Bank of Baroda Recruitment: બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in પર જઈને સીધી લિંક મેળવી શકે છે. આ ભરતી ઝુંબેશ હેઠળ 500 જગ્યાઓ ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉમેદવારો આ ભરતી માટે 23 મે 2025 સુધી અરજી કરી શકે છે. કોઈપણ સમસ્યા ટાળવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ અરજીની છેલ્લી તારીખ પહેલા જ અરજી કરી લેવીજોઈએ.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- હોમ પેજ પર, સંબંધિત પોસ્ટ માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કરાવવા માટે વિગતો દાખલ કરો.
- પછી અરજી ફોર્મ ભરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ કરો.
- આ પછી અરજી ફી ચૂકવો.
- છેલ્લે પેજ ડાઉનલોડ કરો, અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લો.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો 10 પાસ હોવા જોઈએ. આ સાથે જે રાજ્ય કે પ્રદેશમાંથી અરજી કરવા ઈચ્છે છે ત્યાંની સ્થાનિક ભાષામાં નિપુણ હોવા જોઈએ. અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18થી 26 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે.
અરજી ફી
આ ભરતી માટે અરજી કરનારા જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી 600 રૂપિયા છે અને SC, ST, PWBD, EXS, DISXS અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે.