CBSE Board Exam 2025: બોર્ડ પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ સૂચનો

Arati Parmar
3 Min Read

CBSE Board Exam 2025: CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. હવે પરીક્ષા શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે અને વિદ્યાર્થીઓ દિવસ-રાત જોયા વગર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના લગભગ 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે CBSE બોર્ડે વિદ્યાર્થીઓ માટે કેટલાક જરૂરી માર્ગદર્શનો જારી કર્યા છે. આ માર્ગદર્શનોનું વિદ્યાર્થીઓએ ફરજિયાત પાલન કરવું પડશે.

એડમિટ કાર્ડ પણ જાહેર

- Advertisement -

CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ જાહેર કરી દીધા છે. વિદ્યાર્થીઓ પોતાનું એડમિટ કાર્ડ પોતાની સ્કૂલમાંથી મેળવી શકે છે. બોર્ડ દ્વારા જારી કરાયેલા માર્ગદર્શનો મુજબ, અડમિટ કાર્ડ અને સ્કૂલ આઈકાર્ડ વગર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. વિદ્યાર્થીઓએ પોતાનો સ્કૂલ યુનિફોર્મ પહેરવો પડશે.

બોર્ડે વિદ્યાર્થીઓને આપી આ સલાહ

- Advertisement -

સૌથી મહત્વની વાત એ છે કે સવારે 10 વાગ્યા પછી કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં, તેથી સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે. CBSE બોર્ડે વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ પરીક્ષાના એક દિવસ પહેલા જ પોતાનું પરીક્ષા કેન્દ્ર જોઈ લે, જેથી પરીક્ષાના દિવસે તેમને કોઈ મુશ્કેલી ન પડે. એડમિટ કાર્ડમાં આપવામાં આવેલી માહિતીને ચેક કર્યા બાદ તેના પર માતા-પિતા અને વિદ્યાર્થી બંનેએ સહી કરવી પડશે.

કેટલા દિવસ ચાલશે પરીક્ષા?

- Advertisement -

વિદ્યાર્થીઓને તેમના પ્રવેશ પત્ર પર આપવામાં આવેલા માર્ગદર્શનને વાંચવાની સલાહ પણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. CBSEએ તમામ સ્કૂલોને કહ્યું છે કે તેઓ પરીક્ષા પહેલા વિદ્યાર્થીને જરૂરી નિયમ અને માર્ગદર્શન સમજાવે, જેથી તેમને પરીક્ષા દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે.

પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા લગાવાશે

ધોરણ 10 અને 12ની પરીક્ષા એક જ શિફ્ટમાં સવારે 10.30 વાગ્યે શરૂ થશે. CBSE બોર્ડ પરીક્ષાઓનું આયોજન CCTV કેમેરાની કડક દેખરેખ હેઠળ કરવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે, જેથી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકી શકાય.

વિદ્યાર્થીઓ સાથે શું લઈ જઈ શકશે?

CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં આ વસ્તુઓ લઈ જવાની મંજૂરી આપી છે.

– એડમિટ કાર્ડ અને સ્કૂલ આઈકાર્ડ (રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે)

– એડમિટ કાર્ડ અને ઓળખ કાર્ડ (પ્રાઈવેટ વિદ્યાર્થીઓ માટે)

– સ્ટેશનરી આઈટમ, જેમ કે (ટ્રાન્સપેરન્ટ પાઉચ, જેલ પેન/બોલ પોઈન્ટ, જ્યોમેટ્રી/પેન્સિલ બોક્સ, સ્કેલ, ઇરેઝર, રાઈટિંગ પેડ)

– ટ્રાન્સપેરન્ટ પાણીની બોટલ, વોલેટ, નંબરના ચશ્મા વગેરે

વિદ્યાર્થીઓ શું નહીં લઈ જઈ શકે?

– વિદ્યાર્થીઓ પરીક્ષા હોલમાં સ્ટડી મટીરિયલ, પેન ડ્રાઈવ, કેલ્ક્યુલેટર, કાગળના ટુકડા, ઈલેક્ટ્રોનિક પેન, સ્કેનર વગેરે લઈ જઈ શકશે નહીં.

– ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જેમ કે મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઈયરફોન, માઈક્રોફોન, હેન્ડ બેન્ડ, સ્માર્ટ વોચ, કેમેરા. આ સિવાય પાકિટ, ડિઝાઈનર ચશ્મા, હેન્ડબેગ પણ નહીં લઈ જઈ શકે.

– ડાયાબિટીસના દર્દીઓને છોડીને, કોઈપણ વિદ્યાર્થી ખાવા-પીવાની વસ્તુ (ખુલ્લી કે પેક કરેલી) પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે નહીં.

Share This Article