ISRO SETU 2025: ભારતીય અવકાશ સંશોધન સંગઠને અવકાશ શિક્ષણ તાલીમ અને જ્ઞાન અપગ્રેડેશન કાર્યક્રમ (SETU 2025) માટે અરજીઓ મંગાવી છે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે આ વર્ષની થીમ અવકાશ ટેકનોલોજી અને એપ્લિકેશન્સ હશે.
કોણ અરજી કરી શકે છે?
આ પાંચ દિવસનો કોર્ષ ધોરણ 9 થી 12 ના શાળાના શિક્ષકો માટે છે. આ કોર્ષ બધા બોર્ડના શિક્ષકો માટે મફત રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન છે અને આ ઓનલાઈન કોર્ષ 9 જૂન થી 13 જૂન, 2025 સુધી યોજાશે.
કોર્ષમાં શું શીખવવામાં આવશે?
ISRO વેબસાઇટ અનુસાર, આ કોર્ષ શિક્ષકોને અવકાશ ટેકનોલોજી અને ભારતીય અવકાશ કાર્યક્રમ વિશે શીખવાની તક આપશે. તેમાં અવકાશયાન પ્રણાલીઓ, ઉપગ્રહ સંચાર અને નેવિગેશન ટેકનોલોજી, ઉપગ્રહ હવામાનશાસ્ત્ર અને માનવ અવકાશ ઉડાન મિશન જેવા વિષયોની પણ વિગતવાર માહિતી આપવામાં આવશે.
આ ઉપરાંત, શિક્ષકોને સેટેલાઇટ ઇમેજરીમાંથી માહિતી મેળવવા, ઓનલાઈન ડેટા રિપોઝીટરીઝમાંથી જીઓડેટા એક્સેસ કરવા અને GIS (ભૂસ્તરશાસ્ત્રીય માહિતી પ્રણાલી) નો ઉપયોગ કરીને સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું તે પણ શીખવવામાં આવશે.
આ કોર્ષ IIRS ના ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.
ISRO ના કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામ ઓફિસ (CBPO) એ આ ઓનલાઈન કોર્ષ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS) સાથે સહયોગ કર્યો છે. આ કોર્ષ IIRS ના ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

