Bank of Baroda Recruitment 2026: બેંક ઓફ બરોડામાં નોકરીની તક, ગ્રુપ હેડથી સિનિયર રિલેશનશિપ મેનેજર સુધીની 837 જગ્યાઓ માટે અરજી કરો

Arati Parmar
5 Min Read
Bank of Baroda Recruitment 2026

Bank of Baroda Recruitment 2026: 837 જગ્યાઓ માટે અરજીની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે 7 ડિસેમ્બર સુધી મળશે તક

Bank of Baroda Recruitment 2026: જો તમારું બેંકમાં ઓફિસર બનવાનું સપનું છે અને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસની ભરતી માટે અરજી કરી નથી, તો તમારા હાથમાંથી એક મોટી તક જતી રહી છે. બેંક ઑફ બરોડાએ ગ્રુપ હેડ, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, હેડ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ મેનેજર અને સિનિયર રિલેશનશિપ મેનેજર જેવા પદો પર 800થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી હતી. જોકે, જે ઉમેદવારો આ તારીખ સુધી અરજી કરી શક્યા નથી, તેમણે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે બેંક દ્વારા તેમને અરજી પ્રક્રિયામાં સામેલ થવાની વધુ એક તક આપવામાં આવી છે. અરજીપત્રક ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.

- Advertisement -

બેંક ઑફ બરોડા ભરતી 2026ની નવી છેલ્લી તારીખ

વિગતોમાહિતી
બેંકબેંક ઑફ બરોડા
પદગ્રુપ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ II, હેડ ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, ટેરિટરી હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ મેનેજર આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, સિનિયર રિલેશનશિપ મેનેજર ડેપ્યુટી મેનેજર
જગ્યાઓ837
જાહેરાત ક્રમાંકBOB/HRM/REC/ADVT/2026/20
અરજી શરૂ થવાની તારીખ4 નવેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ (વધાર્યા બાદ)7 ડિસેમ્બર 2026
પસંદગી પ્રક્રિયાશૉર્ટલિસ્ટિંગ, લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ

BOBમાં પદ પ્રમાણે જગ્યાઓ અને લાયકાત

પદજગ્યાઓલાયકાત
ગ્રુપ હેડ: આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ II08કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. મેનેજમેન્ટમાં 2 વર્ષનો ફુલ ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ. MBA (ફાઇનાન્સ/માર્કેટિંગ/બેન્કિંગ) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. NISM V A, NISM V D, IRDA IC38, NISM XII અને NISM સીરિઝ XXI-A સર્ટિફિકેટ હોવું જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 12 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
હેડ ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ II01કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. NISM V A/NISM V D/NISM XII/NISM સીરિઝ XX-IA સર્ટિફિકેટ અને 10 વર્ષનો કાર્યઅનુભવ પણ હોવો જોઈએ.
ટેરિટરી હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ-I35કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો ફુલ ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા મેનેજમેન્ટમાં ડિપ્લોમા અથવા MBA (ફાઇનાન્સ/માર્કેટિંગ/બેન્કિંગ) ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. NISM V A, NISM V D, IRDA IC38, NISM XIII અને NISM સીરિઝ XXI સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને પણ પ્રાથમિકતા મળશે. આ ઉમેદવારો પાસે 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ મેનેજર: આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ I02ગ્રેજ્યુએશન સાથે NISM V A/NISM V D/NISM XII/NISM સીરિઝ XXI-Aમાંથી કોઈ એક સર્ટિફિકેટ હોવું જોઈએ. આ ઉપરાંત ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.
સિનિયર રિલેશનશિપ મેનેજર: ડેપ્યુટી મેનેજર791ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે NISM V A/NISM V D અને IRDA IC38માંથી કોઈ એક સર્ટિફિકેટ હોવું જોઈએ. ડિગ્રી મેળવ્યા બાદનો 3 વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
કુલ837

પસંદગી કેવી રીતે થશે?

  • બેંક ઑફ બરોડાની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી વિવિધ તબક્કાઓ દ્વારા કરવામાં આવશે.
  • સૌપ્રથમ ભરતી માટે મળેલાં તમામ અરજીપત્રકોમાંથી લાયકાતના આધારે યોગ્ય ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કરવામાં આવશે.
  • ત્યાર બાદના તબક્કામાં ઑનલાઇન ટેસ્ટ, સાઇકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય કોઈ પરીક્ષા પણ યોજવામાં આવી શકે છે.
  • બેંક આ અંગેની માહિતી સમયાંતરે આપશે.
  • ઉમેદવારોએ તમામ તબક્કાઓ માટે તૈયાર રહેવું જોઈએ.

અરજી ફી કેટલી ચૂકવવી પડશે?

આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ ઑનલાઇન અરજી ફી પણ જમા કરાવવી પડશે. જનરલ, EWS અને OBC ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે ₹850 અરજી ફી ચૂકવવી પડશે. SC/ST/PWBD/ESM/DESM અને મહિલા ઉમેદવારો માટે ₹175 ફી નક્કી કરવામાં આવી છે. અરજી ફીનું ચુકવણું ઑનલાઇન કરી શકાશે.

અરજી કેવી રીતે કરવી?

  • બેંક ઑફ બરોડાની આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારો નીચે જણાવેલાં પગલાં અનુસરી શકે છે.
  • સૌપ્રથમ બેંક ઑફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.bank.in પર જાઓ.
  • જો તમે પહેલી વાર અરજીપત્રક ભરી રહ્યા હો, તો પહેલાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
  • આ માટે તમારી મૂળભૂત વિગતો ધ્યાનપૂર્વક ભરો. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની વિગતો મળશે.
  • ત્યાર બાદ વેબસાઇટ પર લૉગિન કરો. હવે તમારું નામ, કેટેગરી, ઉંમર, પગાર જેવી મૂળભૂત વિગતો ભરો.
  • શૈક્ષણિક લાયકાતના વિભાગમાં તમારી ડિગ્રી અને અનુભવના વિભાગમાં તમે જ્યાં-જ્યાં કામ કર્યું હોય તેની વિગતો પણ આપો.
  • ત્યાર બાદ સંબંધિત દસ્તાવેજો યોગ્ય સાઇઝમાં સ્કૅન કરીને અપલોડ કરો.
  • કેટેગરી પ્રમાણે અરજી ફી ઑનલાઇન ભરો અને અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લો.

આ ભરતીમાં અરજીપત્રક ભરવાની આ છેલ્લી તક છે. કારણ કે આ પછી છેલ્લી તારીખ લંબાવવાની કોઈ શક્યતા નથી. તેથી અરજી કરવાની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ ઝડપથી અરજી કરી લો.

- Advertisement -
Share This Article