America H-1B Visa Rate : H-1B વિઝા ભારતીયોનું અમેરિકામાં નોકરી મેળવવાનું સપનું પૂરું કરે છે. પરંતુ હવે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશમાં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. હકીકતમાં, અમેરિકન થિંક-ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP) એ યુએસ સત્તાવાર ડેટાનું વિશ્લેષણ કર્યું છે અને કહ્યું છે કે ટોચની સાત ભારતીય IT કંપનીઓને નાણાકીય વર્ષ 2024 માં ફક્ત 7,299 નવા H-1B વિઝા મળ્યા છે. આ સંખ્યા 2015માં અપાયેલા 14,792 વિઝાના અડધા કરતા પણ ઓછી છે.
NFAP દ્વારા હાથ ધરવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે કે અમેરિકામાં ભારતીય કંપનીઓ માટે H-1B વિઝા માટેની મંજૂરી દરમાં 50%નો ઘટાડો થયો છે. 7,299 વિઝા નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલા કુલ વિઝાના માત્ર 5.2% અને યુએસ વર્કફોર્સના માત્ર 0.004%નું પ્રતિનિધિત્વ કરે છે. એકંદરે, નાણાકીય વર્ષ 2024 માં H-1B વિઝા માટે અસ્વીકાર દર 2.5% પર નીચો રહ્યો. 2023 માં તે 3.5% હતો. NFAPએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના પરત ફરવાથી વિઝા મંજૂરી દરમાં ઘટાડો થઈ શકે છે.
કઈ કંપનીઓને સૌથી વધુ વિઝા મંજૂર થયા?
નાણાકીય વર્ષ 2024 માં, એમેઝોનને સૌથી વધુ 3,871 નવા H-1B વિઝા મળ્યા. જો કે, આ સંખ્યા 2023 માટે 4,052 વિઝા અને 2022 માટે 6,396 વિઝા કરતાં ઓછી છે. તે પછી કોગ્નિઝન્ટ (2,837), ઇન્ફોસીસ (2,504), TCS (1,452), IBM (1,348), માઇક્રોસોફ્ટ (1,264), HCL અમેરિકા (1,248), ગૂગલ (1,058), કેપજેમિની (1,041) અને મેટા પ્લેટફોર્મ્સ (920) આવે છે. આવે છે. જોકે, ભારતીય કંપનીઓ માટે મંજૂરી દર ધીમે ધીમે ઘટી રહ્યો છે.
દર વર્ષે કેટલા H-1B વિઝા આપવામાં આવે છે?
અમેરિકા દર વર્ષે 65,000 H-1B વિઝા આપે છે. આ ઉપરાંત, અમેરિકન યુનિવર્સિટીઓમાંથી માસ્ટર અથવા ઉચ્ચ ડિગ્રીનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે 20,000 વધારાના વિઝા પણ આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલા નવા H-1B વિઝામાંથી લગભગ અડધા (49.1%) વ્યાવસાયિક, વૈજ્ઞાનિક અને તકનીકી સેવાઓ માટે હતા. અમેરિકા સ્થિત કંપનીઓ H-1B વિઝા દ્વારા વિદેશી કામદારોને હાયર કરે છે. આઈટી જેવા સેક્ટરમાં આ વિઝા દ્વારા ભરતી કરવામાં આવે છે.
યુએસમાં નોકરી મેળવવી મુશ્કેલ બનશે?
અમેરિકામાં કાર્યરત ભારતીય IT કંપનીઓ મોટાભાગે ભારતમાંથી જ લોકોને હાયર કરે છે. આમાં કામ કરતા લોકો H-1B વિઝા દ્વારા અમેરિકા આવે છે. ભારતીય કંપનીઓએ ભારતીય કામદારોને દેશમાં આમંત્રિત કરવા માટે યુએસ સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. પરંતુ હવે આ કંપનીઓ માટે એપ્રુવલ રેટ ઘટી ગયો છે, જેનો અર્થ છે કે જો તમે સિલેક્ટ થઈ જાઓ તો પણ તમારા માટે અમેરિકા જવું મુશ્કેલ બની શકે છે, કારણ કે વિઝા રિજેક્શન રેટ વધી ગયો છે