IAF Airmen Recruitment 2026: એરફોર્સમાં એરમેન બનવાની છેલ્લી તક: મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ માટે ભરતી, જાણો કેવી રીતે ૧ ફેબ્રુઆરી પહેલા કરવું ઓનલાઇન રજીસ્ટ્રેશન

Arati Parmar
3 Min Read

IAF Airmen Recruitment 2026: એરફોર્સમાં છોકરાઓ માટે એરમેન બનવાની ઉત્તમ તક છે. ભારતીય વાયુસેનામાં અપરિણીત અને પરિણીત પુરુષો માટે મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડમાં વેકેન્સી બહાર પડી છે. એરમેન ઇનટેક 01/2027 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ઓફિશિયલ વેબસાઇટ iafrecruitment.edcil.co.in પર ચાલી રહ્યું છે. એવામાં જે પણ ઉમેદવાર ઇન્ડિયન એરફોર્સમાં ભરતી થવા માંગે છે, તેઓ ફટાફટ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી લે, કારણ કે છેલ્લી તારીખ નજીક છે.

જરૂરી વિગતો

વિગતમાહિતી
ફોર્સભારતીય વાયુસેના
પદનું નામએરમેન (Airmen)
ઇનટેકએરમેન ઇનટેક 01/2027
ગ્રુપગ્રુપ Y (નોન ટેકનિકલ)
પદોની સંખ્યાજાહેર કરાઈ નથી
ઓફિશિયલ વેબસાઇટiafrecruitment.edcil.co.in
અરજી શરૂ થવાની તારીખ12 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ1 ફેબ્રુઆરી 2026
પરીક્ષા ક્યારે યોજાશે?30 માર્ચ 2026 / 31 માર્ચ 2026
હાઇટ152 સેમી
રનિંગ21 થી ઓછી ઉંમરના ઉમેદવારે 1.6 કિમીની દોડ 7 મિનિટમાં પૂરી કરવાની રહેશે. જ્યારે 21 થી વધુ ઉંમરના ડિપ્લોમા/B.Sc ફાર્મસી વાળાને 7 મિનિટ 30 સેકન્ડનો સમય મળશે. દોડની સાથે પુશઅપ્સ, સીટઅપ્સ, સ્ક્વોટ્સ પણ કરવાના રહેશે.
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા, ફિઝિકલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ વગેરે

એરફોર્સ એરમેન માટે યોગ્યતા

ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2/ઇન્ટરમીડિયેટ/સમકક્ષ પરીક્ષા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ સાથે ન્યૂનતમ 50 ટકા માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ. ઇંગ્લિશ વિષયમાં પણ 50 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. બે વર્ષનો વોકેશનલ કોર્સ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ સાથે કરનાર પણ એપ્લાય કરી શકશે.

- Advertisement -

ડિપ્લોમા/B.Sc ફાર્મસી માટે ઉમેદવારે ઇન્ટરમીડિયેટ/10+2/સમકક્ષ પરીક્ષા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી/ઇંગ્લિશ વિષયો સાથે 50 ટકા માર્ક્સથી પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ ડિપ્લોમા/B.Sc ફાર્મસી ન્યૂનતમ 50 ટકા માર્ક્સ સાથે સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં માન્ય રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

વયમર્યાદા: મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ (10+2) ઉમેદવારની જન્મતારીખ 1 જાન્યુઆરી 2006 થી 1 જાન્યુઆરી 2010 સુધી હોવી જોઈએ. જ્યારે મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ (ડિપ્લોમા/B.Sc ફાર્મસી) માટે અપરિણીત પુરુષ ઉમેદવારનો જન્મ 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2008 વચ્ચે અને પરિણીત પુરુષોની જન્મતારીખ 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2006 સુધી માન્ય ગણાશે (બંને તારીખોની પણ ગણતરી થશે).

- Advertisement -

એપ્લાય કેવી રીતે કરવું?

  • એરમેન એન્ટ્રીમાં એપ્લાય કરવા માટે તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ iafrecruitment.edcil.co.in પર જવું પડશે.

  • અહીં તમારે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • યુઝર આઈડી અને પાસવર્ડ તમારી ઈમેલ અને એસએમએસ પર મોકલી દેવામાં આવશે.

  • ત્યારબાદ ફરીથી લોગિન કરો. હવે ‘એરમેન’ વાળા ટેબ પર જઈને તમારી પર્સનલ અને એજ્યુકેશનલ સંબંધિત તમામ માહિતી ભરી દો.

  • તમારો પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ 100 kb થી 200 kb માં jpg/jpeg ફોર્મેટમાં અપલોડ કરો. હસ્તાક્ષર, ડાબા અંગૂઠાનું નિશાન અને લાઈવ ફોટો પણ અપલોડ થશે.

  • બધી વિગતો ભર્યા પછી ફોર્મને ફાઇનલી સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.

  • આ ભરતી સાથે જોડાયેલી અન્ય કોઈ પણ માહિતી માટે ઉમેદવાર એરફોર્સની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Share This Article