Umar Khalid Education: ઉમર ખાલિદને જેલમાં જ રહેવું પડશે! સુપ્રીમ કોર્ટે ફગાવ્યા જામીન, જાણો જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદના પીએચડી વિષય અને થીસીસની ખાસ વાતો

Arati Parmar
2 Min Read

Umar Khalid Education: સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે. બીજી તરફ, અન્ય પાંચ આરોપીઓને ૧૨ શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે. ઉમર ખાલિદ દિલ્હીની જેએનયુ (Jawaharlal Nehru University) ના પૂર્વ વિદ્યાર્થી છે. અહીંથી જ તેમણે પોતાની પીએચડી (PhD) પૂર્ણ કરી અને એક સમુદાય પર થીસીસ પણ લખી છે. જાણો તેમણે કયા વિષયમાં પીએચડી કરી છે અને થીસીસનો વિષય શું હતો.

ઉમર ખાલિદને કેમ ન મળ્યા જામીન?

ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની સાથે ગુલફિશા ફાતિમા, મીરાન હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહેમદ દિલ્હી રમખાણોના આરોપમાં ૫ વર્ષથી વધુ સમયથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા. તેમણે દિલ્હી હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ૨૦૨૦ ના દિલ્હી રમખાણો સાથે જોડાયેલા કેસમાં જામીન આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ તરફથી પણ તેમને રાહત મળી નથી. જોકે, ૫ આરોપીઓને શરતો સાથે જામીન મળી ગયા છે.

- Advertisement -

ઉમર ખાલિદનું શિક્ષણ અને પીએચડીનો વિષય

ઉમર ખાલિદનો પરિવાર લગભગ ત્રણ દાયકા પહેલા મહારાષ્ટ્રના અમરાવતીથી દિલ્હી આવ્યો અને ઝાકિરનગરમાં સ્થાયી થયો. તેમના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે દિલ્હીમાં ઉર્દૂ મેગેઝિન ‘અફકાર-એ-મિલ્લી’ ચલાવ્યું હતું. ઉમર ખાલિદ દિલ્હીની જેએનયુ (Jawaharlal Nehru University) માં અભ્યાસ કર્યો છે. તેમણે ઈતિહાસમાં એમએ અને એમફિલ કર્યું અને ત્યારબાદ ઐતિહાસિક અભ્યાસ કેન્દ્ર (Centre for Historical Studies) માંથી પીએચડી પૂર્ણ કરી.

કયા સમુદાય પર લખી છે થીસીસ?

ઉમર ખાલિદે પોતાની પીએચડી દરમિયાન એક થીસીસ લખી હતી, જેનો વિષય ‘ઝારખંડમાં આદિવાસીઓના શાસન પર દાવાઓ અને આકસ્મિકતાઓ’ (Contesting claims and contingencies of the rule on Adivasis of Jharkhand) હતો. આ થીસીસમાં તેમણે મુખ્યત્વે ઝારખંડના આદિવાસી સમુદાયોના જીવન, તેમની આંતરિક રચનાઓ અને રાજ્ય સાથેના તેમના સંબંધો પર અભ્યાસ કર્યો હતો. તેમણે એ જોયું કે સંસ્થાનવાદી કાળથી લઈને આજ સુધી આદિવાસીઓની જમીન, સત્તા સંઘર્ષ અને સામાજિક માળખામાં કેવી રીતે ફેરફાર આવ્યો છે.

- Advertisement -
Share This Article