ITI Recruitment 2026: ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ (ITI) એ કોન્ટ્રાક્ટ ધોરણે યંગ પ્રોફેશનલ્સ માટે નોકરીઓ બહાર પાડી છે. ITI એ યંગ પ્રોફેશનલ્સ, ગ્રેજ્યુએટ, ટેકનિશિયન અને ઓપરેટર માટે અલગ-અલગ પદો પર કુલ ૨૧૫ વેકેન્સી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ (ITI) ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. ITI દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, આ પોસ્ટ હેઠળ પ્રોજેક્ટ્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રોડક્શન, ટેકનિકલ સર્વિસીસ સપોર્ટ અને ટેસ્ટિંગ લેબોરેટરી અને માર્કેટિંગ ફંક્શનલ એરિયા છે.
કેવી રીતે અરજી કરવી?
અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ itiltd.in પર જવાનું રહેશે. અહીં તમને નોટિફિકેશન અને અરજી માટેની લિંક મળશે. અરજી કરતા પહેલા નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લો. ત્યારબાદ જ ફોર્મ ભરો.
યંગ પ્રોફેશનલ – ગ્રેજ્યુએટ
આ પોસ્ટ હેઠળ પ્રોજેક્ટ્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રોડક્શન, ટેકનિકલ સર્વિસીસ સપોર્ટ અને ટેસ્ટિંગ લેબોરેટરી અને માર્કેટિંગ જેવા ક્ષેત્રો સામેલ છે. માસિક પગાર ૬૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષ છે.
યંગ પ્રોફેશનલ – ટેકનિશિયન
આ પદ હેઠળ પ્રોજેક્ટ્સ, ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર લેબોરેટરી પ્રોડક્શન, પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને હ્યુમન રિસોર્સ જેવા ક્ષેત્રો આવે છે. આ કેટેગરીમાં રાજભાષા સંબંધિત કામ પણ સામેલ છે. દર મહિને ૩૫,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવશે. મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષ છે.
યંગ પ્રોફેશનલ – ઓપરેટર
આ પદ હેઠળ પ્રોજેક્ટ્સ, કોમ્પ્યુટર લેબોરેટરી પ્રોડક્શન, પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો સામેલ છે. આ કામ માટે ૩૦,૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવશે. આ માટે પણ મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષ છે. એટલે કે ૩૫ વર્ષથી વધુ ઉંમરના લોકો આ પદ માટે અરજી કરી શકશે નહીં.
જણાવી દઈએ કે આ એક વર્ષની કોન્ટ્રાક્ટ વેકેન્સી છે. જો કામ સંતોષકારક જણાશે, એટલે કે પરફોર્મન્સના આધારે તેને લંબાવી શકાય છે, પરંતુ બે વર્ષથી વધુ નહીં.

