Canada PR News: કેનેડામાં કામ કરતા લાખો ભારતીયો પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) હાંસલ કરવા માગે છે. 2025 માટે, સરકાર ચાર નવા માર્ગો રજૂ કરી રહી છે, જેના દ્વારા પીઆર પ્રાપ્ત કરી શકાય છે. ઇમિગ્રેશન લેવલ પ્લાન હેઠળ પીઆરના ટાર્ગેટને 4,85,000થી ઘટાડીને 4,65,000 કરવાની યોજના વચ્ચે આ રૂટ્સનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. દરેક માર્ગ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે દેશ જે કામદારોની અછતનો સામનો કરી રહ્યો છે તે પૂર્ણ થઈ શકે.
કેનેડિયન પીઆર માટેના ચાર માર્ગો કયા છે?
કેનેડાએ હાલના દિવસોમાં વિઝાથી માંડીને પીઆર સુધીના નિયમો કડક બનાવ્યા છે, પરંતુ તેને કેટલાક ઉદ્યોગો માટે કામદારોની જરૂર છે. આવી સ્થિતિમાં, સરકાર પર વિદેશી કામદારોને કાયમી રહેઠાણ આપવાનું દબાણ છે. કેનેડામાં પીઆર માટે જે ચાર માર્ગોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે તેમાં ‘એન્હાન્સ્ડ કેરગિવર પાઇલટ પ્રોગ્રામ’, ‘રૂરલ કમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટ’, ‘ફ્રાન્કોફોન કમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટ’ અને ‘મેનિટોબા વેસ્ટ સેન્ટ્રલ ઇમિગ્રેશન ઇનિશિયેટિવ પાઇલટ’ નો સમાવેશ થાય છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.
એન્હાન્સ્ડ કેરગિવર પાઇલટ પ્રોગ્રામ
જૂન 2024 માં શરૂ કરવામાં આવેલા ‘હોમ ચાઇલ્ડકેર પ્રોવાઇડર પાઇલટ’ અને ‘હોમ સપોર્ટ વર્કર પાઇલટ’ હવે એન્હાન્સ્ડ કેરગિવર પાઇલટ પ્રોગ્રામ દ્વારા બદલવામાં આવી રહ્યા છે. આ નવા પીઆર રૂટ દ્વારા કેરગિવર વર્કર્સને દેશમાં આવવાની મંજૂરી આપવામાં આવશે. સંભાળ કર્તા કામદારો સામાન્ય રીતે હોસ્પિટલો અને સંભાળ ઘરોમાં વૃદ્ધ અને બીમાર લોકોની સેવા કરે છે.
રૂરલ કમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટ
આઈઆરસીસી ૨૦૨૫ માં રૂરલ કમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટ શરૂ કરશે. આ કાર્યક્રમ થકી નાના અને પછાત વિસ્તારોમાં કામદારોની અછતને પહોંચી વળાશે. જો કોઇ સ્થાનિક શ્રમ બજારમાં માંગમાં કૌશલ્ય ધરાવે છે અથવા તો કેનેડાના ગ્રામ્ય અને પછાત વિસ્તારમાં લાંબા સમય સુધી રહેવા તૈયાર છે તો સરકાર તેને કાયમી વસવાટ આપવા જઇ રહી છે.
ફ્રાન્કોફોન કમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટ
ફ્રાન્કોફોન કમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલટનો હેતુ ક્વિબેકની બહાર ફ્રેન્ચ તેમજ અંગ્રેજી બોલતા લોકોને પુનઃસ્થાપિત કરવાનો છે. અંગ્રેજી અને ફ્રેન્ચ બંને કેનેડામાં બોલાય છે. આ કાર્યક્રમ એટલા માટે રજૂ કરવામાં આવ્યો છે કે જેથી તે લોકોને ફ્રેન્ચ બોલતા વિસ્તારોમાં સ્થાયી કરી શકાય, જેઓ ત્યાંની અર્થવ્યવસ્થામાં ફાળો આપી શકે. જે લોકો કેટલીક કુશળતાથી ફ્રેન્ચ બોલે છે તેમને આ માર્ગ દ્વારા પીઆર મળશે.
મેનિટોબા વેસ્ટ સેન્ટ્રલ ઇમિગ્રેશન ઇનિશિયેટિવ પાઇલટ
15 નવેમ્બર, 2024 ના રોજ શરૂ કરવામાં આવેલા, મેનિટોબા વેસ્ટ સેન્ટ્રલ ઇમિગ્રેશન ઇનિશિયેટિવ પાઇલટનો હેતુ મનિટોબા વિસ્તારમાં કામદારોની માંગને પહોંચી વળવાનો છે. તાજેતરના એક અભ્યાસ અનુસાર, મેનિટોબાને તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દર વર્ષે 200 થી 300 કુશળ વ્યાવસાયિકોની જરૂર પડે છે. આ કાર્યક્રમનો હેતુ પ્રાંતમાં રહેવા માંગતા લોકોને આકર્ષવાનો છે.

