AISHE Report: ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર વધ્યો વિદેશી વિદ્યાર્થીઓનો વિશ્વાસ, AISHE રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Arati Parmar
2 Min Read

AISHE Report: ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. એક વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૯ હજારથી વધારેનો વધારો થયો છે અને અત્યારે ૧૭૩ દેશોના ૫૮,૧૩૪ વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે.

સૌથી વધુ નેપાળના વિદ્યાર્થીઓ

- Advertisement -

શિક્ષણ મંત્રાલયના ‘ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન’ (AISHE) ની પાછલી બે રિપોર્ટ જોઈએ તો નેપાળના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. જોકે ૨ થી વધારે ટકાના ઘટાડા છતાં ભારતમાં નેપાળના વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે ૨૪.૧ ટકા છે. ૫૮ હજાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી ૭૩.૬ ટકાએ અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ લીધો છે અને ૧૬.૮ ટકા વિદ્યાર્થીઓ PG કોર્સ કરી રહ્યા છે.

સૌથી વધુ કયા-કયા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ?

- Advertisement -

૨૦૨૨-૨૩ માં ભારતમાં નેપાળના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬.૬ ટકા (૧૨,૯૬૯) હતી, જે હવે ઘટીને ૨૪.૧ રહી ગઈ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ટકાના વધારા સાથે ૭ ટકા થઈ ગઈ છે. અમેરિકાથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫.૮ થી વધીને ૫.૯ ટકા થઈ ગઈ છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ૫.૬ થી વધીને ૫.૯ ટકા થઈ ગઈ છે. નાઈજીરીયાથી ૫.૫ ટકા, ભૂટાનથી ૨.૭, સુદાનથી ૨.૨, ઓમાનથી ૧.૭ ટકા વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે. ૩.૮ ટકા વિદેશી વિદ્યાર્થીઓ PhD કોર્સ કરી રહ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ વધારવા માટે કેટલીક છૂટછાટો પણ આપવામાં આવે છે.

- Advertisement -

સૌથી વધુ કોલેજ UP માં

દેશમાં ૧,૨૮૯ યુનિવર્સિટીઓ અને ૪૮,૨૪૬ કોલેજો છે. સૌથી વધુ ૮,૬૨૫ કોલેજ UP માં છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૫,૩૮૦, કર્ણાટકમાં ૪,૫૨૯, રાજસ્થાનમાં ૪,૩૪૪, તમિલનાડુમાં ૨,૯૮૩, આંધ્ર પ્રદેશમાં ૨,૫૮૭, ગુજરાતમાં ૨,૫૨૧, તેલંગાણામાં ૨,૧૬૦, પશ્ચિમ બંગાળમાં ૧,૫૮૮ કોલેજ છે. જિલ્લાઓને જોઈએ તો બેંગલુરુ અર્બનમાં સૌથી વધુ ૧,૧૪૮ કોલેજ છે. જયપુરમાં ૭૪૨, પુણેમાં ૫૧૭, હૈદરાબાદમાં ૪૬૫, પ્રયાગરાજમાં ૪૦૮, સીકરમાં ૩૫૯, ગાઝીપુરમાં ૩૫૮, નાગપુરમાં ૩૫૪, ભોપાલમાં ૩૨૭ કોલેજ છે.

Share This Article