SBI Recruitment 2025: ભારતીય સ્ટેટ બેન્કમાં (SBI) અધિકારીની નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. આ માટે એસબીઆઈએ સ્પેશિયાલિસ્ટ કેડરના અધિકારીની જગ્યા માટે ભરતી નિકળી છે. જે ઉમેદવાર પાસે આ જગ્યા સંબંધિત લાયકાત છે, તે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે. આ માટે SBIએ અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
SBIએ આ ભરતી અભિયાનમાં કુલ 151 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છો, તો 23 જાન્યુઆરી સુધી કે તે પહેલા અરજી કરી શકો છો. આ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની ભરતી દ્વારા ડેપ્યુટી મેનેજર અને ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (MMGS II) ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે પણ આ જગ્યાઓ પર નોકરી કરવા માંગો છો, તો નીચે આપવામાં આવેલી વિગતો ધ્યાનથી વાંચો.
જગ્યાની વિગતો
ડેપ્યુટી મેનેજર – 1 જગ્યા
ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર – 150 જગ્યા
કુલ જગ્યાની સંખ્યા – 151
અરજી ફી
સામાન્ય/EWS/OBC ઉમેદવારો માટેની અરજી ફી: રૂ. 750 (નોન-રિફંડપાત્ર)
SC/ST/PWD ઉમેદવારો માટે અરજી ફી: કોઈ ફી નથી.
લાયકાત
SBI ભરતી 2025 માટે અરજી કરવાનું વિચારી રહેલા કોઈપણ વ્યક્તિ પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જરૂરી છે.
વય મર્યાદા
ડેપ્યુટી મેનેજર (આર્કાઇવિસ્ટ): ન્યૂનતમ ઉંમર 27 વર્ષ અને મહત્તમ ઉંમર 37 વર્ષ
ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર: ન્યૂનતમ ઉંમર 23 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષ
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને 64820-2340/1-67160-2680/10-93960 ના પગાર ધોરણ મુજબ ચૂકવણી કરવામાં આવશે. ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (MMGS II) ની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોએ 6 મહિનાનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ કરવો પડશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

