Future of Jobs Report 2025: 9 કરોડ નોકરીઓ પર ખતરો, પરંતુ આ લોકો છે સુરક્ષિત! WEF ડેટા રજૂ

Arati Parmar
3 Min Read

Future of Jobs Report 2025: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (World Economic Forum)ના ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ 2025માં જણાવવામાં આવ્યું છે કે આગામી દાયકામાં (2030 સુધીમાં) વૈશ્વિક સ્તરે લગભગ 170 મિલિયન (17 કરોડ) નવી નોકરીઓનું સર્જન થશે. આ ઉપરાંત ઘણા સેક્ટર્સમાં નોકરીઓમાં ઘટાડો પણ થશે. આ ફેરફારોને કારણે લગભગ 92 મિલિયન (9.2 કરોડ) નોકરીઓ ખતમ થઈ જશે. આ ફેરફારો મુખ્યત્વે ટેક્નોલોજીકલ વિકાસ, ગ્રીન ટ્રાન્ઝિશન, આર્થિક અને ડેમોગ્રાફિક પરિવર્તનોના કારણે થશે.

9 કરોડ નોકરીઓ ખતરામાં

- Advertisement -

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 20થી 25 જાન્યુઆરી દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડના દોવાસમાં યોજાવા જઈ રહી છે. બેઠક પહેલા જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવી-નવી ટેકનોલોજી આવવાથી 2030 સુધીમાં નોકરીઓમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ છે. ટેકનોલોજી સેક્ટરમાં પ્રગતિની સાથે વસ્તી વિષયક ફેરફારો, ભૂ-આર્થિક તણાવ અને દબાણના કારણે વિશ્વભરમાં ઈન્ડસ્ટ્રીઝ અને પ્રોફેશનલ્સમાં મોટા ફેરફારો થશે. 2030 સુધી 170 મિલિયન (17 કરોડ) નવી નોકરીઓનું સર્જન થશે અને 91 મિલિયન (9.2 કરોડ) નોકરીઓ ખતમ થઈ શકે છે, જ્યારે વિકાસશીલ લેબર માર્કેટમાં 1090 મિલિયન નોકરીઓ પર કોઈ ફરક નહીં પડે.

સૌથી ઝડપથી વિકસતી નોકરીઓ

- Advertisement -

કૃષિ કામદારો અને શ્રમિકો, હળવા ટ્રક ડ્રાઈવરો, ડિલિવરી બોય, સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપર્સ, બિલ્ડિંગ ફ્રેમર્સ, ફિનિશર્સ અને સંબંધિત વ્યવસાયોના શ્રમિકો, દુકાનના સેલ્સપર્સન, ફૂડ પ્રોસેસિંગ અને સંબંધિત બિઝનેસના શ્રમિકો, કાર, વાન અને મોટરસાયકલ ડ્રાઈવરો, નર્સિંગ પ્રોફેશનલ્સ, વેઈટરો, કારખાનામાં કામ કરતા કામદારો, પ્રોજેક્ટ મેનેજરો, યુનિવર્સિટીના પ્રોફેસરો અને હાઈસ્કૂલના શિક્ષકો, માધ્યમિક સ્કૂલોના શિક્ષકો અને વ્યક્તિગત સંભાળ રાખનારાઓ.

સૌથી વધારે ઘટશે આ નોકરીઓ 

- Advertisement -

કેશિયર અને ટિકિટ ક્લાર્ક, બિલ્ડિંગ કેરટેકર, ક્લિનર (સફાઈ કામદારો) અને હાઉસકીપર, સ્ટોક-કીપિંગ ક્લાર્ક, પ્રિન્ટિંગ અને સંબંધિત બિઝનેસના શ્રમિકો, એકાઉન્ટિગ, બુકકીપિંગ અને પેરોલ ક્લાર્ક, એકાઉન્ટન્ટ અને ઓડિરર, ટ્રાન્સપોર્ટેશન એટેન્ડન્ટ અને કન્ડક્ટર, સિક્યોરિટી ગાર્ડ્સ, બેંક ટેલર અને બેંકના ક્લાર્ક, ડેટા એન્ટ્રી ક્લાર્ક, ગ્રાહક સેવા કર્મચારીઓ, ગ્રાફિક ડિઝાઈનર્સ, સુપરવાઈઝર, સ્ટોરકીપર.

આગામી 5 વર્ષમાં ટેકનિકલ સ્કિલ્સ સૌથી જરૂરી બની જશે. આમાં શામેલ છે – આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) અને બિગ ડેટા, નેટવર્ક અને સાયબર સિક્યોરિટી, ટેક્નોલોજિકલ લિટરેસી, ટેક્નિકલ સ્કિલ્સની સાથે ક્રિએટિવ થિન્કિંગ. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું સેન્ટર ફોર ધ ન્યૂ ઇકોનોમી એન્ડ સોસાયટી વિવિધ વ્યવસાયો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારો સાથે મળીને લોકોને ભવિષ્યના અર્થતંત્ર માટે તૈયાર કરવામાં મદદ કરી રહ્યું છે.

Share This Article