Canada REDI Program For PR: કેનેડામાં PR મેળવવાની નવી તક, ઓન્ટારિયોના REDI પ્રોગ્રામ હેઠળ વિદેશી કામદારોને મળશે લાભ

Arati Parmar
4 Min Read

કેનેડાના 6 વિસ્તારોમાં સ્કિલ્ડ વર્કર્સને પરમેનન્ટ રેસિડન્સી મેળવવાની તક, ભારતીયો પણ કરી શકશે અરજી

Canada REDI Program For PR: શું તમે કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી (PR) મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતે પોતાની ‘રીજનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ થ્રૂ ઇમિગ્રેશન’ (REDI) પહેલનો નવો તબક્કો શરૂ કર્યો છે. આ અંતર્ગત, સ્કિલ્ડ વિદેશી વર્કર્સને પરમેનન્ટ રેસિડન્સી મેળવવાની વધુ એક તક મળી શકે છે, જો તેઓ ગ્રેટર ટોરન્ટો એરિયા (GTA)ની બહાર પસંદ કરાયેલા વિસ્તારોમાં રહેવા અને કામ કરવા તૈયાર હોય.

ટોરન્ટોની બહાર રહેતા લોકો માટે સારો પ્રોગ્રામ

આ પ્રોગ્રામ 31 ડિસેમ્બર, 2027 સુધી ‘ઓન્ટારિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ’ (OINP) હેઠળ ચાલશે. તેનો હેતુ પ્રાદેશિક કંપનીઓને સ્કિલ્ડ વિદેશી વર્કર્સની ભરતી કરવામાં મદદ કરવાનો છે, જેથી એવી ખાલી જગ્યાઓ ભરી શકાય, જે સ્થાનિક સ્તરે લોકોને નોકરી પર રાખીને ભરી શકાતી નથી. એક ઇમિગ્રેશન લો ફર્મ અનુસાર, આ નવા તબક્કામાં 6 કોમ્યુનિટીને પ્રોવિન્શિયલ નોમિનેશનની તક મળશે. આ કોમ્યુનિટી છે: ગ્રેટર સડબરી, કેનોરા ડિસ્ટ્રિક્ટ, નિપિસિંગ ડિસ્ટ્રિક્ટ, રેની રિવર ડિસ્ટ્રિક્ટ, રેનફ્રૂ કાઉન્ટી અને થન્ડર બે.

- Advertisement -

આ છ કોમ્યુનિટી અને ડિસ્ટ્રિક્ટની પસંદગી સ્કિલ્ડ વિદેશી વર્કર્સની તેમની જરૂરિયાત, નવા લોકોને આકર્ષવાની અને તેમને સહયોગ આપવાની તેમની ક્ષમતાના આધારે કરવામાં આવી છે. પસંદગીની પ્રક્રિયામાં સ્થાનિક સ્તરે વર્કર્સની અછત, કંપનીઓની ભાગીદારી અને ઇમિગ્રન્ટ્સને તેમના નવા સમુદાયોમાં ભળી જવામાં મદદ કરવા માટે ઉપલબ્ધ ‘સેટલમેન્ટ સર્વિસ’ (વસવાટ સંબંધિત સેવાઓ)ને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. આ પહેલ ખાસ કરીને એવા ભારતીય વર્કર્સ માટે ઉપયોગી છે, જેઓ ટોરન્ટો અને તેની આસપાસના શહેરી કેન્દ્રોની બહાર રહેવા તૈયાર છે.

REDI પહેલ હેઠળ કોણ અરજી કરી શકે છે?

  • આ યોજના એવા સ્કિલ્ડ વર્કર્સ માટે છે, જેઓ 6 કોમ્યુનિટીમાંની કોઈ એકમાં રહેવા અને કામ કરવા માંગે છે.
  • સ્કિલ્ડ વર્કર્સે OINPની લાગુ પડતી એલિજિબિલિટી શરતો પૂરી કરવી પડશે. તેમની એલિજિબિલિટી સંબંધિત ઇમિગ્રેશન પાથવે અને તેમની વ્યક્તિગત પરિસ્થિતિઓ પર આધારિત રહેશે.
  • REDI માટે કોઈ અલગ એપ્લિકેશન પ્રક્રિયા નથી. ઉમેદવારોને OINPની નિયમિત પ્રક્રિયા દ્વારા જ ધ્યાનમાં લેવામાં આવે છે, જો તેઓ લાગુ પડતી સ્ટ્રીમની શરતો પૂરી કરતા હોય.
  • ભારતીય અરજદારોએ આગળ વધતાં પહેલાં હાલના પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામના માપદંડો તપાસી લેવા જોઈએ.

પરમેનન્ટ રેસિડન્સી માટેની પ્રક્રિયા કેવી રીતે કામ કરશે?

  • પરમેનન્ટ રેસિડન્સીની આ પ્રક્રિયામાં પ્રોવિન્શિયલ અને ફેડરલ બંને અધિકારીઓ સામેલ હોય છે.
  • ઓન્ટારિયો સૌથી પહેલાં પોતાના પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ હેઠળ લાયક ઉમેદવારોનું મૂલ્યાંકન કરશે.
  • ઓન્ટારિયો તરફથી પ્રોવિન્શિયલ નોમિનેશન મળવાનો અર્થ એ છે કે વર્કરને કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માટે સહયોગ મળશે.
  • ત્યારબાદ ફેડરલ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર પરમેનન્ટ રેસિડન્સી માટે મૂલ્યાંકન કરશે.
  • પ્રોવિન્શિયલ નોમિનેશન મળવાથી પરમેનન્ટ રેસિડન્સીની આપમેળે ગેરંટી મળતી નથી, કારણ કે વર્કર્સે હજુ પણ ઇમિગ્રેશનની શરતો પૂરી કરવી પડે છે.

ભારતીય વર્કર્સે હવે શું કરવું?

આ પહેલ પર વિચાર કરી રહેલા વિદેશી વર્કર્સે સૌથી પહેલાં એ તપાસવું જોઈએ કે શું તેઓ તેમાં સામેલ કોમ્યુનિટીમાંની કોઈ એકમાં સ્થાયી થવા અને કામ કરવા તૈયાર છે. ત્યારબાદ, તેમણે OINPની હાલની શરતો તપાસવી જોઈએ અને પોતાની લાયકાતો તથા પરિસ્થિતિઓને અનુકૂળ હોય તેવી ઇમિગ્રેશન સ્ટ્રીમ ઓળખવી જોઈએ.

- Advertisement -

ઉમેદવારોએ એવું માની લેવું જોઈએ નહીં કે આ યોજના હેઠળ નોકરીની ઓફર, પ્રોવિન્શિયલ નોમિનેશન અથવા પરમેનન્ટ રેસિડન્સી મળવી નિશ્ચિત છે. નોમિનેશનના ફાળવણી અને તેના અમલ સંબંધિત માહિતી માટે તેમણે ઓન્ટારિયો સરકારના સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવી જોઈએ. REDI કાર્યક્રમ વિશેની સત્તાવાર માહિતી ઓન્ટારિયો સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

- Advertisement -
Share This Article