HPCL Recruitment 2026: HPCLમાં ટેક્નિશિયન અને ઓપરેટર સહિત વિવિધ પદો પર ભરતી, 13 ઑગસ્ટ સુધી કરો અરજી
HPCL Recruitment 2026: ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ જો તમે પણ સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં તક છે. કંપનીએ પોતાની રિફાઇનરી માટે નવી ભરતી જાહેર કરી છે. પ્રોસેસ ટેક્નિશિયન, પ્રોસેસ ઓપરેટર, ટેક્નિશિયન ઓપરેટર અને ટેક્નિશિયનના પદો ભરવામાં આવશે. આ તમામ પદો માટે કંપનીને સારા અને લાયક ઉમેદવારોની જરૂર છે. જો તમે નોકરી મેળવવા ઇચ્છતા હો, તો ઑફિશિયલ વેબસાઇટ www.bharatpetroleum.in પર જઈ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ભારત સરકારની મોટી તેલ અને ગેસ કંપની છે, જે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેને ‘મહારત્ન’નો દરજ્જો પણ પ્રાપ્ત છે. કંપનીએ પોતાની મુંબઈ અને કોચ્ચિ રિફાઇનરી માટે આ ભરતી બહાર પાડી છે.
BPCLની નવી ભરતી 2026
| પદનું નામ | રિફાઇનરી | કુલ ખાલી જગ્યાઓ |
|---|---|---|
| પ્રોસેસ ટેક્નિશિયન (કેમિકલ) | મુંબઈ રિફાઇનરી | 60 |
| પ્રોસેસ ઓપરેટર/ઓપરેટર (કેમિકલ) | કોચ્ચિ રિફાઇનરી | 64 |
| ટેક્નિશિયન ઓપરેટર (મેકેનિકલ) | કોચ્ચિ રિફાઇનરી | 13 |
| ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) | કોચ્ચિ રિફાઇનરી | 17 |
| કુલ | — | 154 |
લાયકાત શું જોઈએ?
શૈક્ષણિક લાયકાત: AICTEથી માન્યતા પ્રાપ્ત ફુલ ટાઈમ રેગ્યુલર ડિપ્લોમા હોવો જરૂરી છે. પ્રોસેસ ટેક્નિશિયન (કેમિકલ) અને પ્રોસેસ ઓપરેટર/ઓપરેટર (કેમિકલ) માટે કેમિકલ એન્જિનિયરિંગ અથવા કેમિકલ ટેક્નોલોજીમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. ટેક્નિશિયન ઓપરેટર (મેકેનિકલ) માટે મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) પદ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ પાવર/સિસ્ટમ/ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રોલ)માં ડિપ્લોમા હોવો જોઈએ.
નંબર કેટલા હોવા જોઈએ: જનરલ/EWS/OBC નોન ક્રીમી લેયરના ઉમેદવારોએ ડિપ્લોમામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. જ્યારે SC/ST/PwBD ઉમેદવારો માટે 50 ટકા ગુણ પણ માન્ય રહેશે.
અનુભવ: ડિપ્લોમા સાથે સંબંધિત પદ પર એક વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ અથવા એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ પૂર્ણ કરેલી હોવી જોઈએ.
ઉંમર મર્યાદા: ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ. મહત્તમ ઉંમર જનરલ અને EWS ઉમેદવારો માટે 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. OBC (નોન ક્રીમી લેયર)ને 3 વર્ષની, SC/STને 5 વર્ષની અને PwBD ઉમેદવારોને 10 વર્ષની ઉંમર છૂટ મળશે.
કેટલો મળશે પગાર?
જે ઉમેદવારોની અંતિમ નિમણૂક માટે પસંદગી થશે, તેમને એન્ટ્રી લેવલ પર NG-2 ગ્રેડમાં ₹26,500થી ₹34,000ના પે સ્કેલ મુજબ શરૂઆતનો બેસિક પગાર ₹26,500 મળશે. બેસિક પગાર ઉપરાંત ડિયરનસ એલાઉન્સ (DA) અને અન્ય ભથ્થાં પણ મળશે. આ ભરતી મુંબઈ અને કોચ્ચિ રિફાઇનરી માટે છે, પરંતુ ઉમેદવારોને પ્રથમ પોસ્ટિંગ અથવા ત્યારબાદ અન્ય કોઈપણ રિફાઇનરી, માર્કેટિંગ ઑફિસ, પ્રોજેક્ટ અથવા અન્ય સ્થળે પણ ફરજ સોંપવામાં આવી શકે છે.
પસંદગી કેવી રીતે થશે?
પસંદગી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવામાં આવશે.
પરીક્ષામાં 100 ગુણના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા માટે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય મળશે.
તેમાં ડોમેન નોલેજમાંથી 60 ગુણના અને 40 ગુણના પ્રશ્નો ઇંગ્લિશ લેંગ્વેજ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, લોજિકલ રીઝનિંગ, જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર્સમાંથી પૂછવામાં આવશે.
તમામ પ્રશ્નો ઑબ્જેક્ટિવ પ્રકારના હશે. સૌથી મહત્વની વાત એ છે કે પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય.
બીજા તબક્કામાં સ્કિલ/પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે, જેમાં માત્ર લેખિત પરીક્ષાની કટઓફ પાસ કરનાર ઉમેદવારોને જ બોલાવવામાં આવશે.
ત્યારબાદ ત્રીજા તબક્કામાં મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.
આ ભરતી માટે ઉમેદવારો 27 જુલાઈથી અંતિમ તારીખ 13 ઑગસ્ટ 2026 રાત્રે 11:59 pm સુધી અરજી કરી શકશે. કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ સપ્ટેમ્બર 2026માં યોજાશે.

