Railway Group D Recruitment 2026: રેલવેમાં નવી ગ્રુપ ડી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર આવી ગઈ છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ૨૧,૯૯૭ પદો પર ગ્રુપ ડીની વિસ્તૃત જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગાઉ રોજગાર સમાચાર પત્રમાં ટૂંકી સૂચના આપવામાં આવી હતી, પરંતુ હવે ઉમેદવારો www.rrbapply.gov.in પર જઈને આખી જાહેરાત જોઈ શકે છે. રેલવેએ આ નવી ભરતી માટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, જે ૨ માર્ચ ૨૦૨૬ સુધી ચાલશે. જ્યારે અરજી ફી ૪ માર્ચ સુધી ભરી શકાશે.
RRB ગ્રુપ ડી નવી ભરતી ૨૦૨૬ ની વિગતો
| વિગત | માહિતી |
| ભરતી બોર્ડ | રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) |
| પદનું નામ | ગ્રુપ ડી |
| પદોની સંખ્યા | ૨૧,૯૯૭ |
| અરજી શરૂ થવાની તારીખ | ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ૨ માર્ચ ૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી) |
| ફોર્મમાં સુધારાની વિન્ડો | ૫ માર્ચ થી ૧૪ માર્ચ ૨૦૨૬ |
| વયમર્યાદા | ૧૮ થી ૩૩ વર્ષ |
| બેઝિક સેલેરી | ૧૮,૦૦૦/- રૂપિયા |
| પસંદગી પ્રક્રિયા | લેખિત પરીક્ષા, PET, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ |
રેલવે ગ્રુપ ડી ભરતી માટે યોગ્યતા શું છે?
કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ૧૦મું પાસ/મેટ્રિક કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
જે ઉમેદવારોએ ITI કરેલું છે, તેઓ પણ આમાં અરજી કરી શકે છે.
ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૩૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. વયમર્યાદાની ગણતરી ૧ જાન્યુઆરી ૨૦૨૬ ના આધારે કરવામાં આવશે.
અનામત વર્ગ (OBC/SC/ST) ના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે.
અરજી ફી
SC, ST, માજી સૈનિક, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી: ૨૫૦/- રૂપિયા
અન્ય તમામ વર્ગો માટે: ૫૦૦/- રૂપિયા
કેવી રીતે એપ્લાય કરવું?
૧. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.rrbapply.gov.in પર જઈને ‘Create an Account’ પર ક્લિક કરો.
૨. તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી નાખીને રજિસ્ટ્રેશન કરો.
૩. ત્યારબાદ લોગ-ઈન કરીને પર્સનલ ડિટેલ્સ, એજ્યુકેશન અને ITI ની વિગતો ધ્યાનપૂર્વક ભરો.
૪. તમારો ફોટો અને સહી નિયત સાઈઝમાં અપલોડ કરો.
૫. કેટેગરી મુજબ ફી ભરો અને ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

