Bank of Baroda Recruitment 2026: બેંક ઓફ બરોડામાં 837 જગ્યાઓ પર ભરતી, 24 નવેમ્બર સુધી કરો અરજી

Arati Parmar
5 Min Read
Bank of Baroda Recruitment 2026

Bank of Baroda Recruitment 2026: સરકારી બેંકમાં નોકરી મેળવવા માગો છો? તો તમારા માટે બેંક ઓફ બરોડાની નવી ભરતીમાં સારી તક હોઈ શકે છે. તાજેતરમાં બેંક દ્વારા 800થી વધુ જગ્યાઓ પર નવી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ગ્રુપ હેડ, હેડ ઇન્વેસ્ટમેન્ટ, ટેરિટરી હેડ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ મેનેજર અને સિનિયર રિલેશનશિપ મેનેજરનાં પદો માટે છે. તમામ પદોને મળીને કુલ 837 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ નવી ભરતી માટે બેંક દ્વારા ઑનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

બેંક ઓફ બરોડાની આ ભરતી વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ (WMS) વિભાગ માટે બહાર પાડવામાં આવી છે. તમામ પદો કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવશે. જે ઉમેદવારોની ઉંમર વધુ થઈ ગઈ છે, તેમને પણ આ ભરતીમાં અરજી કરવાની તક આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં લાયક ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવાની તક બિલકુલ છોડવી જોઈએ નહીં.

- Advertisement -

બેંક ઓફ બરોડા ભરતી માટે લાયકાત

પદજગ્યાઓલાયકાત
ગ્રુપ હેડ: આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ II08કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. મેનેજમેન્ટ, MBA (ફાઇનાન્સ/માર્કેટિંગ/બેન્કિંગ)માં 2 વર્ષનો ફુલ ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. NISM V A, NISM V D, IRDA IC38, NISM XII અને NISM સિરીઝ XXI-A સર્ટિફિકેટ હોવું જોઈએ. સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
હેડ ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ II01કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી, NISM V A/NISM V D/NISM XII/NISM સિરીઝ XX-IA સર્ટિફિકેટ અને 10 વર્ષનો કાર્યઅનુભવ હોવો જરૂરી છે.
ટેરિટરી હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ-I35કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો ફુલ ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/મેનેજમેન્ટમાં ડિપ્લોમા/(ફાઇનાન્સ/માર્કેટિંગ/બેન્કિંગ)માં MBA અને NISM V A, NISM V D, IRDA IC38, NISM XIII તથા NISM સિરીઝ XXI સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉમેદવારો પાસે 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ મેનેજર02આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ I: ગ્રેજ્યુએશન સાથે NISM V A/NISM V D/NISM XII/NISM સિરીઝ XXI-Aમાંથી કોઈ એક સર્ટિફિકેટ હોવું જોઈએ. આ ઉપરાંત ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.
સિનિયર રિલેશનશિપ મેનેજર: ડેપ્યુટી મેનેજર791ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે NISM V A/NISM V D અને IRDA IC38માંથી કોઈ એક સર્ટિફિકેટ હોવું જોઈએ. લાયકાત મેળવ્યા પછીનો 3 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.
કુલ837

ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ?

આ ભરતીમાં પદ પ્રમાણે લાયકાતના માપદંડ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યા છે. ગ્રુપ હેડ અને હેડ ઇન્વેસ્ટમેન્ટ પદ માટે 35થી 50 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો લાયક ગણાશે. જ્યારે ટેરિટરી હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ I માટે 28થી 42 વર્ષ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ મેનેજર પદ માટે 26થી 45 વર્ષ અને સિનિયર રિલેશનશિપ મેનેજર માટે 24થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ ઉંમર મર્યાદા અનામત વગરની કેટેગરીના ઉમેદવારો માટે છે. SC/ST ઉમેદવારોને 5 વર્ષ, OBC ઉમેદવારોને 3 વર્ષ અને PWBDS ઉમેદવારોને 10થી 15 વર્ષની છૂટ આપવામાં આવશે.

- Advertisement -

પસંદગી કેવી રીતે થશે?

આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં પર્સનલ ઇન્ટરવ્યૂ/સાઇકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવી શકે છે. જો ઑનલાઇન પરીક્ષા લેવામાં આવે તો પરીક્ષામાં કરેલા દેખાવના આધારે ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ દરેક વિભાગમાં પાસિંગ માર્ક્સ મેળવવાના રહેશે.

જ્યારે પર્સનલ ઇન્ટરવ્યૂમાં લાયક ઠરવા માટેના ગુણની ટકાવારી બેંક દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવી છે. જનરલ/EWS કેટેગરીના ઉમેદવારોએ 60 ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારોએ 55 ટકા ગુણ મેળવવાના રહેશે.

- Advertisement -

BOB ભરતી ફોર્મ માટે કેવી રીતે અરજી કરવી?

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઑનલાઇન કેટલીક પ્રક્રિયાઓ અનુસરવી પડશે. ઉમેદવારો પોતાના મોબાઇલ ફોન અથવા લેપટોપ વગેરે દ્વારા અરજી ફોર્મ ભરી શકે છે.

  • સૌથી પહેલાં બેંકની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.bank.in પર જાઓ.

  • હોમપેજ પર કરિયર વિભાગમાં આ ભરતી માટે અરજી કરવાની લિંક મળશે.

  • જો તમે વેબસાઇટ પર નવા છો, તો સૌથી પહેલાં તમારે બેઝિક રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

  • ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફરીથી લૉગિન કરો અને જે વિગતો ભરવાનું કહેવામાં આવે તે તમામ વિગતો ભરો. તમામ વિગતો સાચી હોવી જરૂરી છે.

  • ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ, સર્ટિફિકેટ, અનુભવ પત્રો વગેરે યોગ્ય સાઇઝમાં અપલોડ કરો. અરજી ફી ભરો અને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અરજી ફી કેટલી છે?

બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટેની ફી અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. અનામત વગરની, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી દરમિયાન ₹850 ચૂકવવાના રહેશે. જ્યારે SC/ST/PWD, ESM/DESM અને મહિલા ઉમેદવારો માટે આ ફી ₹175 નક્કી કરવામાં આવી છે.

આ ભરતીમાં 24 નવેમ્બર 2026 સુધી ઑનલાઇન અરજી કરી શકાશે.

Share This Article