H-1B Visa પર નોકરી શોધી રહ્યા છો? અમેરિકાની આ 4 કંપનીઓથી દૂર રહેવાની સરકારની ચેતવણી

Arati Parmar
3 Min Read

ભારતીયો માટે મહત્વના સમાચાર: H-1B Visa માટે અમેરિકાની આ 4 કંપનીઓ પર પ્રતિબંધ

H-1B Visa: અમેરિકામાં H-1B વિઝા પર નોકરી કરવાની યોજના બનાવી રહેલા ભારતીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. US Department of Labor (DOL) એ એવી કંપનીઓની યાદી અપડેટ કરી છે, જેમના H-1B વિઝા કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલ મળીને 4 એવી કંપનીઓ છે, જેમને H-1B નિયમોના ‘Willful Violators’ એટલે કે ‘ઇરાદાપૂર્વક નિયમોનો ભંગ કરનાર’ તરીકે જાહેર કરવામાં આવી છે. આ અપડેટ થયેલી યાદી હવે અમલમાં આવી ગઈ છે.

યાદી અપડેટ કરવાની જવાબદારી ‘Wage and Hour Division’ પાસે

- Advertisement -

યાદી અપડેટ કરવાની જવાબદારી ‘Wage and Hour Division’ પાસે છે. તેમાં એવી કંપનીઓની ઓળખ કરવામાં આવે છે, જેમને નિશ્ચિત સમયગાળા માટે H-1B પ્રોગ્રામમાંથી Debar (પ્રતિબંધિત) કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ કંપનીઓ Debarment સમયગાળા દરમિયાન H-1B Petitions દાખલ કરવામાં અસ્થાયી રીતે પ્રતિબંધિત રહે છે. જો તમને આમાંથી કોઈપણ કંપની તરફથી નોકરીની ઓફર મળે, તો સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે તેમની પાસે Sponsorship આપવાનો અધિકાર નથી.

H-1B Debarment યાદીમાં કઈ કંપનીઓ સામેલ છે?

- Advertisement -

તાજેતરના અપડેટ મુજબ નીચે દર્શાવેલી કંપનીઓને ‘Willful Violators’ માનવામાં આવી છે.

  • GowraTech, LLC
  • Renotek Group LLC
  • Seeloz, Inc.
  • Sherwood at Mount Dora, Inc. dba Sherwood Academy

‘Willful Violators’ કોને માનવામાં આવે છે?

- Advertisement -

Department of Labor ના જણાવ્યા અનુસાર, ‘Willful Violators’ ની યાદીમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે, જે નીચે દર્શાવેલી શ્રેણીમાં આવે છે.

  • ઉલ્લંઘનનો નિર્ણય નીચે પૈકી કોઈ એક કાર્યવાહી હેઠળ નોંધાયેલો હોય:
    • Immigration and Nationality Act (INA)ની Section 212(n)(2) હેઠળ Department of Laborની કાર્યવાહી, અથવા
    • INAની Section 212(n)(5) હેઠળ Department of Justice ની કાર્યવાહી.
  • એજન્સીને એવું જણાય કે કંપનીએ:
    • Labor Condition Application (LCA )ની શરતોનું પાલન કરવામાં જાણીજોઇને નિષ્ફળતા દર્શાવી હોય, અથવા
    • LCA માં કરાયેલી ઘોષણાઓ સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ હકીકત ખોટી રીતે રજૂ કરી હોય.
  • આ નિર્ણય 21 ઓક્ટોબર, 1998 અથવા ત્યારબાદ નોંધાયો હોય.

‘Willful Violators’ જાહેર થયા પછી શું થાય છે?

કોઈ કંપનીને Willful Violator જાહેર કરવામાં આવે પછી, ઉલ્લંઘનના નિર્ણયથી આગામી 5 વર્ષ સુધી તેના દ્વારા દાખલ કરવામાં આવતી કોઈપણ Labor Condition Application (LCA) માટે વધારાની ઘોષણાઓ અથવા Attestationsનું પાલન કરવું ફરજિયાત બને છે, જો તે LCAનો ઉપયોગ ખાસ કરીને છૂટ પ્રાપ્ત H-1B Worker માટે કરવામાં ન આવ્યો હોય.

Willful Violators અને H-1B પર નિર્ભર કંપનીઓએ LCA દાખલ કરતી વખતે જણાવવું પડે છે કે તેમણે H-1B Hiring માટે કોઈ અમેરિકન કર્મચારીને નોકરીમાંથી દૂર કરીને તેની જગ્યા ખાલી કરી નથી.

કંપનીએ એ પણ સાબિત કરવું પડે છે કે તેણે કોઈ અમેરિકન કર્મચારીને દૂર કરીને તેની જગ્યાએ H-1B Hiring કરી નથી. કંપનીએ હંમેશા અમેરિકન કર્મચારીને નોકરી પર રાખવાની ઇચ્છા દર્શાવી છે અને અરજી કરનાર સમાન અથવા વધુ લાયકાત ધરાવતા કોઈપણ અમેરિકન કર્મચારીને નોકરીની ઓફર કરી છે.

Share This Article