Gujarat Income Tax Recruitment: આવકવેરા વિભાગ (Income Tax Department) માં કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ આસિસ્ટન્ટ (Tax Assistant) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ના પદ પર યોગ્ય ઉમેદવારોની જરૂર છે. આ માટે આવકવેરા વિભાગે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે. એપ્લિકેશન ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. જે ઉમેદવારો યોગ્યતા સંબંધિત તમામ શરતો પૂરી કરે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ incometaxgujarat.gov.in દ્વારા ફોર્મ એપ્લાય કરી શકે છે.
ગુજરાત આવકવેરા વિભાગ ભરતી 2026 ની વિગતો
| વિગત | માહિતી |
| ભરતી કરતી સંસ્થા | આવકવેરા વિભાગ, ગુજરાત |
| પદનું નામ | ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) |
| ઓફિશિયલ વેબસાઇટ | incometaxgujarat.gov.in |
| પદોની સંખ્યા | 46 |
| અરજી શરૂ થવાની તારીખ | 31 જાન્યુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 21 ફેબ્રુઆરી 2026 |
વયમર્યાદા: ટેક્સ આસિસ્ટન્ટના પદ માટે ઉમેદવારોની ઉંમર 18-27 વર્ષ અને MTS માટે 18-25 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે.
પગાર: ટેક્સ આસિસ્ટન્ટ- પે લેવલ-04 (₹25500-81100), મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ- પે લેવલ-01 (₹18000-56900).
આવકવેરા વિભાગમાં નોકરી માટે યોગ્યતા શું જોઈએ?
ટેક્સ આસિસ્ટન્ટ: કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી બેચલર ડિગ્રી હોવી જોઈએ. ડેટા એન્ટ્રીની સ્પીડ 8,000 કી ડિપ્રેશન હોવી જોઈએ.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 10મું પાસ કે સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ.
ખાસ શરત: શૈક્ષણિક લાયકાત ઉપરાંત ઉમેદવાર સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટર-યુનિવર્સિટી ટુર્નામેન્ટ, નેશનલ સ્પોર્ટ્સ ગેમ્સ કે ખેલો ઇન્ડિયામાં ભાગ લીધેલ હોવો જોઈએ. એથ્લેટિક્સ, બેડમિન્ટન, ક્રિકેટ, કબડ્ડી સહિત 17 રમતોમાં આ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
ઇનકમ ટેક્સની ભરતીમાં કેવી રીતે અરજી કરવી?
૧. આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ incometaxgujarat.gov.in પર જવું પડશે.
૨. અહીં તમને આ ભરતી સંબંધિત અરજીની લિંક મળશે.
૩. તેમાં જે પદ માટે તમે અરજી કરી રહ્યા હોવ તે ભરો.
૪. ત્યારબાદ તમારું નામ, જન્મતારીખ, લિંગ, કેટેગરી અને સ્પોર્ટ્સ ઇવેન્ટની તમામ વિગતો ભરો.
૫. સરનામું, આધાર કાર્ડ નંબર, ફોટોગ્રાફ અને હસ્તાક્ષર (સિગ્નેચર) જેવા ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહેશે.
૬. છેલ્લે ડિક્લેરેશન ભરો અને ફોર્મ સબમિટ કરી દો.
આવકવેરા વિભાગની આ ભરતી સાથે જોડાયેલી જો તમારે કોઈ અન્ય વિગત જોઈતી હોય તો તમે સત્તાવાર વેબસાઇટ ચેક કરી શકો છો.

