India Budget Infrastructure System Failure: ટેક્સ અધધ, કરોડો ખર્ચા, પરિણામ ઝીરો

Arati Parmar
2 Min Read

India Budget Infrastructure System Failure: ટેક્સ અધધ, કરોડો ખર્ચા, પરિણામ ઝીરો

1. GDP 4 ટ્રિલિયન, ગટર 4 દાયકા જૂની
ભારત દુનિયાની 4થી મોટી ઇકોનોમી બનવાની વાતો કરે છે. બજેટમાં લાખો કરોડની જાહેરાત થાય છે. પણ 2026 માં પણ દિલ્હી-મુંબઈ-અમદાવાદમાં ગટરની પાઇપ 40 વર્ષ જૂની છે. કરોડો ખર્ચાયા “ડિજિટલ ઇન્ડિયા” પર, પણ ઘાટલોડિયામાં પાણી “ડિજિટલ ઝેર” બની ગયું. 50 લોકો બીમાર.

- Advertisement -

2. સબસિડી નહીં, સિસ્ટમ જોઈએ
દર વર્ષે ફ્રી વીજળી, ફ્રી પાણી, સબસિડીની જાહેરાત. પણ બેઝિક સિસ્ટમ કોણ ઠીક કરશે? પાણીની પાઇપ ફૂટે, ટ્રેન 8 કલાક લેટ થાય, રોડ 2 મહિનામાં ઉખડી જાય. સબસિડીના નામે વોટ લઈ લે, સિસ્ટમના નામે લોકો રિબાઈ મરે.

3. પ્રેઝન્ટેશન દુનિયા સામે પણ, ભારતની જમીની હકીકત:
વિશ્વને બતાવીએ: “સૌથી મોટુ સ્ટેચ્યુ”, “સૌથી લાંબો બ્રિજ”.તેની સામે લોકો ને મળે: “સૌથી ખરાબ હવા”, “સૌથી વધુ ટ્રાફિક”, “સૌથી દૂષિત પાણી”. કરોડોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થાય, પણ મેન્ટેનન્સ માટે બજેટ નહીં. કારણ? ઉદ્ઘાટનથી વોટ મળે, મેન્ટેનન્સથી નહીં.

- Advertisement -

4. લોકોનો ટેક્સ, નેતાનો જલસો
તમે 30% ટેક્સ ભરો, GST ભરો, ટોલ ભરો. બદલામાં શું મળે? બીમાર પડો તો હોસ્પિટલની લાઈન, રોડ પર જાઓ તો ખાડા, પાણી પીઓ તો દવા. નેતા 5 વર્ષે આવે, વચન આપે, ફોટો પડાવે, ચાલ્યા જાય. લોકો 5 વર્ષ રિબાતા રહે.

દેશ મોટો ત્યારે જ કહેવાય જ્યારે નાગરિકનું જીવન નાનું ના રહે. કરોડોના આંકડાથી પેટ ના ભરાય, સિસ્ટમથી ભરાય. ટેક્સ માગો તો જવાબ પણ માગો. નહીંતર “વિકસિત ભારત” ફક્ત PowerPoint માં જ રહી જશે.

- Advertisement -

India Budget Crores Tax System Failure
GDP vs Reality Infrastructure Collapse
SmartIndia DigitalIndia Maintenance Zero
Accountability Citizens TaxPayer Money

આ પણ વાંચો: Ahmedabad Contaminated Water: કરોડો ખર્ચા પછી પણ નળમાંથી ઝેર: અમદાવાદના પાણીનું સત્ય – Newz Cafe

Share This Article