DRDO Apprentice: DRDO માં એપ્રેન્ટિસશિપ મેળવવાની સુવર્ણ તક: સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે નવી ભરતી જાહેર, દર મહિને મળશે આકર્ષક સ્ટાઇપેન્ડ

Arati Parmar
4 Min Read

DRDO Apprentice: ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) માં જવાની શાનદાર તક છે. જે ઉમેદવારો સાયન્સ, ટેક્નોલોજી અને દેશના સંરક્ષણ માટે કામ કરવામાં રસ ધરાવે છે, તેમના માટે ડીઆરડીઓ શ્રેષ્ઠ કરિયર વિકલ્પ લઈને આવ્યું છે. લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ અને ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી માટે એપ્રેન્ટિસશિપ માટે નવી ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ઉમેદવારો નોકરીની ટ્રેનિંગ સાથે દર મહિને સારા પૈસા પણ કમાઈ શકે છે.

ખરેખર ડીઆરડીઓ ના ડિફેન્સ સાયન્ટિફિક એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર (DESIDOC) એ વિવિધ પદો પર એપ્રેન્ટિસશિપ માટે અરજીઓ મંગાવી છે. પસંદ થયેલા ઉમેદવારોને મફતમાં ડીઆરડીઓ ના નિષ્ણાતો પાસેથી ૧ વર્ષની ટ્રેનિંગ મળશે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ નજીક છે.

- Advertisement -

DRDO Apprentice Vacancy 2026 : બેઠકો કેટલી છે?

પદબેઠકોની સંખ્યા
લાઇબ્રેરી & ઇન્ફોર્મેશન સાયન્સ૧૬
કોમ્પ્યુટર સાયન્સ૦૨
ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી૦૨
કુલ૨૦

ડીઆરડીઓ ભરતીમાં કોણ અરજી કરી શકે છે?

લાઇબ્રેરી & ઇન્ફોર્મેશન સાયન્સ: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગ્રેજ્યુએશન (સ્નાતક) ની ડિગ્રી સાથે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ (૧ વર્ષ) ની ડિગ્રી હોવી જોઈએ.

કોમ્પ્યુટર સાયન્સ: કોમ્પ્યુટર સાયન્સમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી/કોમ્પ્યુટર સાયન્સમાં ૩ વર્ષનો ડિપ્લોમા પણ મેળવેલો હોવો જોઈએ.

- Advertisement -

ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી: વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફીમાં ૩ વર્ષનો ડિપ્લોમા/આઈટીઆઈ સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ.

ડિગ્રી પૂર્ણ કરવાનું વર્ષ: ડીઆરડીઓ એપ્રેન્ટિસ માટે માત્ર એ જ ઉમેદવારો અરજી કરી શકે છે, જેમણે ૨૦૨૪ કે ૨૦૨૫ માં ડિગ્રી પૂર્ણ કરી હોય. ૨૦૨૪ પહેલા ડિગ્રી કરનારા અને પીજી (અનુસ્નાતક) ઉમેદવારો અરજી માટે પાત્ર નથી.

- Advertisement -

ઉંમર મર્યાદા: લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુની તારીખ સુધી ઉમેદવારોની ઉંમર ૨૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે ઉપલી ઉંમરમાં એસસી/એસટી ઉમેદવારોને ૫ વર્ષ અને ઓબીસીને ૩ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

અનુભવ: એપ્રેન્ટિસ માટે કોઈ પણ પ્રકારનો અનુભવ જરૂરી નથી. જે ઉમેદવારોએ કોલેજ પૂર્ણ કરીને ડિગ્રી મેળવી લીધી છે, તેઓ સીધા ડીઆરડીઓ સાથે જોડાઈ શકે છે.

DRDO Apprentice Bharti 2026: જરૂરી વિગતો

ભરતીDRDO DESIDOC એપ્રેન્ટિસ વેકેન્સી ૨૦2૬
પદોની સંખ્યા૨૦
ઓફિશિયલ વેબસાઇટdrdo.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ૧ જુલાઈ ૨૦૨૬
સ્ટાઇપેન્ડબી.ઈ/ગ્રેજ્યુએટને ૧૨,૩૦૦/- રૂપિયા અને ડિપ્લોમા/આઈટીઆઈ વાળાને ૧૦,૯૦૦/- રૂપિયા દર મહિને મળશે.
સિલેક્શન પ્રોસેસઉમેદવારોને ડિગ્રી/ડિપ્લોમા/આઈટીઆઈ માં મેળવેલા ગુણના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ દ્વારા આખરી પસંદગી થશે.
એપ્રેન્ટિસ નોટિફિકેશનDRDO Apprentice Notification 2026

અરજી કેવી રીતે કરવી?

ડીઆરડીઓ ની આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે.

સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in અથવા નોટિફિકેશનમાંથી ફોર્મનું ફોર્મેટ ડાઉનલોડ કરી લો.

હવે આમાં તમારો NATS રજીસ્ટ્રેશન નંબર ઉપર ભરો. આ નોંધણી હોવી જરૂરી છે, જો તમે આ નથી કર્યું તો ફોર્મ રદ થઈ જશે.

ત્યારબાદ તમારું નામ, પિતા/પતિનું નામ, જન્મતારીખ, સરનામું, ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબર, કાયમી સરનામું, જાતિ, કેટેગરી, ૧૦મું ૧૨મું, ગ્રેજ્યુએશન, આઈટીઆઈ તમામની માહિતી ભરો.

નીચે ડિક્લેરેશન (જાહેરાતનામું) પણ ભરવાનું રહેશે. ત્યારબાદ તારીખ, સ્થળ, હસ્તાક્ષર, તમારું નામ આ વિગતો પણ ભરો.

ફોર્મની સાથે પરબિડીયામાં તમારા બધા જરૂરી દસ્તાવેજો પણ જોડો અને તેની ઉપર પોસ્ટની વિગતો લખો.

હવે પરબિડીયાને ટપાલ દ્વારા અથવા રૂબરૂ ડિરેક્ટર, ડિફેન્સ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર, મેટકાલ્ફ હાઉસ, સિવિલ લાઇન, દિલ્હી-૧૧૦૦૫૪ ના સરનામે મોકલી દો.

ઉમેદવારોને તેમના ઇમેઇલ અથવા મોબાઇલ નંબર પર પસંદગી સંબંધિત માહિતી મળશે. અન્ય કોઈ પણ માહિતી માટે ઉમેદવારો ડીઆરડીઓ ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Share This Article