SkillIndia Unemployment Youth Crisis: સર્ટિફિકેટનો ઢગલો, નોકરી ઝીરો: Skill India નું સત્ય

Arati Parmar
2 Min Read

SkillIndia Unemployment Youth Crisis : સર્ટિફિકેટનો ઢગલો, નોકરી ઝીરો: Skill India નું સત્ય

1. કરોડોની ટ્રેનિંગ, 8 હજારનો પગાર
2015 થી “Skill India” પર 20 હજાર કરોડથી વધુ ખર્ચ. 1.4 કરોડ યુવાનોને “ટ્રેઈન” કર્યા. રિઝલ્ટ શું? 80% યુવાનોને કોન્ટ્રાક્ટની નોકરી, 8-12 હજાર પગાર. સર્ટિફિકેટ A4 સાઈઝનું, પગાર A4 શીટ જેટલો પાતળો.

- Advertisement -

2. સ્કિલ્ડ ઈન્ડિયા, અનસ્કિલ્ડ સિસ્ટમ
સરકાર કહે “તમે સ્કિલ્ડ બનો”. કોલેજ, ITI, સેન્ટર ખોલે. પણ કંપનીને પૂછો “ભરતી ક્યારે?” જવાબ મળે “બજેટ નહીં, ઓટોમેશન આવી ગયું”. ટ્રેનિંગ આપો એ સહેલું, નોકરી આપવી મુશ્કેલ. કારણ? નોકરી આપવાથી વોટ ના મળે, સર્ટિફિકેટ આપી ફોટોશેસન.

3. ડેટા જુઠા, હકીકત કડવી:
સરકારી ડેટા કહે “50% યુવાનોને રોજગાર મળ્યો”. હકીકત? 3 મહિનાની ઇન્ટર્નશિપને પણ “પ્લેસમેન્ટ” ગણે. 2 હજાર સ્ટાઇપેન્ડને “જોબ” ગણે. યુવાન પાસે ડિગ્રી + 3 સ્કિલ સર્ટિફિકેટ, પણ Zomato માં ડિલિવરી કરે. કારણ? સ્કિલ છે, તક નથી.

- Advertisement -

4. યુવાનોનું ભવિષ્ય:
દેશના યુવાનો 18% GST ભરે, મોબાઈલ-ડેટા-બાઈક બધા પર ટેક્સ ભરે. બદલામાં શું મળે? “ટ્રેનિંગ લે ભાઈ” એવો સંદેશ. કરોડો ખર્ચાયા એડ પર: “કૌશલ ભારત, કુશલ ભારત”. યુવાનનું ભવિષ્ય? “કુશળ બેરોજગાર ભારત”.

યુવાનો માટે:
દેશ ત્યારે જ “સ્કિલ્ડ” કહેવાય જ્યારે યુવાનની સ્કિલની કિંમત હોય. સર્ટિફિકેટથી પેટ ના ભરાય, પગારથી ભરાય. ટ્રેનિંગનો ખર્ચ ગણો છો તો રોજગારનો હિસાબ પણ આપો. નહીંતર “Skill India” ફક્ત “Bill India” બની જશે.

- Advertisement -

SkillIndia Unemployment Youth Crisis
Training Vs Jobs Certificate Scam
Crores Spent Zero Employment
Jobless Growth Contract Jobs

આ પણ વાંચો: India Budget Infrastructure System Failure: ટેક્સ અધધ, કરોડો ખર્ચા, પરિણામ ઝીરો – Newz Cafe

Share This Article