ISRO Recruitment 2025: ISRO SDSC SHAR માં 141 જગ્યાઓ માટે નવી ભરતી: સાયન્ટિસ્ટ, એન્જિનિયર અને ટેકનિકલ પોસ્ટ્સ માટે અરજી અરજી 14 નવેમ્બર સુધી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

ISRO Recruitment 2025: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હેઠળ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR (SDSC SHAR) એ નવી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે. ISROમાં સાયન્ટીસ્ટ, એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટીસ્ટ આસિસ્ટન્ટ અને લાઈબ્રેરી આસિસ્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ ખુલી છે.

સરકારી નોકરીનું સ્વપ્ન જોતા ઉમેદવારો લાયકાત ચેક કર્યા પછી આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 141 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 14 નવેમ્બર, 2025 સુધી આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે BE, BTech, BSc, ME, MTech, MSc અથવા સંબંધિત વિષયમાં અન્ય નિર્ધારિત લાયકાત હોવી આવશ્યક છે. વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોઈ શકે છે.

વય મર્યાદા

અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષ હોવી જોઈએ. મહત્તમ ઉંમર પોસ્ટના આધારે બદલાય છે, મહત્તમ વય મર્યાદા 25, 28, 30 અથવા 35 વર્ષ છે. રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટમળશે. SC અને STના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે, અને OBCના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ મળશે.

અરજી ફી

આ જગ્યાઓ માટે અરજી ફી 750 રૂપિયા છે. જોકે, કેટલાક ઉમેદવારોને સંપૂર્ણ રિફંડ મળશે. મહિલા, SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા આપ્યા પછી સંપૂર્ણ રિફંડ મળશે. અન્ય ઉમેદવારોને 500 રૂપિયાનું રિફંડ મળશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • વેબસાઈટના હોમપેજ પર ‘Apply’ લિંક પર ક્લિક કરો.
  • પછી તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • આ પછી, જરૂરી વિગત ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવ્યા પછી, ફોર્મ સબમિટ કરો.
  • છેલ્લે, ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
Share This Article