RRB JE Recruitment 2026: રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. RRBની જુનિયર એન્જિનિયર (JE) ભરતી માટે ઑનલાઇન અરજી શરૂ થઈ ગઈ છે. તેની સાથે JEની વિગતવાર જાહેરાત પણ બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 3993 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો JE ભરતીના ફોર્મ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, તેઓ હવે ઑનલાઇન અરજી કરી શકે છે. એપ્લિકેશન લિંક www.rrbapply.gov.in પર સક્રિય થઈ ગઈ છે.
રેલવેએ સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ CEN-04/2026 હેઠળ આ ભરતીની વિગતવાર સૂચના જાહેર કરી છે. તેની સાથે જ 14 ઑગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખથી લઈને અંતિમ તારીખ 13 સપ્ટેમ્બર 2026 સુધી કોઈપણ સમયે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. લગભગ એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે એપ્લિકેશન ફી ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે. JE ભરતીમાં કોણ અરજી કરી શકે? લાયકાત શું જોઈએ? પગાર કેટલો મળશે? પસંદગી કેવી રીતે થશે? તે પણ જાણી લો.
RRB JE ભરતી માટે લાયકાત
માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અથવા બેસિક સ્ટ્રીમથી સબ સ્ટ્રીમમાં મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હોવું જોઈએ.
ત્રણ વર્ષનો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અથવા સિવિલ એન્જિનિયરિંગમાં BSc ડિગ્રી હોવી જોઈએ.
ત્રણ વર્ષનો ડિપ્લોમા મિકેનિકલ/પ્રોડક્શન/ઓટોમોબાઇલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ/પ્રોડક્શન/ઓટોમોબાઇલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગની બેસિક સબ સ્ટ્રીમમાં કર્યો હોવો જોઈએ.
કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ સંબંધિત પદ માટે અરજી કરી શકશે. ઉપરાંત પદ સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે.
ડિપો મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટ માટે ત્રણ વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કર્યો હોવો જોઈએ.
ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 1 જાન્યુઆરી 2027 મુજબ 33 વર્ષ હોવી જોઈએ. ઉચ્ચ ઉંમરમાં નિયમ મુજબ છૂટ મળશે. SC/ST ઉમેદવારોને 5 વર્ષ અને OBC નોન ક્રીમી લેયરને 3 વર્ષની છૂટ મળશે.
રેલવે જુનિયર એન્જિનિયર ભરતીની મહત્વની માહિતી
ભરતી સંસ્થા: રેલવે ભરતી બોર્ડ (RRB)
પદ: જુનિયર એન્જિનિયર અને ડિપો મટિરિયલ
જગ્યાઓની સંખ્યા: 3993
ઓફિશિયલ વેબસાઇટ: www.rrbapply.gov.in
અરજી શરૂ થવાની તારીખ: 14 ઑગસ્ટ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ: 13 સપ્ટેમ્બર 2026
પગાર: પે લેવલ-06, 7મા વેતન પંચ મુજબ ₹35,400/-
પસંદગી પ્રક્રિયા: CBT-1, CBT-2, ડોક્યુમેન્ટ વેરિફિકેશન
રેલવે ભરતીમાં પસંદગી કેવી રીતે થશે?
સ્ટેજ I CBT: સ્ટેજ 1 CBT 90 મિનિટનું રહેશે. જેમાં 100 પ્રશ્નો પૂછાશે. મેથેમેટિક્સમાંથી 30, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગમાંથી 25, જનરલ અવેરનેસમાંથી 15 અને જનરલ સાયન્સમાંથી 30 પ્રશ્નો પૂછાશે. દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. જેમાં 1/3 નેગેટિવ માર્કિંગ પણ લાગુ રહેશે. આ તબક્કો પાસ કરવા માટે અનારક્ષિત વર્ગના ઉમેદવારોને 40 ટકા, EWSને 40 ટકા, OBC (નોન ક્રીમી લેયર) અને SCને 30 ટકા તથા STને 25 ટકા ગુણ લાવવા પડશે.
સ્ટેજ II CBT: પ્રથમ તબક્કામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને બીજા તબક્કામાં બેસવાની તક મળશે. તેમાં ખાલી જગ્યાઓના 15 ગણાં ઉમેદવારોને બોલાવવામાં આવશે. પરીક્ષાનો સમય 120 મિનિટ રહેશે. જેમાં 150 પ્રશ્નો પૂછાશે. જનરલ અવેરનેસ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, કમ્પ્યુટર અને એપ્લિકેશન બેસિક્સ, એન્વાયરમેન્ટ અને પોલ્યુશન કન્ટ્રોલ, ટેક્નિકલ એબિલિટીઝ વિષયમાંથી પ્રશ્નો આવશે. તેમાં પણ 1/3 નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન: બીજા તબક્કાનું CBT પાસ કર્યા પછી ઉમેદવારોએ ભરતી બોર્ડ સમક્ષ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર થવું પડશે. તેમાં મૂળ દસ્તાવેજો પણ સાથે લાવવા પડશે.
RRB JE ભરતીનું ફોર્મ કેવી રીતે ભરવું?
RRB JEનું ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ પહેલા www.rrbapply.gov.in પર જવું પડશે. અહીં સૌથી પહેલા પોતાની મૂળભૂત વિગતો દ્વારા એકાઉન્ટ બનાવવું પડશે. તેના માટે ઈમેલ અને મોબાઇલ નંબરની વિગતો જરૂરી રહેશે. ત્યારબાદ લોગિન કરીને પોતાનું નામ, કેટેગરી, જન્મતારીખ, પોતાના ગુણ અને અન્ય વિગતો સંબંધિત બોક્સમાં ધ્યાનપૂર્વક ભરવી. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો યોગ્ય સાઇઝમાં અપલોડ કરવા. એપ્લિકેશન ફીની ચુકવણી કર્યા બાદ ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી રાખવી.
એપ્લિકેશન ફી કેટલી રહેશે?
SC/ST, Ex Serviceman, PwBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, અલ્પસંખ્યક અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને ₹250 એપ્લિકેશન ફી ચૂકવવી પડશે. જ્યારે અન્ય તમામ વર્ગના ઉમેદવારોને ₹500 ફી ચૂકવવી પડશે. જે ઉમેદવારો સ્ટેજ I પાસ કરશે તેમને ₹500માંથી ₹400 પરત આપવામાં આવશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સંપૂર્ણ એપ્લિકેશન ફી પરત મળશે.

