Most Beautiful IPS Officer: બ્યૂટી વિથ બ્રેન IPS નવજોત સિમ્મી: કેડર અને કુદરતી સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં

Arati Parmar
By Arati Parmar 2 Min Read
Most Beautiful IPS Officer: દેશમાં એવી ઘણી આઈએએસ અને આઈપીએસ અધિકારી છે, જે પોતાની સુંદરતાના મામલે બોલીવૂડની મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. આવી જ એક બ્યૂટી વિથ બ્રેન આઈપીએસ અધિકારી વિશે તમને જણાવવા જઈ રહ્યાં છીએ, જે ભણતરની સાથે સુંદરતામાં પણ અવ્વલ છે.
અમે જે IPS અધિકારીની વાત કરી રહ્યાં છીએ તેનું નામ નવજોત સિમ્મી છે. જે પોતાની સુંદરતા અને અલગ અંદાજ માટે હંમેશા ચર્ચામાં રહે છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે. IPS નવજોત સિમ્મી પંજાબના ગુરદાસપુરની રહેવાસી છે. તેણે ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કર્યો છે, પરંતુ ડોક્ટર બન્યા પછી તેણે UPSCની તૈયારી કરી. જો કે, 2016માં પોતાના પહેલા પ્રયત્નમાં તેને સફળતા મળી નહીં, પરંતુ બીજા પ્રયત્નમાં તેણે 735મો રેન્ક મેળવ્યો અને આઈપીએસ બની ગઈ.
હૈદરાબાદ સ્થિત નેશનલ પોલીસ એકેડમીમાંથી ટ્રેનિંગ પછી તેની પહેલી પોસ્ટિંગ પટનામાં ડેપ્યૂટી એસપીના રૂપે થઈ હતી. અહીંથી તેની સર્વિસ શરૂ થઈ, જે હવે બેગૂસરાય સુધી પહોંચી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્તમાનમાં નવજોત સિમ્મી બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ 8ની કમાન્ડેટ તરીકે તહેનાત છે.ટ્રેનિંગ દરમિયાન જ નવજોત સિમ્મીની IAS તુષાર સિંગલા સાથે લવ સ્ટોરી શરૂ થઈ અને બંનેએ વર્ષ 2020માં એકબીજા સાથે લગ્ન કરી લીધા. તુષાર પહેલા બંગાળ કેડરમાં હતા, પરંતુ લગ્ન પછી તે બિહાર કેડરમાં આવી ગયા. બંનેને એક દીકરો પણ છે. જેની તસવીરો તે હંમેશા ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે.
જણાવી દઈએ કે, IPS નવજોત સિમ્મી માત્ર પોતાના કામ માટે જ નહીં, પરંતુ પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે. દરેક લોકો તેના ફોટો અને વીડિયોની ખૂબ પસંદ કરે છે.
Share This Article