CA Exam Difficulty: ભારતની સૌથી કઠિન પરીક્ષા CA પાસ કરવી એટલી મુશ્કેલ કેમ છે? જાણો પાછળના મુખ્ય કારણો

Arati Parmar
2 Min Read

CA Exam Difficulty: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) ની પરીક્ષા ભારતની સૌથી મુશ્કેલ વ્યાવસાયિક પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવા ઉમેદવારો વર્ષો સુધી તૈયારી કરે છે. આ પરીક્ષા પાસ કરવી એટલા માટે પણ મુશ્કેલ છે કે CAનો અભ્યાસક્રમ ખૂબ વિશાળ છે અને પાસ થવાની ટકાવારી પણ ખૂબ ઓછી છે. છતાં પણ આની પાછળ અન્ય ઘણાં કારણો છે. ચાલો જાણીએ.

CA પરીક્ષા એટલી મુશ્કેલ કેમ છે?

- Advertisement -

વિસ્તૃત અને સતત બદલાતો અભ્યાસક્રમ (Vast & Dynamic Syllabus)
CAના અભ્યાસક્રમમાં અકાઉન્ટિંગ, ઓડિટિંગ, કોર્પોરેટ કાયદા, ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સેશન, કોસ્ટિંગ અને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે. દરેક વિષયમાં નિષ્ણાતતા જરૂરી છે.
ભારતના આર્થિક કાયદા (જેમ કે GST, કંપની અધિનિયમ) અને અકાઉન્ટિંગ ધોરણો સતત બદલાતા રહે છે. વિદ્યાર્થીઓને આ બદલાવ સાથે સતત અપડેટ રહેવું પડે છે, જે ખૂબ જ મોટો પડકાર છે.

કડક પાસિંગ માપદંડ (Strict Passing Criteria)
ICAIએ CA પરીક્ષા પાસ કરવા માટે કડક નિયમો બનાવ્યા છે. દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવા જરૂરી છે અને સમગ્ર ગ્રુપ (4 પેપર)માં કુલ 50 ટકા ગુણ હોવા ફરજિયાત છે. જો વિદ્યાર્થી કોઈ એક વિષયમાં 40 ટકા કરતાં ઓછા ગુણ મેળવે, તો તેને આખા ગ્રુપની પરીક્ષા ફરી આપવી પડે છે. આ નિયમ વિદ્યાર્થીઓ પર વધારાનો દબાણ લાવે છે.

- Advertisement -

આર્ટિકલશિપ સાથે અભ્યાસનું સંચાલન (Managing Articleship)
CA બનવા માટે 3 વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ (પ્રેક્ટિકલ ટ્રેનિંગ) કરવી પડે છે. વિદ્યાર્થીઓએ દિવસના લગભગ 8 કલાક ઓફિસમાં કામ કરીને સાથે સાથે CA ફાઇનલ માટે અભ્યાસ કરવો પડે છે. કામ અને અભ્યાસ વચ્ચે સંતુલન સાધવું સૌથી મોટો પડકાર છે, જેના કારણે વિદ્યાર્થીઓને સતત વર્ષો સુધી ભારે મહેનત કરવી પડે છે.

- Advertisement -
Share This Article