IIT Madras BTech Fees: દેશની નંબર-1 કોલેજ IIT મદ્રાસમાં BTech માટે કેટલી છે ફી? જાણો 4 વર્ષમાં કેટલો ખર્ચ થાય છે

Arati Parmar
3 Min Read

IIT Madras BTech Fees: દેશની ટોપ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં એડમિશનનું સપનું જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે બીટેક ફી સ્ટ્રક્ચર સમજવું ખૂબ જરૂરી છે. જેઈઈ એડવાન્સ (JEE Advanced) ની તૈયારી વચ્ચે લાખો વિદ્યાર્થીઓ IITમાં એડમિશન માટે મહેનત કરી રહ્યા છે. એવામાં ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સવાલ હોય છે કે IIT મદ્રાસ જેવી ટોપ કોલેજમાં BTech ની ફી કેટલી હોય છે અને દરેક સેમેસ્ટરનો ખર્ચ કેટલો આવે છે.

આ લેખ IIT મદ્રાસમાં બીટેકની સેમેસ્ટર મુજબની ફી અને અન્ય શુલ્ક માળખા વિશે માહિતી આપે છે. આનાથી તમને આગામી શૈક્ષણિક સત્રમાં એડમિશન લેતા પહેલા કુલ ખર્ચનો અંદાજ મળી શકે છે.

- Advertisement -

દેશની નંબર-1 એન્જિનિયરિંગ કોલેજ છે IIT મદ્રાસ

  • દેશની ટોપ બીટેક કોલેજોમાં IIT મદ્રાસ પ્રથમ ક્રમે છે.

  • NIRF રેન્કિંગ 2025 ની એન્જિનિયરિંગ કેટેગરીમાં IIT મદ્રાસ પ્રથમ સ્થાને છે.

  • અહીં બીટેક એડમિશન JEE મેન્સ અને JEE એડવાન્સના સ્કોર તેમજ જોસા (JoSAA) કાઉન્સેલિંગ દ્વારા થાય છે.

IIT મદ્રાસમાં 4 વર્ષનો બીટેક કરવાનો ખર્ચ

  • IIT મદ્રાસમાં 4 વર્ષ (8 સેમેસ્ટર) ના BTech કોર્સની કુલ ફી વિદ્યાર્થીની કેટેગરી અને આવક મુજબ બદલાય છે.

  • જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી પ્રતિ સેમેસ્ટર અંદાજે 1,00,000 રૂપિયા હોય છે, એટલે કે વાર્ષિક આશરે 2 લાખ રૂપિયા આપવાના હોય છે.

  • આ ઉપરાંત હોસ્ટેલ, મેસ અને અન્ય શુલ્ક મળીને વાર્ષિક કુલ ખર્ચ આશરે 2.5 થી 3.5 લાખ સુધી પહોંચી શકે છે.

  • 4 વર્ષમાં કુલ અંદાજિત ખર્ચ આશરે 10 લાખથી 15 લાખ રૂપિયાની વચ્ચે આવે છે.

  • અન્ય વર્ગના વિદ્યાર્થીઓને ફીમાં છૂટછાટ અને સ્કોલરશિપનો લાભ પણ મળી શકે છે.

IIT મદ્રાસ BTech ફી સ્ટ્રક્ચર (2024-25)

અહીં સંસ્થાની ફી અને સેમેસ્ટર વાઇઝ ફીની વિગતો આપવામાં આવી છે:

ઇન્સ્ટિટ્યૂટ ફી (વન ટાઈમ):

- Advertisement -
  • એડમિશન ફી: 3,000 રૂપિયા

  • સ્ટુડન્ટ વેલફેર ફંડ: 1,500 રૂપિયા

  • કરિયર પાથ-વે ફેસિલિટી ચાર્જ: 550 રૂપિયા

  • એલ્યુમની સર્વિસ ફી: 6,000 રૂપિયા

  • કુલ વન ટાઈમ ફી: 16,000 રૂપિયા

સેમેસ્ટર ફી:

  • ટ્યુશન ફી: 1,00,000 રૂપિયા

  • એનરોલમેન્ટ ફી: 1,500 રૂપિયા

  • મેડિકલ ફી: 1,500 રૂપિયા

  • સીટ રેન્ટ: 7,500 રૂપિયા

  • પંખા, પાણી, વીજળી અને ઇન્ટરનેટ ખર્ચ (માત્ર હોસ્ટેલર્સ માટે): 5,000 રૂપિયા

  • કુલ સેમેસ્ટર ફી: 1,15,500 રૂપિયા

કેટેગરી મુજબ સેમેસ્ટરની કુલ ફી

કેટેગરી અને આવક (હાસ્ટલર્સ માટે)ફી (રૂપિયા)
જનરલ/OBC/EWS (કૌટુંબિક આવક 5 લાખથી વધુ)1,36,500
જનરલ/OBC/EWS (કૌટુંબિક આવક 1 લાખથી 5 લાખ વચ્ચે)69,833
જનરલ/OBC/EWS (કૌટુંબિક આવક 1 લાખથી ઓછી)36,500
SC/ST/PwD (આવક ગમે તે હોય)36,500

ડે સ્કોલર્સ (Day Scholars) માટે આ ફીમાં થોડો ઘટાડો થાય છે, જેમાં જનરલ કેટેગરી (5 લાખથી વધુ આવક) માટે ફી અંદાજે 1,31,500 રૂપિયા પ્રતિ સેમેસ્ટર હોય છે.

- Advertisement -

હોસ્ટેલ અને મેસ ખર્ચ

  • હોસ્ટેલ ફી દર સેમેસ્ટર આશરે 30,000 થી 40,000 રૂપિયાની વચ્ચે હોય છે.

  • હોસ્ટેલ એડમિશન ફી 500 રૂપિયા હોય છે અને અંદાજે 5,000 રૂપિયા રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડે છે.

  • મેસ (જમવાનો) ખર્ચ અલગથી હોય છે, જે પ્રતિ સેમેસ્ટર અંદાજે 20,000 રૂપિયાની આસપાસ રહે છે.

આગામી શૈક્ષણિક સત્ર (2026-27) માટે ફી સ્ટ્રક્ચરમાં નજીવો તફાવત હોઈ શકે છે, તેથી એડમિશન પહેલા સત્તાવાર પ્રોસ્પેક્ટસ ચોક્કસ ચેક કરવું.

Share This Article