H-1B Visa Side Income Rules 2026: H-1B હોલ્ડર્સ ચલાવી રહ્યા છે ‘હોમ કિચન’! ટેક્સાસમાં મચ્યો હોબાળો, જાણો સાઇડ ઇન્કમ અંગેના નિયમો શું છે

Arati Parmar
2 Min Read

H-1B Visa Side Income Rules 2026: ટેક્સાસ જેવા રાજ્યોમાં મોટી સંખ્યામાં ભારતીય H-1B હોલ્ડર્સ આઈટી અને હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરે છે. સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે ઘણા વિદેશી કામદારો ગેરકાયદેસર રીતે ‘હોમ કિચન’ ચલાવી રહ્યા છે. નિયમ મુજબ, આ વિઝા ધારકોને સાઇડ ઇન્કમ કરવાની મંજૂરી નથી. કાયદા એટલા સખત છે કે કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાની ચેનલ પણ મોનેટાઈઝ કરી શકતા નથી. તેમ છતાં, કેટલાક લોકો ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ દ્વારા કેટરિંગ સર્વિસની જાહેરાત કરી રહ્યા છે.

એક્સ (X) પર એક યુઝરે આક્ષેપ કર્યો કે ટેક્સાસના મેકિની શહેરમાં એક ભારતીય મહિલા નાની પાર્ટીઓ માટે ઉત્તર ભારતીય વાનગીઓના ઓર્ડર લઈ રહી છે. સ્થાનિક કાયદા મુજબ, ફૂડ ઓર્ડર લેતા પહેલા પરમિટ હોવી જોઈએ અને કિચનની તપાસ થવી જોઈએ. વધુમાં, ટેક્સાસનો ‘કોટેજ ફૂડ લો’ ઘરેથી માત્ર બેકરી પ્રોડક્ટ્સ બનાવવાની મંજૂરી આપે છે, ગરમ ભોજન પીરસવાની નહીં.

- Advertisement -

સાઇડ ઇન્કમ (Side Income) અંગેના નિયમો શું છે?
H-1B વિઝા પર કામ કરતા વિદેશી કામદારો માટેના નિયમો અત્યંત કડક છે:

ચોક્કસ એમ્પ્લોયર: કામદાર ફક્ત તે જ કંપની માટે કામ કરી શકે છે જેણે તેના વિઝા માટે અરજી (Petition) કરી હોય.

- Advertisement -

શું ગેરકાયદેસર છે?: ફ્રીલાન્સિંગ, ઉબેર (Uber) ચલાવવું, સાઇડ ઇન્કમ માટે કન્સલ્ટિંગ કરવું, કોન્ટ્રાક્ટ વર્ક કે સાઇડ બિઝનેસ ચલાવવો એ USCIS ની નજરમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

શું કાયદેસર છે?: આવકનો બીજો સ્ત્રોત ફક્ત ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ), સ્ટોક માર્કેટ અથવા ભાડું (Rent) હોઈ શકે છે, પરંતુ શરત એ છે કે વિઝા ધારકે તેમાં સક્રિયપણે સમય આપવાની જરૂર ન હોવી જોઈએ (Passive Income).

- Advertisement -

H-4 વિઝા ધારકો: જે H-4 ધારકો પાસે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) છે, તેઓ બિઝનેસ ચલાવી શકે છે, જો તેઓ સ્થાનિક કાયદાઓનું પાલન કરતા હોય.

Share This Article