Job Fair: આજના સમયમાં બેરોજગાર યુવાનો માટે સરકારની રોજગાર કચેરી દ્વારા સમયાંતરે ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. જેથી યુવાનોને સરળતાથી નોકરી મળી રહે છે. ત્યારે 17 જાન્યુઆરી 2025ના રોજ રોજગાર કચેરી ખાતે વધુ એક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
17 જાન્યુઆરી 2025ના રોજ ગ્રામીણ કોટા એક્સેસ બેંક લીમીટેડ અને અંજની સ્પીનટેક્ષ પ્રા. લી.માં ટ્રેઈની કેન્દ્ર મેનેજર / ફિલ્ડ ઓફિસર અને વર્કર / હેલ્પર / વિવિધ જગ્યાઓ માટે ભરતીમેળો યોજાશે.
આ ભરતીમેળામાં 18થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાનો ભાગ લઈ શકશે. ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક યુવાન ધોરણ-10 પાસ/12 પાસ/ ગ્રેજ્યુએટ/આઇટીઆઇ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
આ ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા. 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11:00 કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. તેમજ રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે “અનુબંધમ” પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે.
‘અનુબંધમ’ પોર્ટલ પર નોંધણી થયા બાદ તેમાં login કરીને જોબફેર મેનુમાં ક્લિક કરવાનું રહેશે. જેમાં જરૂરી વિગત ભર્યા બાદ ઉમેદવાર જોબફેરમાં ભાગ લઈ શકશે.

