Operation Sindoor in NCERT curriculum: શાળાઓમાં ભણતા ધોરણ 3 થી 12 સુધીના વિદ્યાર્થીઓ ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય વાર્તા વાંચશે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત બે ખાસ મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સૂત્રો કહે છે કે NCERTના આ પગલાનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓને ભારતની લશ્કરી શક્તિ, ટેકનોલોજીકલ પ્રગતિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાનથી વાકેફ કરવાનો છે.
સૂત્રો કહે છે કે 8 થી 10 પાનાનું આ ખાસ મોડ્યુલ બે ભાગમાં હશે. પહેલું મોડ્યુલ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે હશે અને બીજું મોડ્યુલ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે હશે.
આ સાથે, વિદ્યાર્થીઓને આ વિષયો વિશે પણ કહેવામાં આવશે-
1. મિશન લાઇફ
2. ભાગલાની ભયાનકતા
3. અવકાશ શક્તિ તરીકે ભારતનો ઉદય – ચંદ્રયાનથી આદિત્ય L1 સુધી, સુભાંશુ શુક્લાનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર આગમન – ભવિષ્ય માટેનો રોડમેપ.
આ મોડ્યુલમાં ભારત અને તેના સશસ્ત્ર દળોની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવશે. તેનો હેતુ વિદ્યાર્થીઓને ભારતની લશ્કરી શક્તિ અને પાકિસ્તાનની હારથી ફરી એકવાર વાકેફ કરવાનો છે.

