ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવક પોતાની નવપરિણીત દુલ્હનનો રંગ જોઈને ગુસ્સે થઈ ગયો અને કોર્ટમાં ગયો. આ સમગ્ર મામલો સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. યુવતીનો ગોરો રંગ જોઈને યુવક પહેલા લગ્ન માટે રાજી થયો અને જ્યારે લગ્ન થયા ત્યારે યુવતીનો અસલી રંગ જોઈને તે ગુસ્સે થઈ ગયો.
લગ્નની રાત્રિ દરમિયાન યુવકે દુલ્હનનો પડદો ઊંચકતા જ તેના હોશ ઉડી ગયા હતા. આ મામલે યુવક હવે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર પહોંચ્યો છે. લગ્ન બાદ યુવકે તેની પત્નીના રંગને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો અને તેને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી હતી. યુવકે આરોપ લગાવ્યો છે કે લગ્ન પહેલા યુવતીને ગોરી બનાવવામાં આવી હતી અને તેનો અસલી રંગ કાળો હતો. યુવક છેતરાયાનો અહેસાસ કરી રહ્યો છે.

યુવક તેની પત્ની સાથે તેના રંગને લઈને સતત લડતો રહે છે અને તેને પોતાની સાથે રાખવા તૈયાર નથી. મીડિયા રિપોર્ટ અનુસાર ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલરે જણાવ્યું કે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને યુવકને સમજાવવામાં આવ્યો. જો કે આ કેસની સુનાવણી માટે આગામી તારીખ પણ આપવામાં આવી છે. કાઉન્સેલરે જણાવ્યું કે પતિનું કહેવું છે કે તેને લગ્ન પછી છોકરીના અસલી રંગની ખબર પડી. જો તેને અગાઉ ખબર હોત તો તે લગ્ન માટે તૈયાર ન થયો હોત. આ બાબતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.

