ISRO IPRC Recruitment 2026: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન સાથે કરિયર બનાવવું ઘણા લોકોનું સપનું હોય છે. જો તમે પણ આવી જ કોઈ તકની શોધમાં છો, તો તમારા માટે ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. ISROના IPRC સંગઠનને કૂક, ફાયરમેન, ટેક્નિશિયન સહિત વિવિધ પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારોની જરૂર છે. આ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરીને અરજીઓ મંગાવવામાં આવી છે. જે પણ ઉમેદવારો યોગ્ય છે, તેઓ એપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ કરીને ભરતી પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે.
આ તમામ જગ્યાઓ ISROના IPRC (ઇસરો પ્રોપલ્શન કૉમ્પ્લેક્સ) માટે બહાર પાડવામાં આવી છે, જે મહેન્દ્રગિરીમાં સ્થિત છે. આ સંગઠન મુખ્યત્વે ISROના રૉકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામ માટે લિક્વિડ ફ્યુઅલ સાથે સંબંધિત ટેક્નૉલૉજી પર કામ કરે છે. આ ઉપરાંત પ્રોપલ્શન સિસ્ટમ બનાવવી, એન્જિન અને તેના અલગ-અલગ ભાગોની તપાસ કરવી અને નવી ટેક્નૉલૉજી તૈયાર કરવા પર પણ તેનું મુખ્ય ધ્યાન રહે છે. આ નવી ભરતી દ્વારા આ જ સંગઠન માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ છે વેકન્સી અને યોગ્યતા
| પોસ્ટ કોડ | પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ | યોગ્યતા |
|---|---|---|---|
| 60 | ટેક્નિકલ અસિસ્ટન્ટ ઑટોમોબાઇલ એન્જિનિયરિંગ | 01 | ઑટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા |
| 61 | ટેક્નિકલ અસિસ્ટન્ટ (મેકેનિકલ) | 03 | મેકેનિકલ એન્જિનિયરિંગ અથવા પ્રોડક્શન એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા |
| 62 | ટેક્નિકલ અસિસ્ટન્ટ (ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ કમ્યુનિકેશન) | 01 | ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા કર્યું હોવું જોઈએ. |
| 63 | ટેક્નિશિયન B (ટર્નર) | 02 | SSLC/SSC/મેટ્રિક/10મું પાસ અને ટર્નર ટ્રેડમાં ITI સર્ટિફિકેટ |
| 64 | ટેક્નિશિયન B (ફિટર) | 04 | SSLC/SSC/મેટ્રિક/10મું પાસ અને ફિટર ટ્રેડમાં ITI સર્ટિફિકેટ |
| 65 | ટેક્નિશિયન ‘B’ (વેલ્ડર) | 02 | SSLC/SSC/મેટ્રિક/10મું પાસ અને વેલ્ડર ટ્રેડમાં સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ. |
| 66 | ટેક્નિશિયન ‘B’ (મેકેનિસ્ટ) | 03 | SSLC/SSC/મેટ્રિક/10મું પરીક્ષા પાસ અને મેકેનિસ્ટ ટ્રેડમાં ITI સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ. |
| 67 | ટેક્નિશિયન ‘B’ (રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનિંગ) | 01 | SSLC/SSC/મેટ્રિક/10મું પાસ સાથે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટ્રેડમાં ITI કર્યું હોવું જોઈએ. |
| 68 | ટેક્નિશિયન B (ઇલેક્ટ્રિશિયન) | 01 | SSLC/SSC/મેટ્રિક/10મું પાસ અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ITI કર્યું હોવું જોઈએ. |
| 70 | કૂક A | 01 | SSLC/SSC/મેટ્રિક/10મું પાસ હોવું જોઈએ. અને કોઈ પ્રતિષ્ઠિત હોટેલ અથવા કૅન્ટીનમાં 5 વર્ષ સુધી કૂક તરીકે કામ કર્યું હોવું જોઈએ. સ્કિલ ટેસ્ટ સમયે તેનું સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. |
| 71 | ફાયરમેન A | 03 | SSLC/SSC/મેટ્રિક/10મું પાસ અને ફિઝિકલ ફિટનેસ સ્ટાન્ડર્ડના નિયમો પૂર્ણ કરતા હોવા જોઈએ. પ્રિલિમિનરી મેડિકલ એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ પણ અરજી સમયે અપલોડ કરવું પડશે. |
| કુલ | 22 |
ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ?
અભ્યાસ, સર્ટિફિકેટ અને અનુભવ ઉપરાંત અરજી માટે કૅન્ડિડેટ્સની ઉંમર પણ મહત્વપૂર્ણ છે. પોસ્ટ કોડ 60થી 68 અને 70 માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ. જ્યારે પોસ્ટ કોડ 71 માટે માત્ર 18થી 25 વર્ષના કૅન્ડિડેટ્સ જ અરજી કરવા માટે એલિજિબલ છે. ઉંમરની ગણતરી 5 ઑક્ટોબર 2026ના આધારે કરવામાં આવશે. જે પણ ઉમેદવારો આ તમામ યોગ્યતાઓ પૂર્ણ કરે છે, તેઓ એપ્લિકેશન લિંક દ્વારા સફળતાપૂર્વક અરજી કરી શકે છે.
સેલરી કેટલી મળશે?
તમામ પોસ્ટ પર સેલરીનું લેવલ અલગ-અલગ રાખવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ નોકરી માટે સિલેક્ટ થશે તેમને બેઝિક સેલરી ઉપરાંત અન્ય ભથ્થાં, ડિયરન્સ અલાઉન્સ, હાઉસ રેન્ટ અલાઉન્સ, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ વગેરે આપવામાં આવશે. પોસ્ટ અનુસાર પે લેવલ અને સેલરી પણ જાણી લો.
- ટેક્નિકલ અસિસ્ટન્ટ: લેવલ-07 44,900-1,42,400/- પ્રતિ મહિના સુધી
- ટેક્નિશિયન ‘B’: લેવલ-03 21,700-69,100/- પ્રતિ મહિના સુધી
- કૂક A: લેવલ-02 19,900-63,200/- પ્રતિ મહિના સુધી
- ફાયરમેન A: લેવલ-02 19,900-63,200/- પ્રતિ મહિના સુધી
સિલેક્શન મોડ
ISROની આ ભરતીમાં ટેક્નિકલ અસિસ્ટન્ટ, ટેક્નિશિયન ‘B’ અને કૂક ‘A’ની પોસ્ટ પર રિટન પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફાયરમેનની પોસ્ટ પર રિટન પરીક્ષા સાથે સ્કિલ ટેસ્ટમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને મેડિકલ એક્ઝામિનેશન પણ લેવામાં આવશે. અંતિમ પસંદગી રિટન ટેસ્ટમાં મેળવેલા સ્કોરના આધારે કરવામાં આવશે. આ પરીક્ષા ઑફલાઇન OMR દ્વારા તિરુનેલવેલી અને ચેન્નાઈમાં યોજાશે. અરજી સમયે જ ઉમેદવારોએ સેન્ટર માટે પોતાની પસંદગી ભરવાની રહેશે.
આ ભરતી માટે માત્ર ઑનલાઇન મોડમાં ઑફિશિયલ વેબસાઇટ (www.iprc.gov.in) પર 15 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી ઑનલાઇન અરજીઓ લેવામાં આવશે. આ પહેલાં ઉમેદવારોએ નૅશનલ કરિયર સર્વિસિસ (NCS) પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. CV, ફિઝિકલ એપ્લિકેશન, ઈમેલ, બાયોડેટા, રિઝ્યૂમ ફૉર્મેટમાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારોને ISROની વેબસાઇટ વિઝિટ કરવાની સલાહ આપવામાં આવે છે.

