AI Skills for Commerce Students: જો તમે B.Com કરી રહ્યા છો અથવા ફાઇનાન્સ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યા છો, તો ફક્ત અકાઉન્ટિંગ અને પરંપરાગત ફાઇનાન્સના કોર્સ પૂરતા નથી. 2025માં ફાઇનાન્સ સેક્ટર સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. બેંકિંગ, ઈન્વેસ્ટમેન્ટ અને ડિજિટલ પેમેન્ટ્સમાં હવે AIની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે ટેક્નોલોજી અને AIનું જ્ઞાન દરેક કોમર્સ સ્ટૂડન્ટ માટે જરૂરી બની ગયું છે. નિર્ણય લેવાનો અને ક્રિએટિવિટી તો તમારા હાથમાં જ રહેશે, પણ કામ ઝડપથી, સરળતાથી અને વધુ સચોટ રીતે થશે.
જો તમે આ સ્કિલ્સ સાથે Certified FinTech Professional, AI in Finance, Google Data Analytics અથવા Blockchain Certification જેવા કોર્સ કરો, તો કંપનીઓમાં તમારી વેલ્યૂ વધે છે. પરંતુ સૌથી પહેલા AIના બેઝિક્સ શીખવા જરૂરી છે.
કોમર્સ સેક્ટરમાં AI કેવી રીતે મદદ કરે છે?
- AI Automation – રોજબરોજના રીપીટીટીવ ટાસ્ક (ડેટા એન્ટ્રી, કેલ્ક્યુલેશન) ઓટોમેટ કરે છે.
- AI Data Analytics – ફાઇનાન્સિયલ ડેટાને પ્રોસેસ કરીને માર્કેટ ટ્રેન્ડ્સ સમજવામાં મદદ કરે છે.
- AI Insights – થોડા સમયમાં જ રિપોર્ટ અને ફોરકાસ્ટ આપીને એક્શન પ્લાન બનાવવા સહાય કરે છે.
AI સ્કિલ્સ સાથે કોમર્સ સેક્ટરમાં સેલેરી ટ્રેન્ડ
- ફિનટેક એનાલિસ્ટ: ₹6–12 લાખ પ્રતિ વર્ષ
- AI ડ્રિવન ફાઇનાન્સિયલ એનાલિસ્ટ: ₹8–15 LPA
- બ્લોકચેન કન્સલ્ટન્ટ: ₹10–18 લાખ પ્રતિ વર્ષ
- ડિજિટલ બેંકિંગ મેનેજર: ₹8–20 LPA
- રિસ્ક અને કંપ્લાયન્સ મેનેજર: ₹10–22 લાખ પ્રતિ વર્ષ
(નોંધ: આ સરેરાશ આંકડા છે, કંપની અને જૉબ રોલ અનુસાર બદલાઈ શકે છે.)
કોમર્સ સ્ટૂડન્ટ્સ માટે જરૂરી 10 AI અને ટેક સ્કિલ્સ
- ડિજિટલ પેમેન્ટ્સ અને ઇ-વૉલેટ્સ – UPI, Paytm, Google Pay, Stripe જેવા પ્લેટફોર્મ્સનો અભ્યાસ.
- બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી – Bitcoin, Ethereum, NFT, DeFiના બેઝિક્સ સમજવા.
- AI આધારિત ઈન્વેસ્ટમેન્ટ ટૂલ્સ – જેમ કે Zerodha Smart Invest.
- InsurTech અને RegTech – ઈન્સ્યોરન્સ અને રેગ્યુલેટરી કંપ્લાયન્સમાં ટેક્નોલોજીનો ઉપયોગ.
- સ્ટોક માર્કેટ અને એલ્ગોરિદમિક ટ્રેડિંગ – AI આધારિત ટ્રેડિંગ અને એનાલિટિક્સ.
- ફાઇનાન્સિયલ અને બિઝનેસ એનાલિટિક્સ – Excel, Power BI, Tableau દ્વારા ડેટા એનાલિસિસ.
- કોડિંગ અને ઓટોમેશન – Python, R, SQL, VBA જેવી સ્કિલ્સ શીખવી.
- AI અને મશીન લર્નિંગ – ક્રેડિટ સ્કોરિંગ, ફ્રોડ ડિટેક્શન, ઓટોમેટેડ ટ્રેડિંગમાં ઉપયોગી.
- સાઇબર સિક્યુરિટી અને રિસ્ક મેનેજમેન્ટ – ડેટા પ્રાઇવસી, બ્લોકચેન સિક્યુરિટી, ફ્રોડ રોકથામ.
- બિઝનેસ સ્ટ્રેટજી અને ફાઇનાન્સિયલ ડિસીજન મેકિંગ – ઈન્વેસ્ટમેન્ટ અને કોર્પોરેટ નિર્ણયોમાં ડેટા એનાલિટિક્સનો ઉપયોગ.
મોટાં ભાગે, આજના સમયમાં કોમર્સ વિદ્યાર્થીઓ માટે AI અને FinTech સ્કિલ્સ શીખવી એ વૈકલ્પિક નહીં પરંતુ કેરિયરની જરૂરીયાત બની ગઈ છે. આથી તમે માત્ર હાઈ-પેંગ જૉબ્સ મેળવી શકશો નહીં, પણ ડિજિટલ ફાઇનાન્સની દુનિયામાં હંમેશાં એક કદમ આગળ રહી શકશો.

