ITBP Recruitment 2026: ITBPમાં 282 મેડિકલ ઓફિસર ભરતી, લખિત પરીક્ષા વગર મળશે નોકરી

Arati Parmar
5 Min Read

ITBP Recruitment 2026: CAPF હેઠળ મેડિકલ ઓફિસરો માટે સુવર્ણ તક, 8 સપ્ટેમ્બર સુધી અરજી

ITBP Recruitment 2026: મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉમેદવારો, જે દેશસેવા કરવા ઇચ્છે છે, તેમના માટે ઉત્તમ તક આવી છે. ભારત-તિબેટ સીમા પોલીસ દળ (ITBP)ને મેડિકલ ઓફિસરોની જરૂર છે. આ દળ માટે CAPF હેઠળ મેડિકલ ઓફિસર સિલેક્શન બોર્ડ દ્વારા વિવિધ પદો પર ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં આ ભરતી સંબંધિત સત્તાવાર જાહેરાત ITBPની ઓફિશિયલ વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન એપ્લિકેશન પણ શરૂ થઈ ગઈ છે.

ITBPએ ગ્રુપ-A સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરો (સેકન્ડ ઇન કમાન્ડ), સ્પેશિયાલિસ્ટ ઓફિસરો (ડેપ્યુટી કમાન્ડન્ટ) અને મેડિકલ ઓફિસરો (અસિસ્ટન્ટ કમાન્ડન્ટ) માટે અરજીઓ મંગાવી છે. મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકે છે. એપ્લિકેશન વિન્ડો 8 સપ્ટેમ્બર 2026 સુધી ખુલ્લી રહેશે. અરજી કરતા પહેલાં લાયકાત અને જરૂરી વિગતો જાણી લો.

- Advertisement -

ITBP મેડિકલ ઓફિસર માટે લાયકાત

  • સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરો (સેકન્ડ ઇન કમાન્ડ): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBSની ડિગ્રી હોવી જોઈએ. સાથે સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાં નોંધાયેલ હોવા જોઈએ અને રોટેટિંગ ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હોવી જોઈએ. ઉમેદવારે સંબંધિત સ્પેશિયાલિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા મેળવ્યો હોવો જોઈએ. ઉપરાંત Doctorate of Medicine (DM) અથવા Magister Chirurgiae (M.Ch.) અથવા સમકક્ષમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ. નિમણૂક પહેલાં ઉમેદવાર MCI/NMC/સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં કાયમી રીતે નોંધાયેલ હોવો જોઈએ.
  • સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરો (ડેપ્યુટી કમાન્ડન્ટ): એલોપેથીક સારવાર પદ્ધતિની માન્ય મેડિકલ લાયકાત (લાઇસન્સિયેટ લાયકાત સિવાય) પ્રાપ્ત કરી હોવી જોઈએ. ફરજિયાત રોટેટિંગ ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હોવી જોઈએ. સાથે સંબંધિત ક્ષેત્ર અથવા વિષયમાં PG/ડિપ્લોમા મેળવ્યો હોવો જોઈએ. PG ડિગ્રી બાદ દોઢ વર્ષ અને ડિપ્લોમા બાદ અઢી વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો જોઈએ.
  • મેડિકલ ઓફિસરો (અસિસ્ટન્ટ કમાન્ડન્ટ): એલોપેથીક સિસ્ટમની માન્ય મેડિકલ લાયકાત પ્રાપ્ત કરી હોવી જોઈએ. ઉમેદવાર MCI/NMC/સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં કાયમી રીતે નોંધાયેલ હોવો જોઈએ. ઉપરાંત રોટેટિંગ ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હોવી જોઈએ. જો ઇન્ટર્નશિપ ચાલુ હોય તો પણ અરજી કરી શકાય છે.
  • વયમર્યાદા: સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર પદ માટે અરજીની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરો માટે મહત્તમ ઉંમર 40 વર્ષ અને મેડિકલ ઓફિસર માટે 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગોને નિયમ મુજબ ઉપરની વયમર્યાદામાં છૂટ મળશે.

કયા પદ માટે કેટલી ખાલી જગ્યાઓ છે?

પદનું નામખાલી જગ્યાઓ
સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર (સેકન્ડ ઇન કમાન્ડ)05
સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરો (ડેપ્યુટી કમાન્ડન્ટ)162
મેડિકલ ઓફિસરો (અસિસ્ટન્ટ કમાન્ડન્ટ)115
કુલ282

સેલેરી કેટલી મળશે?

પદ અનુસાર તમામ માટે માસિક સેલેરી અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.

  • સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરો (સેકન્ડ ઇન કમાન્ડ)ને લેવલ-12 મુજબ દર મહિને 78,800 થી 2,09,200 રૂપિયા સુધીનું વેતન તેમજ અન્ય ભથ્થાં મળશે.
  • સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરો (ડેપ્યુટી કમાન્ડન્ટ)ને લેવલ-11 હેઠળ દર મહિને 67,700 થી 2,08,700 રૂપિયા સુધીની સેલેરી મળશે.
  • મેડિકલ ઓફિસરો (અસિસ્ટન્ટ કમાન્ડન્ટ)ને લેવલ-10 મુજબ દર મહિને 56,100 થી 1,77,500 રૂપિયા સુધીનું વેતન તેમજ અન્ય ભથ્થાં આપવામાં આવશે.

પસંદગી કેવી રીતે થશે?

  • આ ભરતીમાં પાત્ર અને યોગ્ય અરજીપત્રોના આધારે ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન અને ઇન્ટરવ્યૂ માટે એડમિટ કાર્ડ આપવામાં આવશે.
  • તેમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને મેડિકલ એક્ઝામિનેશન ટેસ્ટ (MET)ની તારીખ, સમય અને સ્થળની માહિતી આપવામાં આવશે. કોઈ લખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
  • ઉમેદવારોએ જણાવ્યા મુજબ પસંદગી પ્રક્રિયામાં હાજર રહેવું પડશે.
  • સૌથી પહેલા ડોક્યુમેન્ટેશન થશે. તેમાં ઉમેદવારોએ પોતાની 10મીની માર્કશીટ, લાયકાત પ્રમાણપત્ર/ડિગ્રી, ઇન્ટર્નશિપ પ્રમાણપત્ર, NMC/MCI/સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં નોંધણીનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર સહિત તમામ મૂળ દસ્તાવેજો અને તેમની સ્વપ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે.
  • ત્યારબાદ 200 ગુણનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. જેમાં ઉમેદવારોને જનરલ નોલેજ, શૈક્ષણિક અભ્યાસ, નિર્ણય ક્ષમતા, સામાજિક ક્ષમતા સહિતના વિષયો પરથી પ્રશ્નો પૂછવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે 80 ગુણ જરૂરી રહેશે.
  • ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) થશે. પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 157.5 Cms અને મહિલા ઉમેદવારોની ઊંચાઈ 142 Cms હોવી જોઈએ.
  • પુરુષ ઉમેદવારોની છાતી 77 સે.મી. અને ફુલાવ્યા પછી 82 સે.મી. હોવી જોઈએ. ઉપરાંત ઊંચાઈ મુજબ વજન પણ યોગ્ય હોવું જોઈએ.
  • PST બાદ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.

આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો ITBPની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
Share This Article