Engineering Admissions via JEE: JEE સ્કોર પર વિદેશમાં એન્જિનિયરિંગ, સિંગાપોરથી લઈને જર્મની સુધી આ દેશોમાં મળશે સીધું એડમિશન

Arati Parmar
4 Min Read

Engineering Admissions via JEE: ભારતમાં જો કોઈ સ્ટુડન્ટને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો હોય, તો તેણે પહેલા જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) આપવી પડે છે. તેના સ્કોરથી નક્કી થાય છે કે IITs જેવી સંસ્થાઓમાં B.Tech માં એડમિશન મળશે કે નહીં. JEE પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો સ્ટુડન્ટ્સ આ પરીક્ષામાં બેસે છે, પરંતુ માત્ર થોડા હજાર સ્ટુડન્ટ્સને જ એડમિશન મળી શકે છે. આ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ બે ભાગમાં હોય છે, જેમાં પ્રથમ JEE મેઇન અને બીજી JEE એડવાન્સ્ડ છે.

સ્ટુડન્ટ્સ વચ્ચે સૌથી વધુ કોમ્પિટિશન IITs માં એડમિશન માટે હોય છે. અહીં મર્યાદિત બેઠકો હોય છે, જેના કારણે JEE પરીક્ષામાં માત્ર ટોપ રેન્ક મેળવનાર સ્ટુડન્ટ્સ માટે જ એડમિશનના દરવાજા ખુલે છે. બીજી તરફ JEE મેઇન 2026 સેશન 1 ના રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. આ ક્વોલિફાય કરનાર સ્ટુડન્ટ્સ પછી JEE એડવાન્સ્ડની પરીક્ષા આપવાના છે. આ વર્ષે પણ ઘણા સ્ટુડન્ટ્સને IITs માં પ્રવેશ મળશે, જ્યારે એવા પણ વિદ્યાર્થીઓ હશે જેમને એડમિશન નહીં મળી શકે અને પછી તેઓ વિદેશ તરફ વળી શકે છે. એવામાં ચાલો આજે તમને તે 3 દેશો વિશે જણાવીએ, જ્યાંની યુનિવર્સિટીમાં JEE સ્કોરના આધારે એડમિશન મળે છે.

- Advertisement -

1. સિંગાપોર

સિંગાપોરમાં એક એવી યુનિવર્સિટી છે, જ્યાં JEE સ્કોર ધરાવતા સ્ટુડન્ટ્સને એડમિશનમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આમ તો અહીંની નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં એડમિશન માટે JEE સ્કોર એકમાત્ર ક્રાઇટેરિયા નથી, પરંતુ તેમ છતાં સંસ્થામાં તે સ્ટુડન્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવે છે જેમના JEE પરીક્ષામાં સારા રેન્ક છે. યુનિવર્સિટીની ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમે અલગ-અલગ એક્ટિવિટીમાં ઉચ્ચ સ્તરની સિદ્ધિ અથવા લીડરશિપ પોઝિશન હાંસલ કરી હોય. આવી સિદ્ધિઓના ઉદાહરણોમાં ઇન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ મેડલ, ટોપ નેશનલ એવોર્ડ, નેશનલ ટીમ સ્પોર્ટ્સમેન અને ટોપ યુનિવર્સિટી એક્ઝામમાં અસાધારણ રેન્ક (જેમ કે IIT/AIEEE રેન્કિંગ વગેરે) સામેલ છે.’

2. બ્રિટન

બ્રિટનના બેલફાસ્ટ શહેરમાં આવેલી ક્વીન યુનિવર્સિટીમાં પણ બાકીની સંસ્થાઓની જેમ એડમિશન પહેલા 12મું પાસ કરવું જરૂરી છે. જોકે, યુનિવર્સિટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સ્ટુડન્ટને JEE મેઇન અથવા એડવાન્સ્ડ પરીક્ષા આપી છે, તો તેના સ્કોર પર એડમિશન દરમિયાન વિચાર કરી શકાય છે. યુનિવર્સિટીની ગાઇડલાઇન કહે છે કે, ‘જો સ્ટુડન્ટે JEE મેઇન અથવા એડવાન્સ્ડ પરીક્ષા આપી છે, તો 12માં ધોરણના રિઝલ્ટ સિવાય આ એન્ટ્રન્સ ટેસ્ટના સ્કોર પર પણ વિચાર કરી શકાય છે. જો 12માં ધોરણમાં કોઈ મુખ્ય સબ્જેક્ટના માર્ક્સ એડમિશન માટે જરૂરી માર્ક્સ કરતા ઓછા છે, તો એવી સ્થિતિમાં JEE માં સારો સ્કોર હોવા પર પ્રાથમિકતા આપવામાં આવશે.’

- Advertisement -

3. જર્મની

જર્મનીમાં 12 વર્ષ એટલે કે 10+2 વાળી ફોર્મલ એજ્યુકેશન હોતી નથી. અહીં શાળાકીય શિક્ષણ 13 વર્ષનું હોય છે. આ કારણે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લેવાનું હોય છે, ત્યારે તેઓ પહેલા એક વર્ષ studienkolleg નામના કોર્સનો અભ્યાસ કરે છે. જોકે, જો કોઈએ JEE એડવાન્સ્ડ પરીક્ષા પાસ કરી હોય, તો તેને જર્મન યુનિવર્સિટીમાં સીધું એડમિશન મળી શકે છે. મોટાભાગની જર્મન યુનિવર્સિટીઓ આ જ સિસ્ટમ પર કામ કરે છે. એવામાં એડમિશન પહેલા ભારતીય વિદ્યાર્થીઓએ એ પૂછી લેવું જોઈએ કે તેમના JEE એડવાન્સ્ડ સ્કોરના આધારે એડમિશન આપવામાં આવશે કે નહીં. જર્મનીની એક સારી વાત એ છે કે અહીં સરકારી યુનિવર્સિટીઓમાં કોઈ ટ્યુશન ફી આપવી પડતી નથી. માત્ર થોડાક સો યુરો એડમિનિસ્ટ્રેશન કે સેમેસ્ટર ફી તરીકે આપવા પડે છે.

- Advertisement -
Share This Article