IOCL Recruitment 2025: પરીક્ષા વગર ઇન્ડિયન ઓઇલમાં નોકરી, 457 જગ્યાઓ માટે ભરતી!

Arati Parmar
2 Min Read

IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) માં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક શાનદાર તક છે. ઇન્ડિયન ઓઇલએ ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેડમાં એપ્રેન્ટિસના પદો માટે જગ્યા જાહેર કરી છે. જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા ઇચ્છુક અને લાયક છે, તેઓ ઇન્ડિયન ઓઇલની અધિકૃત વેબસાઇટ iocl.com પર જઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ઇન્ડિયન ઓઇલની આ ભરતી માટે ઉમેદવારો 3 માર્ચ સુધી અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 457 પદો પર ભરતી કરવામાં આવશે. ઇન્ડિયન ઓઇલની આ ભરતી IOCLના પાંચ મુખ્ય પાઇપલાઇન ક્ષેત્રો – પૂર્વ (ERPL), પશ્ચિમ (WRPL), ઉત્તર (NRPL), દક્ષિણ (SRPL) અને દક્ષિણ-પૂર્વ (SERPL)માં વિવિધ સ્થળોએ કરવામાં આવશે.

- Advertisement -

શૈક્ષણિક લાયકાત

IOCL ભરતી 2025 માટે જે કોઈ પણ અરજી કરી રહ્યા છે, તે ઉમેદવારો પાસે અધિકૃત નોટિફિકેશનમાં આપેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.

- Advertisement -

વય મર્યાદા

ઇન્ડિયન ઓઇલમાં નોકરી કરવા માગતા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ.

- Advertisement -

પસંદગી પ્રક્રિયા

IOCLએ આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કોઈપણ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ વિના પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે શૈક્ષણિક લાયકાતના આધારે થશે. ઉમેદવારોની મેરીટ લિસ્ટ તેમના શૈક્ષણિક ગુણોના ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે. આ લિસ્ટ પોર્ટલમાં નોંધાયેલા ઉમેદવારોમાંથી તૈયાર કરવામાં આવશે, જે નોટિફાઇડ લાયકાત માપદંડોને પૂર્ણ કરે છે.

પગાર ધોરણ

IOCL ભરતી 2025 હેઠળ પસંદ થયેલા એપ્રેન્ટિસને સ્ટાઇપેન્ડ મળશે, જેની દર એપ્રેન્ટિસ અધિનિયમ, 1961/1973 અને એપ્રેન્ટિસ નિયમો, 1992/2019 હેઠળ નક્કી કરવામાં આવશે.

Share This Article