Study in Singapore: કેનેડા-અમેરિકા નહીં, હવે ભારતીયો માટે નવું આકર્ષણ સિંગાપોર! ઓછા ખર્ચે આંતરરાષ્ટ્રીય ડિગ્રી અને ₹૨.૮૬ લાખ સુધીનો માસિક પગાર

Arati Parmar
3 Min Read

Study in Singapore: ભારતથી આશરે 6000 કિલોમીટર દૂર આવેલો નાનો પરંતુ અત્યંત વિકસિત દેશ સિંગાપોર, હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું નવું આકર્ષણ બની રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય વસે છે અને આ દેશને વિશ્વના આધુનિક દેશોમાં સ્થાન પ્રાપ્ત છે. અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા પશ્ચિમી દેશોની તુલનામાં સિંગાપોરમાં અભ્યાસ કરવો વધુ લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે અહીં ઓછા ખર્ચે ગુણવત્તાસભર શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય ડિગ્રી મેળવી શકાય છે.

સિંગાપોરમાં હાલમાં 8000થી વધુ ભારતીય વિદ્યાર્થી ડિગ્રી હાંસલ કરી રહ્યા છે, છતાં ઘણાં વિદ્યાર્થીઓને અહીં અભ્યાસના સાચા ફાયદા વિશે ખબર નથી. નાનયાંગ ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (NTU), નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર (NUS) અને સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટી (SMU) વિશ્વની ટોચની યુનિવર્સિટીમાં સમાવેશ થાય છે. અહીંનું મોટું આકર્ષણ એ છે કે સિંગાપોરમાં વિદ્યાર્થીઓને વિવિધ સ્કોલરશિપ મળે છે, જે અભ્યાસનો ખર્ચ ઘણો ઓછો કરી દે છે.

- Advertisement -

બૅચલર્સ અભ્યાસના ફાયદા:

12મા બાદ જો તમે અહીં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી માટે આવો છો, તો ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને સ્કોલરશિપ બંનેનો લાભ મળે છે. NTUમાં ASEAN Undergraduate Scholarship મળે છે, જેના દ્વારા ટ્યુશન ફી સંપૂર્ણપણે માફ થઈ જાય છે અને દર વર્ષે આશરે 4 લાખ રૂપિયાનો એલાઉન્સ પણ આપવામાં આવે છે. NUSમાં Science and Technology Undergraduate Scholarship મળે છે, જેમાં ફી માફ થવાની સાથે રહેવા માટેનું ભથ્થું પણ મળે છે.

- Advertisement -

SMUમાં Lee Kong Chian Scholarship Programme અંતર્ગત ટ્યુશન ફી માફ થાય છે અને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. આવા સ્કોલર્સને આંતરરાષ્ટ્રીય વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશ અભ્યાસ માટે મોકલવામાં આવે છે. સિંગાપોરમાં બૅચલર્સ પૂર્ણ કર્યા બાદ ફાઇનાન્સ, હેલ્થકેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઝડપથી રોજગારની તકો મળે છે. અહીંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની શરૂઆતનો સરેરાશ પગાર લગભગ 2.86 લાખ રૂપિયા પ્રતિ મહિનો હોય છે અને 95 ટકા વિદ્યાર્થીઓને 6 મહિનામાં નોકરી મળી જાય છે.

માસ્ટર અભ્યાસના ફાયદા:

- Advertisement -

સિંગાપોર હવે પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ માટે પણ લોકપ્રિય બની રહ્યો છે, કારણ કે અહીં રિસર્ચ અને ઇન્ડસ્ટ્રી બંનેનો મજબૂત આધાર છે. NTUમાં Nanyang President Graduate Scholarship (NPGS) અંતર્ગત ટ્યુશન ફી માફ થાય છે અને દર મહિને સ્ટાઇપેન્ડ મળે છે. NUSમાં પણ Research Scholarship આપવામાં આવે છે, જેમાં ફી સંપૂર્ણ માફ થાય છે અને માસિક લાખો રૂપિયાનુ સ્ટાઇપેન્ડ મળે છે. અહીં એન્જિનિયરિંગ અને કમ્પ્યુટિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને વર્ષનું સરેરાશ પેકેજ 38 થી 48 લાખ રૂપિયા સુધી મળે છે.

Share This Article