NIELIT Recruitment 2026: IT અને ફાઇનાન્સના નિષ્ણાતો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, જાણો કેવી રીતે કરશો અરજી

Arati Parmar
4 Min Read

NIELIT Recruitment 2026: કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર તમને ભારત સરકાર સાથે કામ કરવાની શાનદાર તક મળી રહી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (NIELIT) એ પ્રોજેક્ટ એન્જિનિયર (IT) અને રિસોર્સ પર્સનની પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. જે ઉમેદવારો લાયક છે, તેઓ ફટાફટ ઓફિશિયલ વેબસાઇટ www.nielit.gov.in પર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લે. છેલ્લી તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે.

NIELIT ભારત સરકારના સૂચના અને પ્રોદ્યોગિકી મંત્રાલય હેઠળ કાર્ય કરતું મુખ્ય સંસ્થાન છે. જે મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ, સૂચના પ્રોદ્યોગિકી, સાયબર સુરક્ષા, હાર્ડવેર ડિજિટલ સ્કિલ્સ અને તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. આ સંસ્થાને IT માં પ્રોજેક્ટ એન્જિનિયર અને ફાઇનાન્સમાં રિસોર્સ પર્સનની પોસ્ટ માટે લાયક ઉમેદવારો જોઈએ છે. બંને પોસ્ટને મળીને કુલ 03 વેકેન્સી છે. ફ્રેશર્સ માટે પણ આ ભરતી એક ઉત્તમ તક બની શકે છે કારણ કે પ્રોજેક્ટ એન્જિનિયરની વેકેન્સી માટે કોઈ અનુભવની જરૂર નથી.

- Advertisement -

9 જુલાઈ છે છેલ્લી તારીખ

- Advertisement -

NIELIT વેકેન્સી માટે યોગ્યતા

પ્રોજેક્ટ એન્જિનિયરિંગ (IT): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી BE/B.Tech ની ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ / કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ / ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડિગ્રી અથવા DOEACC B-લેવલ સર્ટિફિકેટ મેળવ્યું હોય. M.Tech વાળા પણ એપ્લાય કરી શકે છે, તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે ઉમેદવારને VLSI, IoT એમ્બેડેડ સિસ્ટમ, IT ટેકનોલોજીનું નોલેજ હોવું જોઈએ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમ કે C, C++ અને પાયથોન વગેરે અને પોસ્ટ સાથે જોડાયેલી અન્ય બાબતોની જાણકારી પણ હોવી જોઈએ.

- Advertisement -

રિસોર્સ પર્સન (ફાઇનાન્સ): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી B.Com/M.Com ની ડિગ્રી સાથે ટેલી (Tally), ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સેશનનું સારું નોલેજ ધરાવતા હોય. ઉમેદવાર પાસે પોસ્ટ ક્વોલિફિકેશન ફાઇનાન્સ અને એકાઉન્ટ્સના ક્ષેત્રમાં 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

ઉંમર મર્યાદા: અરજદારોની ઉંમર 32 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

NIELIT વેકેન્સી 2026: મહત્વની વિગતો

ભરતી સંસ્થાન: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (NIELIT)

પોસ્ટ: પ્રોજેક્ટ એન્જિનિયર (IT) અને રિસોર્સ પર્સન (ફાઇનાન્સ)

પદોની સંખ્યા: 03

ઓફિશિયલ વેબસાઇટ: www.nielit.gov.in

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 9 જુલાઈ 2026

એજ લિમિટ: મહત્તમ 32 વર્ષ

ભરતીની રીત: ઓફલાઇન ઇન્ટરવ્યુ આયોજિત કરવામાં આવશે.

સેલરી: ₹25000/- રૂપિયા સુધી

લોકેશન: હૈદરાબાદ

ઇન્ટરવ્યુની તારીખ: 10 અને 11 જુલાઈ 2026

પસંદગી કેવી રીતે થશે?

ભરતીના અધિકૃત નોટિફિકેશન મુજબ, રિક્રૂટમેન્ટ માટે લાયક ઉમેદવારોની પસંદગી ઓફલાઇન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. જે ઉમેદવારો ફોર્મ એપ્લાય કરશે તેમને 10 અને 11 જુલાઈના રોજ ઇન્ટરવ્યુમાં સામેલ થવું પડશે. તેનું લોકેશન ‘1st ફ્લોર, અશોક રઘુપતિ ચેમ્બર્સ, 1-10-46/3/22, બેગમપેટ રોડ, ઓપોઝિટ, પ્રકાશ નગર મેટ્રો સ્ટેશન, ચિકોટી, ગાર્ડન, બેગમપેટ, હૈદરાબાદ, તેલંગાણા-500016’ છે. ઇન્ટરવ્યુમાં જે ઉમેદવાર સિલેક્ટ થશે તેમની જોબ પોસ્ટિંગ કરવામાં આવશે.

અપ્લાય કેવી રીતે કરવું?

આ ભરતીમાં જે પણ ઉમેદવાર ફોર્મ અપ્લાય કરવા માંગતા હોય, તેમણે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ www.nielit.gov.in પર જવું પડશે.

અહીં હોમપેજ પર Recruitment સેક્શનમાં જાઓ.

તમને સંબંધિત ભરતીની માહિતી મળશે. તેની નીચે જ Window Advertisement, Recruitment Notice અને Apply Now ની લિંક મળશે. તેના પર ક્લિક કરો.

સ્ક્રીન પર ગૂગલ ફોર્મની લિંક ખુલી જશે. જેમાં તમારે તમારું ફૂલ નેમ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, જેન્ડર, કેટેગરી, પોસ્ટ એપ્લાઇડ, અનુભવની માહિતી લખીને રિઝ્યુમ અપલોડ કરવું પડશે.

રિઝ્યુમની સાઈઝ 10MB થી વધુ હોવી જોઈએ નહીં.

સૌથી છેલ્લે તમામ ડિટેલ્સ ચેક કર્યા પછી Submit બટન પર ક્લિક કરો.

તમારું ફોર્મ ઓનલાઇન જમા થઈ જશે.

જો ઉમેદવારોને આ ભરતી સાથે જોડાયેલી અન્ય કોઈ પણ ડિટેલ્સ જાણવી હોય, તો તેઓ અધિકૃત વેબસાઇટ વિઝિટ કરી શકે છે. આ સિવાય ઉમેદવાર [email protected] પર મેઇલ અને 9010404022 પર સંપર્ક કરી શકે છે.

Share This Article