Indian Army Recruitment 2025: 10 અને 12 પાસ કરીને સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેનાએ ક્લાર્ક અને MTS સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી માટે સૂચના બહાર પાડી છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ જગ્યાઓ માટે સેનાની સત્તાવાર વેબસાઈટ, indianarmy.nic.in પર જઈને અરજીઓ કરવાની રહેશે. બધી જગ્યાઓ DG EME ગ્રુપ ‘C’ ભરતી હેઠળ ભરવામાં આવશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ (DG EME) એ કેટલાક ટ્રેડ અને શ્રેણીઓમાં વિવિધ ગ્રુપ ‘C’ સિવિલિયન પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. કુલ 69 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS), લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), વોશરમેન, સ્ટેનોગ્રાફર ગ્રેડ-II અને જુનિયર ટેકનિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટરનો સમાવેશ થાય છે.
ખાલી જગ્યાઓ
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ – 35 જગ્યાઓ
- લોઅર ડિવિઝન ક્લાર્ક – 25 જગ્યાઓ
- વોશરમેન – 14 જગ્યાઓ
- સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨ – 2 જગ્યાઓ
- જુનિયર ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર – 2 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
જુનિયર ટેકનિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે, અરજદારો પાસે સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો આવશ્યક છે. લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ માટે, ઉમેદવારોએ 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને સારી ટાઈપિંગ સ્કિલ હોવી જોઈએ. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને વોશરમેનની જગ્યાઓ માટે, કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

