Bank Of Baroda Recruitment 2026: જો તમે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. બેંક ઓફ બરોડાએ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટ માટે ગ્રુપ હેડ અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ બહાર પાડી છે. આ ભરતી માટે બેંકે ૨૭ માર્ચથી જ પોતાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.bank.in પર ઓનલાઇન અરજીઓ શરૂ કરી દીધી છે. જે ઉમેદવારો પોતાને આ નોકરી માટે લાયક માને છે, તેઓ છેલ્લી તારીખ આવે તે પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
BOB ભરતી 2026: જરૂરી તારીખો
અરજી શરૂ થવાની તારીખ: ૨૭ માર્ચ ૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૬ એપ્રિલ ૨૦૨૬
BOB વેકેન્સી 2026: પદ મુજબ જગ્યાઓ
| પદનું નામ | વેકેન્સી |
| AVP II – ગ્રુપ હેડ | ૦૪ |
| AVP-II ટેરિટરી હેડ | ૧૭ |
| ડેપ્યુટી મેનેજર સિનિયર રિલેશનશિપ મેનેજર | ૭૦ |
| ડેપ્યુટી મેનેજર વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ (ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્શ્યોરન્સ) | ૧૩ |
| કુલ | ૧૦૪ |
બેંકમાં ગ્રુપ હેડ, ડેપ્યુટી મેનેજર માટે લાયકાત શું જોઈએ?
બેંક ઓફ બરોડામાં બહાર પડેલી આ ભરતીમાં તમામ પદો પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાતમાં કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી માંગવામાં આવી છે. જોકે પદ મુજબ અનુભવ બધા માટે અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. ગ્રુપ હેડ માટે વેલ્થ મેનેજમેન્ટ/રિટેલ બેંકિંગ/ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ હોવો જોઈએ. ટેરિટરી હેડ માટે ૬ વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ. જ્યારે ડેપ્યુટી મેનેજર સિનિયર રિલેશનશિપ મેનેજર માટે ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ હોવો જોઈએ. ડેપ્યુટી મેનેજર વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ માટે પણ ૩ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
BOB ભરતી માટે વયમર્યાદા અને અન્ય વિગતો
વયમર્યાદા: પદ મુજબ ન્યૂનતમ ૨૪ થી મહત્તમ ૪૫ વર્ષ સુધી (અનામત વર્ગોને નિયમ મુજબ છૂટછાટ મળશે).
પસંદગી પ્રક્રિયા: શોર્ટલિસ્ટિંગ/ઓનલાઇન ટેસ્ટ/સાયકોમેટ્રિક ટેસ્ટ વગેરે.
અરજી ફી: સામાન્ય/OBC/EWS ને ૮૫૦ રૂપિયા અને SC/ST/PWD/ESM/DESM અને મહિલાઓને ૧૭૫ રૂપિયા ફી આપવાની રહેશે.
નોંધ: આ પદો કોન્ટ્રાક્ટ બેઝ (કરાર આધારિત) પર ભરવામાં આવી રહ્યા છે.
બેંક ભરતીમાં એપ્લાય કેવી રીતે કરવું?
૧. ફોર્મ ભરવા માટે બેંકની ઓફિશિયલ વેબસાઇટ bankofbaroda.bank.in પર જાઓ.
૨. અહીં Career Section પછી Current Opportunities ટેબ પર ક્લિક કરો.
૩. તમારી સામે બેંકની તમામ ભરતીઓ ખુલી જશે. હવે સંબંધિત ભરતીની લિંક પર ક્લિક કરો.
૪. પહેલા તમારી વેલિડ પર્સનલ ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર દ્વારા રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો.
૫. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી લોગઈન કરો. હવે જે બોક્સમાં જે માહિતી માંગવામાં આવી છે તે ધ્યાનથી ભરો.
૬. ડોક્યુમેન્ટ્સ વાળા સેક્શનમાં પોતાનો લેટેસ્ટ ફોટોગ્રાફ, સહી સ્કેન કરીને અપલોડ કરો.
૭. ભરેલા ફોર્મમાં તમામ વિગતો ચેક કરો અને તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ભરો.
૮. ફોર્મને ફાઈનલ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લો.

