એકેડેમિક યરમાં આવનારા સ્ટુડન્ટ્સને આપવામાં આવશે.

સ્કોલરશિપનું નામ ‘જ્યોર્જ સ્વાઈનબર્ન ઈન્ટરનેશનલ એક્સેલન્સ સ્કોલરશિપ’ છે, જે એવા સ્ટુડન્ટ્સને આપવામાં આવશે, જેમનું એકેડેમિક પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. આનો અર્થ એ છે કે આ સ્કોલરશિપ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે, જેથી તેઓ પોતાની કારકિર્દી બનાવી શકે. ચાલો સ્કોલરશિપ સાથે જોડાયેલી વિગતો અને તેની શરતો વિશે જાણીએ. સાથે જ સમજીએ કે જો કોઈ ભારતીય વિદ્યાર્થીને આ સ્કોલરશિપ જોઈતી હોય, તો તેણે ક્યાં અને કેવી રીતે એપ્લાય કરવાનું રહેશે.

- Advertisement -

સ્વાઈનબર્ન સ્કોલરશિપની વિગતો

  • સ્કોલરશિપ માત્ર એવા જ સ્ટુડન્ટ્સને મળશે, જેઓ હોથોર્ન કેમ્પસમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કરવા ઈચ્છે છે.

  • સ્કોલરશિપ મેળવનાર સ્ટુડન્ટની આખા કોર્સના સમયગાળા માટે ટ્યુશન ફી 30 ટકા માફ થઈ જશે.

  • ટ્યુશન ફીમાં ડિસ્કાઉન્ટ કોર્સ શરૂ થવાથી લઈને તેના પૂરા થવા સુધી લાગુ રહેશે. આનાથી અભ્યાસનો ખર્ચ ઘણો ખરો ઓછઓ થઈ જશે.

  • સ્કોલરશિપ એપ્લિકેશન લિંક: George Swinburne International Excellence Scholarship

ઓસ્ટ્રેલિયાઈ યુનિવર્સિટીની સ્કોલરશિપની શરતો શું છે?

  • સ્ટુડન્ટ જે કોર્સમાં એડમિશન ઈચ્છે છે, સૌથી પહેલા તેણે પ્રવેશ સંબંધિત શરતોને પૂરી કરવી પડશે.

  • સ્વાઈનબર્ન યુનિવર્સિટી તરફથી જો કોઈ બીજી સ્કોલરશિપ મળી રહી હોય, તો પછી આ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીના નામ પર વિચાર કરવામાં નહીં આવે.

  • કોઈ અન્ય સંસ્થા તરફથી પણ ટ્યુશન ફી સ્કોલરશિપ કે કોઈ પ્રકારનું ડિસ્કાઉન્ટ મેળવનાર વિદ્યાર્થીને પણ આ સ્કોલરશિપ નહીં મળે.

  • જો એક કરતા વધારે સ્કોલરશિપના ઓપ્શન છે, તો પછી યુનિવર્સિટી પોતે જ વિદ્યાર્થીને સૌથી સારી સ્કોલરશિપ આપશે.

સ્કોલરશિપ માટે કેવી રીતે એપ્લાય કરવું?

જ્યોર્જ સ્વાઈનબર્ન ઈન્ટરનેશનલ એક્સેલન્સ સ્કોલરશિપની સૌથી સારી વાત એ છે કે આના માટે અલગથી એપ્લાય કરવાની જરૂર નથી. સ્વાઈનબર્નના હોથોર્ન કેમ્પસમાં કોઈ પણ કોર્સ માટે એપ્લાય કરનારા વિદ્યાર્થીઓને તેમના અગાઉના એકેડેમિક પરફોર્મન્સના આધારે ઇન્ટરનેશનલ સ્કોલરશિપ માટે આપોઆપ વિચાર કરવામાં આવશે. સ્ટુડન્ટને જે એડમિશન ઓફર લેટર આપવામાં આવશે, તેમાં જ આ વાતની માહિતી હશે કે તેમને સ્કોલરશિપ મળી રહી છે કે નહીં. અહીં એડમિશન માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ 26 જૂન 2026 છે, જે સ્કોલરશિપની પણ ડેડલાઈન છે.

આ પણ વાંચો: SC TET Deadline Extended: શિક્ષકોને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: TET પાસ કરવાની સમયમર્યાદા વધુ એક વર્ષ લંબાવી, હવે ૨૦૨૮ સુધી નોકરી સુરક્ષિત – Newz Cafe

- Advertisement -
Share This Article