ONGC Apprentice Recruitment 2025: ONGCમાં 2,623 એપ્રેન્ટિસની ભરતી, અરજીની છેલ્લી તારીખ 6 નવેમ્બર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

ONGC Apprentice Recruitment 2025: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ એપ્રેન્ટિસશીપ ભરતી માટે ઓનલાઈન નોટિફિકેશન બહાર પાડ્યું છે. ONGCમાં એપ્રેન્ટિસ તરીકે તાલીમ લેવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 2,623 એપ્રેન્ટિસની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 6 નવેમ્બર, 2025 સુધી સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

વય મર્યાદા

6 નવેમ્બર, 2025 સુધી એપ્રેન્ટિસશિપની જગ્યાઓ માટે અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ છે. ઉંમરમાં છૂટછાટ પણ ઉપલબ્ધ રહેશે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ, OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે.

શૈક્ષણિક લાયકાત

એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અને 12 પાસ કરેલું હોવું જોઈએ. વધુમાં, ઉમેદવારો પાસે ITI સર્ટીફીકેટ, BE, BCom, BSc, BBA, BTech અને અન્ય જરૂરી લાયકાત હોવી આવશ્યક છે.

સ્ટાઈપેન્ડ

પસંદ કરાયેલા સ્નાતક એપ્રેન્ટિસને માસિક 12,300 રૂપિયા, ત્રણ વર્ષના ડિપ્લોમા ધારકોને 10,900 રૂપિયા, ટ્રેડ એપ્રેન્ટિસ (ધોરણ 10 અને 12) ને 8,200 રૂપિયા, ટ્રેડ એપ્રેન્ટિસ (એક વર્ષના ITI) ને 9,600 રૂપિયા અને ટ્રેડ એપ્રેન્ટિસ (બે વર્ષના ITI) ને 10,560 રૂપિયા મળશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ નહીં હોય. ઉમેદવારોની પસંદગી તેની શૈક્ષણિક લાયકાત અને અગાઉની પરીક્ષાના માર્ક્સના આધારે કરવામાં આવશે. તમારા માર્ક્સ જેટલા સારા હશે, તમારી પસંદગીની શક્યતાઓ એટલી જ વધારે હશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ apprenticeshipindia.gov.in ની મુલાકાત લો.
  • પછી અરજી લિંક પર ક્લિક કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો
  • આગળ, તમારી શૈક્ષણિક લાયકાત અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • છેલ્લે, ફોર્મ સબમિટ કર્યા પછી, તેની પ્રિન્ટ કાઢી લો.
Share This Article