સામાજિક વિજ્ઞાન પછીના શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પો, જાણી લો!

Arati Parmar
2 Min Read

Career After Social Science Studies:

સિવિલ સર્વંટ  

- Advertisement -

સામાજિક વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌથી સામાન્ય કરિયર વિકલ્પ છે સિવિલ સેવા. તમે કોઇ પણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, સિવિલ સેવાની પરીક્ષા આપીને બ્યુરોક્રેટનો હિસ્સો બની શકો છો.

અર્થશાસ્ત્રી

- Advertisement -

અર્થશાસ્ત્રી સામાન્ય રીતે ઉત્પાદનો અને સેવાઓની માંગ અને પુરવઠા પરના ડેટાની તપાસ કરે છે. તેઓ કર દરો, વ્યવસાય ચક્ર, આર્થિક વિકાસ જેવા ક્ષેત્રોમાં માત્રાત્મક અને ગુણાત્મક સંશોધન કરે છે. જો તમને અર્થશાસ્ત્રમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને રસ હોય તો સામાજિક વિજ્ઞાનના સ્નાતકો માટે તે શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પ છે.

રાજકીય વૈજ્ઞાનિક

- Advertisement -

નામ સૂચવે છે તેમ, પોલિટિકલ સાયન્ટિસ્ટ રાજકીય પ્રવાહો, નીતિઓ, વિચારો અને નીતિઓને સમજવા માટે માત્રાત્મક અને ગુણાત્મક સંશોધનની મદદ લે છે. મોટેભાગે, રાજકીય વૈજ્ઞાનિકો સરકારી વિભાગો, થિંક ટેન્ક, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ બિન-લાભકારી સંસ્થાઓમાં કામ કરે છે.

સંસ્થાકીય મનોવિજ્ઞાની

સામાજિક વિજ્ઞાનના સ્નાતકો માટે સંસ્થાકીય મનોવિજ્ઞાની એ ઉભરતી કારકિર્દી વિકલ્પ છે. તેઓ સંસ્થામાં કાર્યસ્થળે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કામ કરે છે. આ ક્ષેત્રના વિશેષજ્ઞો ઘણીવાર મેનેજમેન્ટ સાથે સહયોગ કરીને કંપનીમાં સ્ટાફની હાયરિંગ અને ટ્રેનીંગનું કાર્ય પણ કરે છે.

રીસર્ચર

ગ્રેજ્યુએશન કરવા બાદ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન અને રિસર્ચ કોર્સ માટે સાઇન અપ કરી પોતાની એકેડેમિક અભ્યાસ ચાલુ રાખી શકે છે. આ ઉપરાંત, સામાજિક વિજ્ઞાન ગ્રેજ્યુએટ્સ સર્વે રીસર્ચર તરીકે પણ પોતાનો કરિયર શરૂ કરી શકે છે. તેઓ ગુણવત્તાવાળા સર્વે બનાવવામાં અને પરિણામો માંથી માહિતીનું વિશ્લેષણ કરવામાં નિષ્ણાત હોય છે.

શહેરી અને પ્રાદેશિક આયોજક

સામાજિક વિજ્ઞાનના સ્નાતકો શહેરી અને પ્રાદેશિક આયોજકો તરીકે પણ તેમની કારકિર્દી બનાવી શકે છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ દેશના શહેરીકરણને કારણે આ પ્લાનર્સની માંગમાં વધારો થયો છે. તેઓ ખાતરી કરે છે કે યોજનાઓ અને દરખાસ્તો તમામ પર્યાવરણીય નિયમો, ઝોનિંગ અને બિલ્ડીંગ કોડ્સને પૂર્ણ કરે છે.

Share This Article