Europe Top Dental Universities: યુરોપની ટોપ-10 ડેન્ટલ યુનિવર્સિટીઓ જ્યાં BDS કોર્સ કરીને મળી શકે છે ઉચ્ચ પગાર અને શ્રેષ્ઠ કારકિર્દી

Arati Parmar
2 Min Read

Europe Top Dental Universities: ભારતમાં હાયર એજ્યુકેશનનું મહત્વ રોજબરોજ વધી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ હવે ડિગ્રી મેળવવા વિદેશ જવા પ્રાધાન્ય આપતા થયા છે. ઈજનેરી, મેનેજમેન્ટ સિવાય ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા કોર્સ માટે પણ વિદેશ જવાનું પસંદ કરે છે. મુખ્ય કારણ એ છે કે મેડિકલ કોર્સનો અભ્યાસ વિદેશમાં વધારે સસ્તો પડી શકે છે. માત્ર MBBS ડિગ્રી જ સસ્તી નથી, પરંતુ BDS જેવા કોર્સ પણ કિફાયતી ખર્ચે ઉપલબ્ધ છે.

જો તમે BDS કરીને ડેન્ટિસ્ટ બનવા માંગતા હોવ, તો યુરોપ તમારા માટે પરફેક્ટ દેશ સાબિત થઈ શકે છે. અહીંની યુનિવર્સિટીઓમાં સસ્તા દરમાં ડેન્ટલ કોર્સ ઉપલબ્ધ છે. તેમજ, જો તમે એ દેશમાં પ્રેક્ટિસ પણ કરો છો, તો તમને સારી સેલેરી પણ મળી શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે, જો કોઈને યુરોપમાં BDS કોર્સ કરવો હોય, તો તેમને કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ. તેનો ઉત્તર ક્યૂએસ રેન્કિંગમાં મળે છે.

- Advertisement -

યુરોપની ટોપ-10 ડેન્ટલ યુનિવર્સિટીઓ:
ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબજેક્ટ મુજબ ડેન્ટિસ્ટ્રીમાં અભ્યાસ કરાવતી ટોપ યુનિવર્સિટીઓની સૂચિ આપવામાં આવી છે, જેમાં યુરોપની યુનિવર્સિટીઓ પણ સમાવિષ્ટ છે.

  1. એકેડેમિક સેન્ટર ફોર ડેન્ટિસ્ટ્રી, એમ્સ્ટરડમ (નીધરલૅન્ડ)
  2. કિંગ્સ કોલેજ લંડન (બ્રિટન)
  3. કરોલિંસ્કા ઇન્સ્ટિટ્યૂટ (સ્વીડન)
  4. યુનિવર્સિટી ઓફ જ્યોરિક (સ્વિટ્ઝરલેન્ડ)
  5. યુનિવર્સિટી ઓફ બર્ન (સ્વિટ્ઝરલેન્ડ)
  6. યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગ (જર્મની)
  7. કમ્પ્લૂટેન્સ યુનિવર્સિટી ઓફ મેડ્રિડ (સ્પેન)
  8. ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન (બ્રિટન)
  9. KU લ્યુવેન (બેલ્જિયમ)
  10. યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ (બ્રિટન)

યુરોપ જઈને ડેન્ટિસ્ટ બનવા માટે આ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવું યોગ્ય રહેશે. એડમિશન લેતા સમયે એ પણ ધ્યાનમાં રાખવું કે એડમિશનની શરતો શું છે. વધુ પડતા દેશોમાં ડેન્ટલ કોર્સ દરમિયાન ત્યાંની સ્થાનિક ભાષા આવડવી આવશ્યક છે. સ્થાનિક ભાષા આવડવાથી કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે. યુરોપમાં ડેન્ટિસ્ટને સારી સેલેરી મળે છે અને તેમને પરમાનેન્ટ રેઝિડન્સી મેળવવાનો પણ અવસર મળે છે.

- Advertisement -
Share This Article