કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુતમ વેતન દરમાં વધારો કર્યો

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 26 : તહેવારો પહેલાં સરકારે શ્રમિકો અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે લઘુતમ વેતન દર વધારવાનું એલાન કર્યું છે. સરકારે મોંઘવારીનાં કારણે રોજિંદા જીવનમાં વધી રહેલા ખર્ચને ધ્યાને લઈને આ એલાન કર્યું છે.

salary money rupee payment

- Advertisement -

સરકાર દ્વારા સંશોધિત કરવામાં આવેલાં નવા લઘુતમ વેતન દર 1 ઓક્ટોબર, 2024થી લાગુ થઈ જશે. લઘુતમ વેતન દરમાં વધારો થવાથી શ્રમિકોની ખરીદશક્તિમાં વધારો થવાની અને મોંઘવારીનાં દબાણમાં થોડી રાહત મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. મળતી વિગત પ્રમાણે સરકારે વીડીએ (વેરિયેબલ ડિઅરનેસ એલાઉન્સ)માં સંશોધન કરીને લઘુતમ વેતન દરમાં વૃદ્ધિ કરવાની ઘોષણા કરી છે. આ પગલાંનો હેતુ શ્રમિકોને વધી રહેલી મોંઘવારીનો સામનો કરવા મદદ કરવાનો છે.

કેન્દ્રીય ક્ષેત્રનાં પ્રતિષ્ઠાનમાં ભવન નિર્માણ, લોડિંગ અને અનલોડિંગ, દેખરેખનું કામ, વોર્ડ -સાફસફાઈ, ઘરકામ, ખનન અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને સંશોધિત વેતન દરથી લાભ મળશે. નવો વેતન દર 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. આ અગાઉ એપ્રિલ 2024માં દરમાં સંશોધન કરવામાં આવ્યું હતું. લઘુતમ વેતન દરને કૌશલ્ય સ્તર અકુશળ, અર્ધ કુશળ, કુશળ અને ઉચ્ચ કુશળ સાથેસાથે ભૌગોલિક ક્ષેત્ર – એ, બી અને સીના આધારે વર્ગિકૃત કરવામાં આવ્યો છે, જેમાં એ ક્ષેત્રમાં નિર્માણ, સફાઈ, લોડિંગ અને અનલોડિંગમાં કાર્યરત અકુશળ શ્રમિકો માટે લઘુતમ વેતન દર 783 રૂપિયા પ્રતિદિવસ (20,358 રૂપિયા પ્રતિ મહિના), અર્ધકુશળ માટે 868 રૂપિયા પ્રતિદિવસ (22,568 રૂપિયા પ્રતિ મહિના), કુશળ, લિપિક અને શત્ર રહિત ચોકીદાર માટે 954 રૂપિયા પ્રતિદિવસ (24,804 રૂપિયા પ્રતિ મહિના) તથા ઉચ્ચ કુશળ અને શત્ર સહિત ચોકીદાર માટે 1035 રૂપિયા પ્રતિદિવસ (26,910 રૂપિયા પ્રતિ મહિના) રહેશે.

- Advertisement -
Share This Article