Indian Soldier Salary: આજના સમયમાં ભારતમાં પોલીસ કોન્સ્ટેબલ, કર્મચારી કે કોઈ પોલીસ અધિકારીને કેટલો પગાર મળે છે, તેના વિશે તો લગભગ મોટાભાગના લોકો જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે ભારત દેશ પર અંગ્રેજોનું શાસન હતું, તે સમયે પોલીસમાં ભરતી થનારા ભારતીયોને કેટલો પગાર મળતો હતો? જો તમે આ વિશે નથી જાણતા તો આજે અમે આપને આ વિશે જણાવીશું.
અંગ્રેજોના શાસન વખતના પગારમાં અને અત્યારના પગારમાં ઘણો ફરક છે. પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, એક્સેટર યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાઈ ઇતિહાસ ભણાવતા ડૉ. ગજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, 1860માં અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય સિપાહી (સૈનિક)નો માસિક પગાર 7 રૂપિયા હતો.
ડૉ. ગજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વર્ષ 1895માં 9 રૂપિયા અને 1911માં દર મહિને 11 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. તે જમાનામાં આ રૂપિયા બે આના અને પાંચ પૈસા બરાબર હતા.
1860ના દાયકામાં અને ત્યારબાદ ભારતીય અધિકારીઓના પગારમાં થોડો સુધારો થયો હતો. ઘોડેસવાર સેનામાં એક રિસાલદાર મેજરને 150 રૂપિયા, રિસાલદારને 80 રૂપિયા અને જમાદારને 50 રૂપિયા પગાર દર મહિને મળતો હતો.
પરંતુ આ પગાર યુરોપિયન અધિકારીઓને મળતા પગારની સરખામણીમાં ઘણો ઓછો હતો. ઘોડેસવાર સેના અથવા તોપખાનાના બ્રિટિશ (અંગ્રેજ) કર્નલને દર મહિને 1478 રૂપિયા, લેફ્ટનન્ટ કર્નલને 1032 રૂપિયા અને મેજરને 929 રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો. આજના ધોરણો મુજબ, તે સમયે કર્નલને લગભગ 8 લાખ રૂપિયા જેટલો પગાર આપવામાં આવતો હતો.

