NHPC Trainee Officer Recruitment 2026: NHPCમાં ટ્રેની ઓફિસરની ભરતી, HR, PR અને Law વિભાગમાં મળશે નોકરી, ₹1.60 લાખ સુધીનો પગાર

Arati Parmar
5 Min Read
NHPC Trainee Officer Recruitment 2026

NHPC Trainee Officer Recruitment 2026: લેખિત પરીક્ષા વગર સરકારી નોકરીની તક, 41 જગ્યાઓ માટે 27 નવેમ્બરથી અરજી શરૂ

NHPC Trainee Officer Recruitment 2026: સરકારી કંપનીમાં નોકરી મેળવવી છે અને કોઈ પરીક્ષા પણ આપવી નથી, તો આ તક તમારા માટે હોઈ શકે છે. ભારત સરકારની નવરત્ન કંપની NHPC લિમિટેડને ટ્રેની ઓફિસરની જરૂર છે. HR, PR અને Law વિભાગમાં તેમની નિમણૂક કરવામાં આવશે. ઉમેદવારો 27 નવેમ્બરથી આ ભરતી માટે અરજી કરી શકશે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ http://www.nhpcindia.com પર આ ભરતી માટે અરજીની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

NHPC લિમિટેડની આ નવી ભરતીની પસંદગી પ્રક્રિયામાં અલગથી કોઈ લેખિત પરીક્ષા રાખવામાં આવી નથી. શૉર્ટલિસ્ટિંગથી લઈને પસંદગી માટે UGC NET સ્કોરકાર્ડ અને CLAT PGના સ્કોરકાર્ડને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવશે. આવી સ્થિતિમાં ઉમેદવારો પાસે આ સ્કોરકાર્ડ હોવા જરૂરી છે. ટ્રેની ઓફિસર HR માટે UGC NET અને ટ્રેની ઓફિસર Law માટે CLAT PGનું સ્કોરકાર્ડ માગવામાં આવ્યું છે.

- Advertisement -

NHPC ભરતી 2026ની મહત્ત્વપૂર્ણ વિગતો

કંપનીNHPC લિમિટેડ (NHPC)
પદટ્રેની ઓફિસર
જાહેરાત ક્રમાંકNH/Talent Acquisition/08/2026
જગ્યાઓ41
ગ્રેડE2
અરજી શરૂ થવાની તારીખ27 નવેમ્બર 2026
અરજી કરવાની છેલ્લી તારીખ26 ડિસેમ્બર 2026, સાંજે 5 વાગ્યા સુધી
પસંદગી પ્રક્રિયાશૉર્ટલિસ્ટિંગ, ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યૂ
પગાર₹50,000-₹1,60,000 પ્રતિ મહિનો

NHPC ટ્રેની ઓફિસર માટે લાયકાત

  • ટ્રેની ઓફિસર (HR): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 2 વર્ષનો ફુલ ટાઇમ રેગ્યુલર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી, PG ડિપ્લોમા અથવા મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કરેલો હોવો જોઈએ. તેમાં HR, HR મેનેજમેન્ટ એન્ડ લેબર રિલેશન્સ, ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ અથવા પર્સનલ મેનેજમેન્ટમાં વિશેષતા હોવી જોઈએ. પર્સનલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સમાં વિશેષતા સાથે 2 વર્ષનો MSW ડિગ્રી કોર્સ કરેલો હોય તો પણ અરજી કરી શકાશે. MBA, HRD અથવા HR વિષય સાથે MBA કરનારા ઉમેદવારો પણ પાત્ર ગણાશે. માસ્ટર્સ ડિગ્રી અને ડિપ્લોમામાં 60 ટકા ગુણ હોવા જરૂરી છે.
  • ટ્રેની ઓફિસર (PR): ઉમેદવારે કમ્યુનિકેશન, માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ અથવા પબ્લિક રિલેશન્સમાં 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ અથવા PG ડિપ્લોમા ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે પૂર્ણ કરેલો હોવો જોઈએ.
  • ટ્રેની ઓફિસર (Law): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 3 વર્ષનો LLB અથવા 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ Law કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ. તેમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા પણ અનિવાર્ય છે.
  • વયમર્યાદા: ટ્રેની ઓફિસર માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. વયમર્યાદાની ગણતરી 26 ડિસેમ્બર 2026ના આધારે કરવામાં આવશે. વયમર્યાદામાં SC/ST ઉમેદવારોને 5 વર્ષ, OBCને 3 વર્ષ અને PWBD ઉમેદવારોને કેટેગરી પ્રમાણે 10થી 15 વર્ષની છૂટ મળશે.
  • જરૂરી સ્કોરકાર્ડ: ડિગ્રી અને PG ઉપરાંત ઉમેદવારો પાસે પદ સાથે સંબંધિત પરીક્ષાનું સ્કોરકાર્ડ પણ હોવું જોઈએ. ટ્રેની ઓફિસર (HR) અને ટ્રેની ઓફિસર (PR) માટે UGC NET જૂન 2026નું સ્કોરકાર્ડ હોવું જરૂરી છે. તેમાં HR માટે પેપર કોડ 55 અને PR માટે પેપર કોડ 63 છે. જ્યારે ટ્રેની ઓફિસર (Law) માટે CLAT PG 2026નું સ્કોરકાર્ડ માન્ય રહેશે. વર્ષ 2026 સિવાયના અન્ય કોઈ પણ વર્ષનું સ્કોરકાર્ડ માન્ય ગણાશે નહીં.

પરીક્ષા વગર થશે પસંદગી

NHPC ટ્રેની ઓફિસર માટે અલગથી કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. પસંદગી માટે નીચેના 3 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે.

  • શૉર્ટલિસ્ટિંગ: UGC NET જૂન 2026 અથવા CLAT PG 2026ના ગુણના આધારે ઉમેદવારોને શૉર્ટલિસ્ટ કરવામાં આવશે. અંતિમ મેરિટ લિસ્ટમાં આ તબક્કાનું વેઇટેજ 75 ટકા રાખવામાં આવ્યું છે.
  • ગ્રુપ ડિસ્કશન: શૉર્ટલિસ્ટિંગમાં પસંદ થયેલા ઉમેદવારોને આગામી તબક્કામાં ગ્રુપ ડિસ્કશન માટે બોલાવવામાં આવશે. આ તબક્કાનું વેઇટેજ 5 ટકા છે.
  • પર્સનલ ઇન્ટરવ્યૂ: આ બંને તબક્કા બાદ ઉમેદવારોની પર્સનાલિટી અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા માટે પર્સનલ ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. ગ્રુપ ડિસ્કશન માટે અલગથી કોઈ ગુણ નક્કી કરવામાં આવ્યા નથી. જોકે, ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂના સંયુક્ત ગુણ અનામત વગરના, OBC અને EWS ઉમેદવારો માટે 40 ટકા તથા SC/ST/PWBD ઉમેદવારો માટે 30 ટકા હોવા જરૂરી છે.

અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે અરજીપત્રક ભરવા ઉમેદવારોએ કંપનીની સત્તાવાર વેબસાઇટ http://www.nhpcindia.com પર જવું પડશે.

- Advertisement -
  • અહીં હોમપેજ પર કારકિર્દી વિભાગમાં જાઓ. Recruitment વિભાગમાં જાહેરાત ક્રમાંક NH/Talent Acquisition 08/2026 પર જાઓ.
  • હવે Apply Online લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ લૉગિન કરો. હવે દરેક વિભાગમાં માગવામાં આવેલી વિગતો ધ્યાનપૂર્વક ભરો.
  • તમામ વિગતો પ્રમાણપત્રો મુજબ હોવી જોઈએ. કારણ કે બાદમાં ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવશે.
  • તમામ વિગતો યોગ્ય રીતે ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો યોગ્ય સાઇઝમાં અપલોડ કરો.
  • તમારી કેટેગરી પ્રમાણે અરજી ફી ભરો અને અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લો.

જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજીપત્રક ભરતી વખતે ₹708 અરજી ફી ઑનલાઇન જમા કરાવવી પડશે. EWS અને OBC (નોન ક્રીમી લેયર) ઉમેદવારો માટે પણ આ જ ફી છે. અનામત વર્ગોમાં મહિલા, PWBD અને ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈ અરજી ફી રાખવામાં આવી નથી.

- Advertisement -
Share This Article