Canada SOWP: કેનેડામાં ફોલ ઇનટેકમાં હજારો ભારતીય સ્ટુડન્ટ્સ અભ્યાસ કરવા પહોંચ્યા છે. તેમાંથી કેટલાક એવા છે, જેઓ પોતાના સ્પાઉઝ એટલે કે પતિ અથવા પત્નીને પણ સાથે લઈને કેનેડા અભ્યાસ કરવા આવ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે કેનેડામાં ફોરેન સ્ટુડન્ટના સ્પાઉઝને પણ જોબ કરવાની મંજૂરી આપવામાં આવે છે. કેનેડા સરકાર સ્ટુડન્ટના સ્પાઉઝને એક ખાસ વર્ક પરમિટ આપે છે, જેને ઓપન વર્ક પરમિટ અથવા સ્પાઉજલ ઓપન વર્ક પરમિટ (SOWP) તરીકે ઓળખવામાં આવે છે.
સારી વાત એ છે કે તેનો લાભ ભારતીય વિદ્યાર્થીઓને પણ મળે છે. જો તમે પણ પોતાના પતિ અથવા પત્નીને સાથે લઈને કેનેડા અભ્યાસ કરવા ગયા છો, તો ઓપન વર્ક પરમિટ માટે અપ્લાય કરી શકો છો. ઘણા લોકોને લાગે છે કે ઓપન વર્ક પરમિટ માટે અપ્લાય કરવાની પ્રોસેસ કન્ફ્યુઝિંગ હોય છે. આજે જાણીશું કે ઓપન વર્ક પરમિટ માટે કોણ અપ્લાય કરી શકે છે, કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને અપ્લાય કરવાની પ્રોસેસ શું છે.
ઓપન વર્ક પરમિટ માટે કોણ અપ્લાય કરી શકે છે?
IRCCના નિયમો અનુસાર, ઓપન વર્ક પરમિટ માટે અપ્લાય કરવાની મંજૂરી ત્યારે જ મળે છે, જ્યારે કોઈ ખાસ કોર્સનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હોય. તેની સાથે વેલિડ સ્ટડી પરમિટ હોવી પણ જરૂરી છે. જો કોઈ સ્ટુડન્ટ નીચે આપેલા કોર્સમાંથી કોઈ એકનો અભ્યાસ કરી રહ્યો હોય, ત્યારે જ તેના સ્પાઉઝને વર્ક પરમિટ મળશે.
- 16 મહિના અથવા તેનાથી વધુ સમયગાળાનો માસ્ટર્સ કોર્સ
- ડોક્ટરલ ડિગ્રી પ્રોગ્રામ
- ડોક્ટર ઓફ ડેન્ટલ સર્જરી (DDS, DMD)
- બેચલર ઓફ લૉ અથવા જ્યુરિસ ડોક્ટર (LLB, JD, BCL)
- ડોક્ટર ઓફ મેડિસિન (MD)
- ડોક્ટર ઓફ ઓપ્ટોમેટ્રી (OD)
- ફાર્મસી (PharmD, BS, BSc, BPharm)
- ડોક્ટર ઓફ વેટરનરી મેડિસિન (DVM)
- બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ (BScN, BSN)
- બેચલર ઓફ નર્સિંગ સાયન્સ (BNSc)
- બેચલર ઓફ નર્સિંગ (BN)
- બેચલર ઓફ એજ્યુકેશન (BEd)
- બેચલર ઓફ એન્જિનિયરિંગ (BEng, BE, BASc)
ઓપન વર્ક પરમિટ માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?
- સ્ટુડન્ટ જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે, ત્યાંનો એડમિશન ઓફર લેટર
- કોલેજનો એનરોલમેન્ટ લેટર
- કોર્સ સાથે સંબંધિત ટ્રાન્સક્રિપ્ટ
- પ્રોવિન્શિયલ અથવા ટેરિટરી લેટર (જો જરૂર પડે)
- DLIનો એડમિશન લેટર, જેનાથી એ જાણી શકાય કે તમને તે કોર્સમાં એડમિશન મળ્યું છે (જો જરૂર પડે)
કઈ રીતે અપ્લાય કરવું?
- ઓપન વર્ક પરમિટ માટે IRCCની વેબસાઇટ પર જઈને ઓનલાઈન જ અપ્લાય કરવું પડશે.
- ઓનલાઈન અપ્લાય કરવા માટે ડોક્યુમેન્ટ્સની ડિજિટલ કોપી બનાવવા માટે સ્કેનર અથવા કેમેરા અને ફી ભરવા માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ જરૂરી રહેશે.
- ઓનલાઈન અપ્લાય કરતા પહેલાં ગાઇડલાઇન્સ જરૂર વાંચવી જોઈએ. તેમાં ફોર્મનો દરેક કોલમ કેવી રીતે ભરવો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.
- ફોર્મ અપલોડ કરતા પહેલાં કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. આ જવાબોના આધારે ડોક્યુમેન્ટ્સની એક ખાસ યાદી (પર્સનલાઇઝ્ડ ચેકલિસ્ટ) તૈયાર કરવામાં આવે છે.
- ઓનલાઈન અરજીમાં કોઈ ટેક્નિકલ સમસ્યાના કારણે, તમારે ઓનલાઈન અપ્લાય કરતી વખતે આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું પડશે.
- તમારે ટૂલમાં સવાલોના સાચા જવાબ આપવા પડશે. આ વાત પર નિર્ભર કરે છે કે તમે કેનેડાની બહારથી અરજી કરી રહ્યા છો કે કેનેડાની અંદરથી.
- અરજીના અંતમાં ફીનું પેમેન્ટ કરવા માટે કહેવામાં આવશે. તેના માટે તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
હવે સવાલ ઉઠે છે કે ઓપન વર્ક પરમિટની વેલિડિટી ક્યાર સુધી હોય છે. સામાન્ય રીતે આ વર્ક પરમિટ ત્યાં સુધી વેલિડ રહે છે, જ્યાં સુધી સ્ટુડન્ટનું સ્ટડી પરમિટ વેલિડ હોય છે. કેટલાક કિસ્સાઓમાં ઓપન વર્ક પરમિટ એક્સટેન્ડ કરાવવાની મંજૂરી પણ મળી જાય છે.

