Bank Of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં મેનેજર બનવાની તક, ૮૬ જગ્યાઓ પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

Arati Parmar
5 Min Read

Bank Of Baroda Recruitment: સરકારી બેંકમાં નોકરીનું સપનું સાકાર કરો, ₹૧.૨૦ લાખ સુધીના પગાર સાથે BOB માં મેનેજર લેવલની ભરતી

Bank Of Baroda Recruitment: બેંકમાં સરકારી નોકરી મેળવવાનું આકર્ષણ હંમેશા યુવાનોમાં રહ્યું છે. જ્યારે મેનેજર લેવલની નોકરીની વાત આવે છે, ત્યારે દરજ્જો, પ્રતિષ્ઠા અને સન્માન તેને વધુ આકર્ષક બનાવે છે. આ નોકરી મેળવવાનું સપનું લાખો યુવાનોનું હોય છે, પરંતુ અમુકને જ તેને હકીકતમાં બદલવાની તક મળે છે. બેંક ઓફ બરોડાએ તાજેતરમાં મેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર સહિત વિવિધ જગ્યાઓ પર રેગ્યુલર બેઝ પર ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો બેંક ઓફિસર બનવા માંગે છે, તેઓ આમાં અરજી કરી શકે છે. અરજી કરવાની લિંક પણ ખુલી ગઈ છે.

બેંક ઓફ બરોડાની આ નવી ભરતીમાં સામેલ થવા માટે તમારે ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ bankofbaroda.bank.in પર છેલ્લી તારીખ પહેલા અરજી ફોર્મ પૂર્ણ રીતે ભરવું પડશે. આ ભરતી અંતર્ગત કુલ ૮૬ જગ્યાઓ ભરવામાં આવશે.

- Advertisement -

બેંક ઓફ બરોડા વેકેન્સી ૨૦૨૬: પોસ્ટ મુજબ

પોઝિશનવેકેન્સીગ્રેડ સ્કેલ
મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ૦૪MMG/S-I
સિનિયર મેનેજર-ક્રેડિટ એનાલિસ્ટ૩૮MMG/S-III
ચીફ મેનેજર-ક્રેડિટ એનાલિસ્ટ૦૧SMG/S-IV
સિનિયર મેનેજર- C&IC રિલેશનશિપ૩૬MMG/S-III
ચીફ મેનેજર-C&IC રિલેશનશિપ૦૭SMG/S-IV

સરકારી બેંક મેનેજર બનવા માટે શું ક્વોલિફિકેશન જોઈએ?

બેંક ઓફ બરોડાએ મેનેજર લેવલની અલગ-અલગ પોસ્ટ પર જે જગ્યાઓ બહાર પાડી છે, તેના માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવ એમ ત્રણ મુખ્ય લાયકાતો હોવી જરૂરી છે.

ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન: કોઈ પણ માન્ય કોલેજ કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની સાથે ફાઈનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા જેમ કે એમબીએ ફાઈનાન્સ અથવા CA/CMA/CS/CFA ની ડિગ્રી હોવી જોઈએ.

- Advertisement -

અનુભવ: અનુભવ તમામ જગ્યાઓ માટે અલગ-અલગ માંગવામાં આવ્યો છે. મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટે ૩ વર્ષ, સિનિયર મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટે ૦૬ વર્ષ, ચીફ મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ માટે ૦૮ વર્ષ, સિનિયર મેનેજર રિલેશનશિપ માટે ૦૬ વર્ષ અને ચીફ મેનેજર રિલેશનશિપ માટે ૦૮ વર્ષનો અનુભવ કોઈ પણ પબ્લિક/પ્રાઈવેટ/ફોરેન બેંક/ ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનમાં હોવો જોઈએ.

વય મર્યાદા: અરજદારોની ઉંમર પોસ્ટ મુજબ ઓછામાં ઓછી ૨૫-૩૨ વર્ષ અને વધુમાં વધુ ૩૦-૪૨ વર્ષ સુધી હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

- Advertisement -

BOB મેનેજર ભરતી ૨૦૨૬: છેલ્લી તારીખ

બેંક: બેંક ઓફ બરોડા

પદ: મેનેજર લેવલ પોસ્ટ

પોસ્ટ: રેગ્યુલર

અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૬ જુલાઈ ૨૦૨૬

સત્તાવાર વેબસાઈટ: bankofbaroda.bank.in

પદોની સંખ્યા: ૮૬

વય મર્યાદા: ૨૫ થી ૪૨ વર્ષ સુધી (પોસ્ટ મુજબ)

પસંદગી પ્રક્રિયા: શોર્ટલિસ્ટિંગ, ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, ઈન્ટરવ્યુ

બેંક મેનેજરનો પગાર કેટલો હોય છે?

આ તમામ જગ્યાઓનો પગાર પોસ્ટના ગ્રેડ મુજબ હશે. MMG/S – II (મેનેજર) ને પગાર ₹૬૪૮૨૦ થી ₹૯૩૯૬૦ સુધી મળશે. આ સિવાય MMG/S-III (સિનિયર મેનેજર) ને ₹૮૫૯૨૦ – ₹૧૦૫૨૮૦ માસિક પગાર મળશે. તેમજ SMG/S-IV (ચીફ મેનેજર) નો પગાર ₹૧૦૨૩૦૦ થી ₹૧૨૦૯૪૦ સુધી હશે. બેઝિક પે સિવાય ઉમેદવારોને બેંકિંગ સેક્ટરના નિયમો મુજબ મોંઘવારી ભથ્થું, એચઆરએ અને અન્ય ભથ્થા પણ આપવામાં આવશે.

બેંક ઓફ બરોડા ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરી શકે છે.

સૌ પ્રથમ બેંકની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.bank.in પર જાઓ.

હોમપેજ પર કરિયર સેક્શનમાં તમારે ‘Current Opportunities’ કોલમમાં જવું પડશે.

હવે સંબંધિત ભરતીમાં ‘Apply Online’ ની લિંક પર ક્લિક કરો.

હવે પોઝિશન સિલેક્ટ કરો. હવે જો તમે આ વેબસાઈટ પર નવા છો, તો પહેલા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ માટે તમારી પાસે પાયાની વિગતો માંગવામાં આવશે.

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરો. હવે તમારું નામ, વય મર્યાદા, જન્મતારીખ, કેટેગરી, માતા-પિતાનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત જેવી તમામ જાણકારીઓ ધ્યાનથી ભરતા જાઓ. સ્પેલિંગનું ખાસ ધ્યાન રાખશો.

તમામ જાણકારીઓ ભર્યા પછી ડોક્યુમેન્ટ્સ અપલોડનો કોલમ આવશે. જેમાં ફોટો, હસ્તાક્ષર અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો.

તમારી કેટેગરી મુજબ અરજી ફી ભરો અને ફોર્મને અંતિમ રીતે સબમિટ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લો.

અરજી ફી કેટલી લાગશે?

જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી ઉમેદવારોને ૮૫૦ રૂપિયા ફોર્મ ફી ઓનલાઈન જમા કરવાની રહેશે. તેમજ એસસી/એસટી/પીડબલ્યુબીડી/ઈએસએમ/ડીઈએસએમ અને મહિલા ઉમેદવારો માટે આ શુલ્ક ૧૭૫ રૂપિયા છે. ફોર્મમાં તમામ વિગતો ધ્યાનથી ભરો અને છેલ્લી તારીખ પહેલા ફી પણ જમા કરો તો જ અરજી પૂર્ણ રીતે સફળ માનવામાં આવશે.

આ પણ વાંચો: York University Scholarships: વિદેશમાં ભણવાનું સપનું પૂરું કરો, કેનેડાની યોર્ક યુનિવર્સિટીની ખાસ સ્કોલરશિપ વિશે જાણો તમામ માહિતી – Newz Cafe

Share This Article