Global Teacher Prize 2025: સાઉદી અરબના એક શિક્ષકે 86 લાખ રૂપિયાની ગ્લોબલ ટીચર પ્રાઈઝ મની જીતી છે. આ પુરસ્કાર જીતનાર ટોપ 10માં ભારતનો પણ એક શિક્ષક સામેલ છે. સાઉદી અરબના શિક્ષકને લાખોનો પુરસ્કાર વિદ્યાર્થીઓ અને કેદીઓના જીવનને નવી દિશા આપવા માટે આપવામાં આવ્યો છે. શિક્ષક મંસૂર અલ મંસૂરે શિક્ષણથી વંચિત બાળકો અને કેદીઓને જીવન જીવવાની નવી દિશા બતાવી છે.
મંસૂર-અલ-મંસૂર શિક્ષક હોવાની સાથે એક લેખક પણ છે. તે સાઉદી અરબમાં પોતાની સામાજિક સેવાઓ માટે જાણીતા છે. તેમણે ખાસ કરીને સાઉદી અરબમાં ગર્મીઓમાં સારસંભાળનો એવો એક કાર્યક્રમ ચલાવ્યો હતો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે, તે સિવાય તેમણે ઘણા કેદીઓને શિક્ષણ આપી સમાજમાં ફરી સામેલ થવાની તક આપી.
ગ્લોબલ ટીચર પ્રાઈઝ મનીના ટોપ 10 ફાઇનલિસ્ટ
બ્રેટ ડાસ્કોમ્બે – ઓસ્ટ્રેલિયા, રેમન મેજે ફ્લોરિઆનો – કોલંબિયા, સેલિન હેલર- ફ્રાન્સ, ટીઓંગે માટામ્બો – માલાવી, મુહમ્મદ નઝમી – મલેશિયા, કરીના સારો – આર્જેન્ટિના, મોહમ્મદ ઈમરાન ખાન મેવાતી – ભારત, મન્સૂર અલ મન્સૂર – સાઉદી અરેબિયા, સુભાષ ચંદ્ર કે – ન્યુઝીલેન્ડ, એરિક હ્યુક – અમેરિકા
કોણ આપે છે આ પુરસ્કાર?
ગ્લોબલ ટીચર પુરસ્કાર વર્કી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. તેના સંસ્થાપક સની વર્કી છે. તેમણે જીઈએમએસ એજ્યુકેશન કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની અંતર્ગત મિસ્ર, કતર તેમજ સંયુક્ત અરબ અમીરાતમાં ડઝનો સ્કૂલોનું સંચાલન કરવામાં આવે છે. વર્કી ફાઉન્ડેશને અલ-મંસૂર સહિત અત્યાર સુધીમાં નવ શિક્ષકોને આ પુરસ્કાર આપ્યો છે. ફાઉન્ડેશને આ પુરસ્કારની શરૂઆત 2015માં કરી હતી.

