Indian Oil Recruitment 2025: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં (IOCL) નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. જો તમે પણ આ જગ્યાઓ સંબંધિત લાયકાત ધરાવો છો, તો તમારા માટે સુવર્ણ તક છે. આ માટે ઈન્ડિયન ઓઈલે એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવાની ઈચ્છા ધરાવે છે, તે ઇન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરી શકે છે.
ઈન્ડિયન ઓઈલની આ ભરતી અંતર્ગત કુલ 200 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો 16 ફેબ્રુઆરી કે તે પહેલા અરજી કરી શકો છો. આ જગ્યાઓ માટે અરજી કરતા પહેલા નીચે આપવામાં આવેલી વિગતો ધ્યાનથી વાંચી લો.
જગ્યાઓની વિગતો
ટ્રેડ એપ્રેન્ટિસ – 55 જગ્યા
ટેક્નિશિયન એપ્રેન્ટિસ – 25 જગ્યા
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – 120 જગ્યા
શૈક્ષણિક લાયકાત
ટ્રેડ એપ્રેન્ટિસ – ધોરણ 10 પાસ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
ટેક્નિશિયન એપ્રેન્ટિસ – ઉમેદવારો પાસે સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
ટ્રેડ એપ્રેન્ટિસ – ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ
ટેક્નિશિયન એપ્રેન્ટિસ – 18 વર્ષ થી 24 વર્ષ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – 18 વર્ષ થી 24 વર્ષ
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી તેમને મેળવેલા માર્ક્સ કે ટકાવારીના આધારે થશે. જો ઉમેદવારોના માર્ક્સ એક સરખા હોય તો, વધુ વયના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
અન્ય વિગતો
આ નોકરી માટે એવા જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમણે NAPSNATS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હોય. ઉમેદવારોને ઈન્ડિયન ઓઈલ દ્વારા નક્કી મેડિકલ સ્ટાન્ડર્ડને પૂરા કરવા જરૂરી છે. આ ભરતી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે નહીં.

